SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ વાદળાં સૂર્યમંડળને ઢાંકી મૂકે છે, તેમ ચાર ધાતિકર્મરૂપી રજ આત્માના સ્ફટિક જેવા સ્વચ્છ જ્ઞાનાદિ ગુણોને ઢાંકી મૂકે છે, તે ઘાતિકર્મોરૂપી રજને દૂર કરનારા હોવાથી ‘અરહંત' છે.'' ત્રીજા ચડાવાતું' અરહનનો અર્થ એ છે કે“નિરવશેષ જ્ઞાનાવરણીયાદિ કર્મનું પારતંત્ર્ય દૂર થવાથી અને કોઇથી પણ ન હણી શકાય એવું અન્યદ્ભૂત કેવલજ્ઞાન અને કેવલદર્શન પ્રગટ થવાથી લોકાર્લોકના સમસ્ત ભાવોને નિરંતર પ્રત્યક્ષપણે જાણનારા અને જોનારા શ્રી અરહન્ન ભગવંતોને રહસ્ય એટલે કોઇપણ ગુપ્ત વાતનો સર્વથા અભાવ છે અર્થાત્જેઓના ‘જ્ઞાનથી કાંઇ પણ છાનું નથી, તે અરહન્ન છે.’’ હવે ત્રીજા ‘અરૂન' પદનો સંક્ષિપ્ત અર્થ વિચારીએ. તે એ છે કે-‘બીજ બળી જવા પછી જેમ અંકુર ઉત્પન્ન થતો નથી તેમ કર્મરૂપ બીજ સર્વથા દગ્ધ થઇ જવાથી જેઓને હવે ભવરૂપ અંકુર ઉગતો નથી, તેઓ શ્રી ‘અરૂહન્ત' કહેવાય છે.’’ પ્રશ્ન : ઉપર્યુક્ત લક્ષણોથી યુક્ત શ્રી અરિહંત ભગવંતોને નમસ્કાર કરવાનું પ્રધાન પ્રયોજન શું છે ? ઉત્તર ઃ સંસારરૂપ મહાભયંકર ગહન વનમાં ભ્રમણ કરી કરીને સંતપ્ત (દુઃખિત શ્રમિત) થયેલા જીવોને શ્રી અરિહન્ન ભગવંતો પરમ પદનો માર્ગ બતાવે છે, એ કા૨ણે સર્વ જીવોના પરોપકારી હોવાથી શ્રી અરિહન્ત પરમાત્માઓ પ્રથમ પદે નમસ્કાર કરવા યોગ્ય છે. પ્રશ્ન : વ્યાકરણના નિયમાનુસાર નમસ્ ।' શબ્દના યોગમાં ચતુર્થી વિભક્તિ આવવી જોઇએ, છતાં અહીં પછી વિભક્તિનો પ્રયોગ કેમ કરાયો છે ? ઉત્તર : પ્રાકૃતમાં ચતુર્થી વિભક્તિ થતી જ નથી, કિન્તુ ચતુર્થીના સ્થાને ષષ્ઠી વિભક્તિનો જ પ્રયોગ કરવામાં આવે છે, કહ્યું છે કે વયાળ તુંવાળ, વમત્ત મળ, પુતી | નંદ હત્યા તદ્ પાયા, નમોહ્યુ વેવાàિવાળું ।।૧।।’ “પ્રાકૃતમાં દ્વિવચનના સ્થાને બહુવચનની તથા ષષ્ઠી વિભક્તિ સ્થાને ચતુર્થી વિભક્તિનો પ્રયોગ થાય છેઃ જેમ કે 'તે' અને 'પાલી' ના બદલે 'કથા' અને 'ચા' ને પ્રયોગ થાય છે, તથા ચતુર્થીના અર્થમાં `નમોહ્યુ વૈવાહ્લેિ ।' એ રીતિએ ષષ્ઠીનો પ્રયોગ થાય છે. પ્રશ્ન : `નમો અરિહંતાણં । ́ એ પદમાં ષષ્ઠી વિભક્તિના બહુવચનનો પ્રયોગ કરવામાં આવ્યો છે, તેનું પ્રયોજન શું છે ? ઉત્તર ઃ બહુવચનનો પ્રયોગ કરવામાં ત્રણ મુખ્ય કારણો નીચે મુજબ છે. (૧) ‘અરિહંત’ એક નથી કિન્તુ ઘણા (અનંતકાળની અપેક્ષાએ અનંત છે, એ દર્શાવવા માટે (૨) વિષયબહુત્વ દ્વારા નમસ્કાર કરનારને ફ્ઘાતિશય (અતિશયલ)ની પ્રાપ્તિ થાય છે, એ બતાવવા માટે તથા (૩) ગૌરવ બતાવવા માટે પણ બહુવચનનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આજ ત્રણા કારણો પછીના પર્દામાંના પણ બહુવચનના પ્રયોગ માટે સમજી લેવા અને તેવા જ બીજા પણ સંભવિત કારો પોતાની બુદ્ધિથી કલ્પી લેવા જેમ કે-અદ્વૈતવાદનો વ્યવચ્છેદ' વિગેરે, પ્રશ્ન ઃ પ્રથમ પદનું ધ્યાન કેવી રીતે કરવું ? ઉત્તર : પ્રથમ પદે વિરાજમાન શ્રી અરિહંત પરમાત્માઓનું ધ્યાન ચન્દ્રમંડળ સમાન શ્વેત વર્ષે કરવું જોઇએ. પ્રશ્ન : `નમો સિદ્ધાણં’ એ પદમાં શ્રી સિદ્ધોને નમસ્કાર કરવામાં આવ્યો છે તે સિદ્ધોનું સ્વરૂપ શું છે ? ઉત્તર : શ્રી સિદ્ધપદની નિયુક્તિ, વ્યુત્પત્તિ તથા રૂઢિ ઉપરથી નીચેના અર્થો નીકળે છે : . (१) सितं वध्धमष्टप्रकारकं कर्म ध्मात दग्धं यैरते મિનાઃ ।' અર્થાત્ ‘જેઓએ ચિરકાલથી બાંધેલા આહૈય પ્રકારનાં કર્મરૂપી ઇન્ધોના સમૂહને જાજ્વલ્યમાન શુધ્યાન રૂપી અગ્નિથી બાળી નાંખ્યો છે, તેમને સિદ્ધ કહેવાય છે.’’ (૨) `ષિધુ તૌ ।' એ ધાતુથી ‘સિદ્ધ’ શબ્દ બન્યો છે, તેથી એ અર્થ થાય છે કે “અપુનરાવૃત્તિ દ્વારા (ફરી પાછું ન આવવું પડે તે રીતે) જેઓ મોક્ષપુરીમાં ગયા છે, તે સિદ્ધ કહેવાય છે. "" (૩) જેઓ સર્વથા કૃતકૃત્ય બની ગયા છે, અર્થાત્જેઓનું કોઇપણ કાર્ય અપરિપૂર્ણ રહ્યું નથી, તેઓ સિદ્ધ રતનબેન પ્રેમજી પાસુ શેઠિયા પરિવાર (કચ્છ, લાખાપર-સાયન) હસ્તે પ્રેમજીભાઇ પાસુ શેઠિયા પર
SR No.008742
Book TitleNavkar Prabhav
Original Sutra AuthorN/A
Author
PublisherJain Prarthana Mandir Trust
Publication Year2008
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy