SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ આપ મહાપુણ્યશાલી છીએ કે આપણને દુર્લભ એવો મનુષ્ય જન્મ મળ્યો છે. એમાંય વિતરાગ પ્રણિત જૈનધર્મ અને નવકાર જેવો મહામંત્ર આપણને પ્રાપ્ત થયો છે. આપણા માટે આ કંઇ નાની સૂની ઘટના તો નથી જ. પ્રત્યેક જૈનોએ નવકાર મંત્રને હૃદયમાં પ્રસ્થાપિત કરી તેના સતત સ્મરણમાં રહી જીવનને સાર્થક કરવું જોઇએ. નવકાર જાપ અને ધ્યાન અનુષ્ઠાન घीमनलाल साधर છેલ્લા દોઢ દાયકાથી નવકાર મંત્રના પરમ સાધક પૂ. શ્રી જયંતભાઇ ‘રાહી' મુંબઇ અને દેશના અન્ય સ્થળોએ નિ:સ્વાર્થ ભાવે કોઇ પણ જાતની અપેક્ષા વિના નવકાર જાધ કરાવે છે. એટલું જ નહિ કેટલાક સ્થળોએ તો પોતાના સ્વદ્રવ્યથી આ નવકાર જાપ અનુષ્ઠાન કરાવી જૈન શાસનમાં એક નવી કેડી કંડારી રહ્યા છે. તેઓએ કોઇપણ જાતનું સન્માન કે ભેટસોગાદ નહિ સ્વીકારવાના આજીવન પચ્ચક્ખાણ લીધા છે. પૂ. શ્રી જયંતભાઇ ‘રાહી' ની આવી નિઃસ્પૃહતા અને નિર્લેપતાનો જોરદાર પર્ધા પડે છે. અને એટલે જ તેમના જાપમાં હજારો ભાવિકો ઉપસ્થિત રહી નવકારમંત્રની આરાધના-ઉપાસના કરી કૃતાર્થ થાય છે. પૂ. શ્રી જયંતભાઇ 'રાહી' આ નવકાર જાપ વિવિધ મુદ્રાઓથી અદ્ભૂત રીતે કરાવે છે. તેનું સવિશેષ વિવેચન તસ્વીરો સાથે આ લેખમાં અમે આપી રહ્યા છીએ. પૂ. શ્રી જયંતભાઇ ‘રાહી’ના નવકા૨ જાપની V.C.D. બૃહદ્ મુંબઇ પંચ પરમેષ્ઠિ પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવી છે. અને દેશ-પરદેશમાં તેની ઘણી મોટી માગ ઉભી થઇ છે. પૂ. શ્રી જયંતભાઈ ‘રાહી’ ના નવકાર જા૫માં ન આવી શકનાર આરાધકો આ V.C.D.દ્વારા ઘર બેઠાં નવકાર જાપ કરી શકે છે. પૂ. શ્રી જયંતભાઇ ‘રાહી’ ના નવકાર જાપમાં ઉપયોગમાં લેવાતી. વિવિધ મુદ્રાઓથી શા શા લાભો ધાય છે અને આ મુદ્રાઓ વડે કરાવાતા જાપનો આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક અભિગમ શું છે તેની સંપૂર્ણ માહિતી અહીં પ્રસ્તુત છે. મુદ્રાવિજ્ઞાન એ આધ્યાત્મિક સાધનાનું મહત્ત્વનું સોપાન છે. આપણા મહાન જ્યોર્તિધરોના ઉંડા અધ્યયન, અવહગાહન અને સાધનાના પરિણામે આ મુદ્રાવિજ્ઞાનની આપણને અમૂલ્ય ભેટ મળી છે. નવકાર મહામંત્ર એ આપો શ્રેષ્ઠ મહામંત્ર છે. અને આ મહામંત્રના જાપ અહીં દર્શાવેલ મુદ્રાઓના સંયોજનથી કરવામાં આવે તો તેનું સો ટકા પરિણામ આરાધકોને મળે છે. આ મુદ્રાઓ વડે કરાતા નવકાર જાપથી અનેક લોકોની શારીરિક અને માનસિક બિમારીઓ દૂર થઇ છે. એટલું જ નહિ આ મુદ્રાઓ વડે કરાયેલા નવકાર જાપથી આરાધકોના જીવનમાં અકલ્પનીય સુખદ પ્રસંગોનું નિર્માણ થયું છે. તો ઘણા આરાધકોએ અશક્યતાને શક્યતામાં ફેરવી દીધાની અનેક ઘટનાઓ બની રહી છે. આ કલિકાલમાં ન માની શકાય એવી અનેક પ્રેરક અને યાદગાર સત્ય ઘટનાઓ ‘નવકારનો રણકાર' માં આપ સૌ વાંચતાં જ હો. નવકાર જાપના પ્રારંભ પહેલા ત્રણ વાર ૐ...હા....ૐ... નો ઉંડો શ્વાસ લઇ દરેક અક્ષરનો લંબાણ પૂર્વક દિવ્યધ્વનિ કરવો. આપણા ધર્મ શાસ્ત્રોમાં ૐ નું ખૂબ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. આપણો શાસ્ત્રકારોએ કહ્યું. છે કે નવકારમંત્ર સર્વ મંત્રરત્નોની ઉત્પતિનું સ્થાન છે. એટલે કે આપણી આર્યભૂમિમાં આજે જે પ્રભાવશાલી મંત્રો જોવા મળે છે તે બધાર્ય નમસ્કાર મહામંત્રમાંથી ઉદ્ભવેલા છે. ૐકાર અથવા પ્રણવમંત્ર કે જે જિનશાસનમાં અતિ પ્રસિદ્ધ છે અને જેની ઉપાસના સમગ્ર વિશ્વમાં મોટા પ્રમાણમાં થાય છે. આ ૐકારની ઉત્પતિ પણ નવકાર મંત્રમાંથી થયેલી છે એટલે જ કહેવાનું છે કે ષિ, પારીજા, આયરિય, કપાસ મુળનો છે पंचफ्खर निप्पण्णो ओंकारो पंच परमिट्ठी ॥ અર્થાત્ ૐૐકાર મંત્ર પંચ પરમેષ્ઠિ સ્વરૂપ છે. કારણ કે તે અરિહંત, અશરીરી (સિદ્ધ), આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ (સાધુ)ના પ્રથમ અક્ષરથી બનેલો છે. અરિહંતનો પ્રથમ અક્ષર 'જ્ઞ' છે અને અશરીરી માતુશ્રી હાંસબાઇ ગાંગજી વીરા (કચ્છ ડોા) (વિજય સૂઝ-ચેમ્બુર) ૪૨
SR No.008742
Book TitleNavkar Prabhav
Original Sutra AuthorN/A
Author
PublisherJain Prarthana Mandir Trust
Publication Year2008
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy