SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩) ગુરુ તેની અનુજ્ઞા આપે ત્યારે સાધકે ‘તહત્તિ’ કહી મસ્તકે અંજલી કરવી જોઇએ, તે એમ દર્શાવવાને કે આપની આજ્ઞા શિરોધાર્ય છે. ‘મંત્રસાધના શરૂ કરવાના પૂર્વ દિવસે જિનમંદિરમાં જઇ જિનપ્રતિમા અને શ્રુતજ્ઞાનને પૂજન પછી ગુરૂની પૂજા કરવી. પછી ગુરૂની આજ્ઞા લઇને ગુરૂનો હાથ લઇ પોતાના મસ્તક ઉપર મૂકવો. તે વખતે પોતે ભાગ્યશાળી (૧૫) ત્યારબાદ ગુરુ સર્વમંગલનો પાઠ સંભળાવે, છે, એમ માનીને ગૃહના એકાંત ભાગમાં જઇ ત્યાં કાર્યની એટલે નવકાર મંત્રગ્રહણનો વિધિ પૂરો થાય. સિદ્ધિ ન થાય ત્યાં સુધી મંત્રનો જપ કરવો. તે સમયે ત્યાં યથાર્થ રીતિએ મંત્રનિયંતા એટલે ઉત્તરસાધકની યોજના કરવી. (૧૪) તે પછી નવકાર મંત્રની ભક્તિ અંગે સ્તુતિ, સ્તોત્ર. છંદ કે ગીત આદિ કંઇ પણ બોલવું જોઇએ, જેથી પ્રશસ્ત ભાવની વૃદ્ધિ થાય. (૧૬) તે પછી આ પ્રસંગ નિમિત્તે જે વસ્તુ એકત્ર કરી હોય તેને યથાસ્થાને પહોંચાડી સાધકે પોતાના નિવાસસ્થાને જઇ ત્યાં ધર્મધ્યાનાદિ પ્રવૃત્તિ કરવી જોઇએ. નવકાર મંત્ર ગ્રહણ ‘પંચનમસ્કૃતિદીપક'માં કહ્યું છે કે વિધિ વિષે तत्र मन्त्रं जपेत् यावत् कार्यसिद्धिनं संभवेत् । तावत् तंत्रनियन्ता वा यथातथ्येन योजयेत् ॥ तद्विधाने पूर्वदिने गत्वा तु जिनमन्दिरे । प्रतिमाश्रुतभ्यर्च्य कृत्वाऽनुगुरुपूजनम् । गुरोराज्ञां समादाय, गुरुहस्तं समुद्धरेत् । मस्तकेन्यस्य सद्भाग्यं मत्वा गत्वान्तरे गृहे । આ વસ્તુ ઉપરના વિધિનું સમર્થન કરનારી છે. ટૂંકમાં આ કે આવા પ્રકારનો મંત્રગ્રહણવિધિ કરવાથી સાધકના મન પર તેનો ઉંડો પ્રભાવ પડે છે અને તેને સાધના માટે અનેરું બળ પ્રાપ્ત થાય છે. વળી ગુણિયલ ગુરુના આશીર્વાદ મળતાં નવકાર મંત્રની સાધના નિર્વિઘ્ને પૂરી થવાની આશા બંધાય છે, એ પણ મહાન લાભ છે. તેથી આવો વિધિ કરીને જ મંત્રસાધના શરૂ કરવાનો આગ્રહભર્યો અનુરોધ છે. પ્યારા પંચ પરમેષ્ઠિ * નમો અરિહંતાણં પદથી વિહરમાન તીર્થંકર જધન્ય ૨૦ અને ઉત્કૃષ્ટ ૧૭૦ જિનેશ્વર દેવોને નમસ્કાર થાય છે. અને સામાન્ય કેવલી જેમણે તીર્થંકર પદ પ્રાપ્ત કર્યા વિના કૈવલજ્ઞાન અને કેવદર્શનને પામેલ એવા જઘન્ય બે ક્રોડ કેવલી ઉત્કૃષ્ટ નવ કોડ કેવલી ભગવંતોને અરિહંત પદથી વંદના થાય છે. * નમો સિદ્ધાણાં પદથી અનંતી ચોવીસીઓમાં અનંતા તીર્થંકર પરમાત્માઓ આઠ કર્મને ખપાવી સિદ્ધગતિને પામ્યા છે. તથા અનંતકાળના વહી ગયેલા પ્રવાહમાં જ્ઞાનદર્શન-ચારિત્રની આરાધના દ્વારા અને ૧૨ પ્રકારના તપથી આઠ કર્મોનો ક્ષય કરી સિદ્ધગતિને પામેલા અનંત સિદ્ધોને નમસ્કાર થાય છે. નમો આયરિયાણં પદથી વિશુદ્ધ ચારિત્રધારી જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિર્યાચાર એ પંચાચારનું યથાર્થ પાલન કરનાર સંઘના અગ્રેસર સંધના નાયક ૩૬ ગુર્ણ કરી સહીત આચાર્ય ભગવંતોને નમસ્કાર થાય છે. * નમો ઉવજ્ઝાયાણં પદથી જિનેશ્વર દેવો કથિત જિનાગમોના જ્ઞાતા ચરણ સિત્તેરી, કરણ સિતેરીના ધરનાર સતત જ્ઞાન ધ્યાનમાં ઉંઘની એવા ઉપાધ્યાયોને નમસ્કાર થાય છે. * નમો લોએ સવ્વ સાહૂણં પદથી આખા લોકને વિષે પાંચ મહાવ્રતધારી પાંચ સમિતિ, ત્રણ ગુપ્તી યુક્ત સંવર કરણી કરનાર ૨૭ સાધુજીના ગુર્ણ કરી સહિત એવા સાધુ ભગવંતોને નમસ્કાર થાય છે. શ્રી વેરશી કેશવજી વોરા હ. શ્રીમતી હેમલત્તા સુરેશ વોરા (ઘેલડા | બોરીવલી) ૬૯
SR No.008742
Book TitleNavkar Prabhav
Original Sutra AuthorN/A
Author
PublisherJain Prarthana Mandir Trust
Publication Year2008
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy