SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ અયોગ્ય છે. શ્રી આગમ ગ્રંથોમાં પણ ચૂલિકા સહિત સમગ્ર શ્રી નવકાર મંત્રનું મહામંત્ર તરીકે પ્રતિપાદન કરેલું છે. પ્રશ્ન : શ્રી નમસ્કાર મંત્ર, કોઇ પણ વર્તમાન આગમ સૂત્રમાં નવ પદ, આઠ સંપદા અને અડસઠ અક્ષર પ્રમાણ છે, એમ કહેલું નથી; પરંતુ શ્રી ભગવતી આદિ સિદ્ધાંતમાં શ્રી નમસ્કારનાં પાંત્રીસ અક્ષર પ્રમાણ પ્રથમ પાંચ જ પદો કહેલાં છે તેથી કેટલાક શ્રી નમસ્કાર મંત્રને નવપદાત્મક નહિ કિન્તુ પંચપદાત્મક જ માને છે, તો તે વ્યાજબી છે ? ઉત્તર ઃ ભગવાન શ્રી વજસ્વામિજી વિગેરે દશપૂર્વધરાદિ બહુશ્રુત, સંવિગ્ન અને સુવિહિત મહર્ષિઓએ છેદસૂત્રાદિની, વ્યાખ્યા પ્રસંગે શ્રી નમસ્કાર મંત્રને નવપદ, આઠ સંપદા અને અડસઠ અક્ષરાત્મક કહેલો છે. તેથી તેને પંચ પદાત્મક નહિ પણ નવ પદાત્મક માનવી તે જ વ્યાજબી છે. શ્રી મહાનિશીથ નામના શ્રુતસ્કંધની અંદર પદાનુસારી લબ્ધિને ધરનાર દશપૂર્વધર ભગવાન શ્રી વજસ્વામિજીએ શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધને અડસઠ અક્ષર અને નવપદાત્મક વર્ણવેલો છે. શ્રી મહાનિશીય સૂત્ર, શ્રી જિનમતમાં સમસ્ત પ્રવચનના પરમ સારભૂત તથા અતિશયવાળા મહાન અર્થોથી ભરેલું છે. શ્રી મહાનિશીથ સૂત્રને ભગવાન શ્રી હરિભદ્રસૂરિજીએ સ્વયં સ્વમતિ અનુસાર શોધીને લખેલું છે અને બીજા પણ શ્રી સિદ્ધસેન દિવાક૨, વૃદ્ધવાદી, યક્ષસેન, દેવદત્ત, રવિગુપ્ત, નૈમિશ્ચંદ્ર, જિનદાસ ગાિ, સત્યશ્રી આદિ યુગપ્રધાન અને શ્રુતધર સૂરિપુંગવોએ તેનું અતિશય બહુમાન કરેલું છે, તેથી શ્રી જિનમતમાં તે એક પ૨મ પ્રામાણિક સૂત્રગ્રંથ છે. પ્રશ્ન : ‘શ્રી પરમેષ્ઠિ-નમસ્કાર મંત્રનો ૧૦૮ વાર જાપ કરવો જોઇએ, કારણ કે શ્રી પંચ પરમેષ્ઠિના ગુણ ૧૦૮ છે.' એમ જે કહેવામાં આવે છે, તો તે શ્રી પંચ પરમેષ્ઠિઓના એકસો ને આઠ ગુણ કયા અને કેવી રીતે છે ? ઉત્તર : શાસ્ત્રોમાં કહ્યું છે કે "बारसगुण अरिहन्ता सिद्धा अब सूरि छत्तीस । उवज्झाया पणवीस, साहू सत्तवीस अट्ठसयं ||१|| અર્થાત્ ઃ “શ્રી અરિહંતોના બાર ગુણ છે, શ્રી સિદ્ધોના આઠ ગુણ છે, શ્રી આચાર્યોના છત્રીસ ગુણ છે, શ્રી . ઉપાધ્યાયોના પચીસ ગુણ છે અને શ્રી સાધુઓના સત્તાવીસ ગુણ છે. પાંચે પરમેષ્ઠિના કુલ ગુણ એકસોને આઠ છે.' એ એકસો આઠ ગુણોનું વર્ણન વિસ્તારથી શ્રી નવપદ આરાધન વિધિ આદિ પુસ્તકોમાં ઘણી જગ્યાએ છપ્પાઇ ગયેલું છે, તેથી અહીં આપતા નથી. પ્રશ્ન : પ્રધાનતાની અપેક્ષાએ શ્રી નમસ્કાર મંત્રના પાંચે પદોમાં જ્યેષ્ઠાનુજ્યેષ્ઠ ક્રમ રાખવામાં આવ્યો છે, તે જરા વિગતથી સમજાવો, ઉત્તર ઃ શ્રી અરિહંતોના ઉપદેશથી જ શ્રી સિદ્ધોનું જ્ઞાન થાય છે તથા ભવ્યાત્માઓ ચારિત્રનો આદર કરી કર્મરહિત થઇ સિદ્ધિને પ્રાપ્ત કરે છે તથા શ્રી આચાર્યાદિકને ઉપદેશ દેવાનું સામર્થ્ય પણ શ્રી અરિહંતોના ઉપદેશથી જ પ્રાપ્ત થાય છે, તેથી શ્રી અરિહંત પ્રથમ છે. દેશથી કૃતકૃત્યની અપેક્ષાએ સર્વથા કૃતકૃત્ય હોવાથી શ્રી સિદ્ધ બીજા છે. શ્રી આચાર્યોની શિક્ષા પ્રાપ્ત કરીને શ્રી ઉપાધ્યાયો સ્વકર્તવ્યનું પાલન કરે છે, તેથી આચાર્ય ત્રીજા છે તથા સાધુજન શ્રી આચાર્ય અને શ્રી ઉપાધ્યાય તરફથી દશવિધ યુતિધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરી સ્વકર્તવ્યનું પાલન કરે છે, તેથી શ્રી ઉપાધ્યાય ચોથા છે અને શ્રી સાધુ પાંચમા છે. એ રીતે શ્રી અરિહંત આદિ પાંચમાં ઉત્તર-ઉત્તરની અપેક્ષાએ પૂર્વપૂર્વની પ્રધાનતા દ્વારા જ્યેષ્ઠાનુજ્યેષ્ઠ ક્રમનો સ્વીકાર કરી પ્રથમ શ્રી અરિહંતોને, પછી શ્રી સિદ્ધોને, પછી શ્રી આચાર્યોને, પછી શ્રી ઉપાધ્યાયોને અને છેવટે શ્રી સાધુઓને નમસ્કાર કર્યો છે. પ્રશ્ન : `સો પંચનનુ∞ારો । ́ એ પદના બદલે કેટલાક `હ્સો પંચનમોવારો ।' એ પદ બોલે છે, તો બેમાં સત્ય શું સમજવું ? ઉત્તર ઃ સંસ્કૃતમાં નારાજ । ́ શબ્દ છે. તેના પ્રાકૃતમાં બે રૂપો થાય છેઃ એક તો `નમોવાર ।' અને બીજું 'નમુવરાજ ।' બેમાંથી એક પણ રૂપ અસત્ય નથી કીત્તુ બંને રૂપી વ્યાકરણના નિયમથી સિદ્ધ છે, તો પણ પાઠભેદ ને થાય એ કારણે તો ધનમુરો ।' એ એક જ પાઠ બોલવો વ્યાજબી લાગે છે. મંત્રાક્ષરોના ઉચ્ચારણમાં વારંવાર પાઠભેદ કરવો, એ ઉચિત નથી. માતુશ્રી પુરબાઇ ધનજી છેડા (કચ્છ પુનડી-સાચન) ૫૭
SR No.008742
Book TitleNavkar Prabhav
Original Sutra AuthorN/A
Author
PublisherJain Prarthana Mandir Trust
Publication Year2008
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy