SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ જીવવામાં જાળું મહા પંડિત શ્રી ધીરજલાલ ટોકરશી શાહ મંત્રાક્ષરોની વારંવાર આવૃત્તિ કરવી એટલે કે રટણ કરવું, તેને જપ કહેવામાં આવે છે. આ રીતે જપ એ સ્મરણનું જ એક વિસ્તૃત કે વિશિષ્ટ સ્વરૂપ છે, પરંતુ તે પોતાની વિશેષતા ધરાવે છે. મંત્રવિદોએ તેનું નિરૂપણ આ પ્રમાણે કર્યું છે : जकारो जन्मविच्छेदः, पकारो पापनाशकः । તસ્માપ્નપ કૃતિ પ્રોત્તો, ખન્મપાપવિનાશ: ।। ‘જકાર જન્મનો વિચ્છેદ કરનાર છે અને પકાર પાપનાશક છે, તેથી જ તેને જન્મ અને પાપનો વિનાશક એવો જપ કહેલો છે.’ જો જપ યથાવિધિ થાય અને યથાપ્રમાણમાં થાય તો સિદ્ધિ માટે કોઇ શંકા રહેતી નથી. મંત્રવિશારદોએ મક્કમતાથી કહ્યું છે કે 'નપાત્ સિદ્ધિર્ણપાત્ સિદ્ધિર્ણપાત્ સિદ્ધિર્ન સંશય:-‘ જપથી સિદ્ધિ થાય છે, જપથી સિદ્ધિ થાય છે, જપથી સિદ્ધિ થાય છે, તેમાં કંઇ સંશય રાખવો નહિ.’ પતંજલિ મુનિએ યોગદર્શનમાં પ્રણવમંત્રની સિદ્ધિ માટે 'તખપત્તવર્ણ માવનમ્′ સૂત્ર વડે તેનો જપ કરવાનું તથા તેની અર્થ ભાવના કરવાનું સ્પષ્ટ વિધાન કરેલું છે. બ્રાહ્મણ-પરંપરા કે જે યજ્ઞયાગમાં અનન્ય શ્રદ્ધા ધરાવે છે, તેણે પણ 'નપયજ્ઞાત્ પો યજ્ઞો, નાવરોડસ્તીક વજ્જન વગેરે શબ્દો વડે જપની પ્રશંસા કરી છે અને તેને એક પ્રકારનો શ્રેષ્ઠ યજ્ઞ માન્યો છે. વળી 'નવશ્રેજો હિનેશ્રેષ્ઠોડવિનયજ્ઞનં તમેત્ ́ એ વચનોથી નિયમિત મંત્રજાપ ક૨ના૨ બ્રાહ્મણને દ્વિજશ્રેષ્ઠ કહ્યો છે તથા તેનું ફલ અખિલ યજ્ઞ જેટલું બતાવ્યું છે. ભગવદ્ ગીતામાં પણ 'યજ્ઞાનાં નપયજ્ઞોઽસ્મ‘ આદિ શબ્દો જપનું મહત્ત્વ દર્શાવનારા છે. જૈન મહર્ષિઓએ પણ જપને ખૂબ મહત્વ આપ્યું છે અને તેને ધાર્મિક ક્રિયાનો એક મહત્ત્વનો ભાગ માન્યો છે. ‘અનુયોગદ્વારચૂર્ણિ’ માં સામાયિક કરનાર શ્રમણોપાસકનાં ચાર પ્રકારનાં ઉપકરણોનો નિર્દેશ કરતાં 'નપનાતિમત્તિ' એ શબ્દો વડે જપમાલિકાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. જ વિના જપમાલિકા સંભવે નહિ, વળી તેનું અ૫૨નામ નવકારવાળી છે. એટલે કે તેનાથી મુખ્યત્વે નવકારમંત્રનો જ જપ કરવાનો છે. આથી જપ એ ધાર્મિક ક્રિયાનો એક મહત્ત્વનો ભાગ છે, એમ માનવું સમુચિત છે. શ્રી હરિભદ્રસૂરિજીએ ‘યોગબિંદુ’માં જપને અધ્યાત્મ તરીકે ઓળખાવ્યો છે અને તેને ધાર્મિક પુરુષોનું એક પ્રધાન લક્ષણ કહ્યું છે. વળી જપ ક્યાં કરવો અને કેમ કરવો ? એ પણ ત્યાં દર્શાવ્યું છે. જો જપ એ મહત્ત્વની વસ્તુ ન હોય તો તેઓ આ પ્રકારનું વિધાન તથા વિવેચન શા માટે કરે ? ‘જપ’ શબ્દ માત્ર બે અક્ષરોનો જ બનેલો છે, પણ તેમાં અચિંત્ય શક્તિ ભરેલી છે. ‘પંચનમુક્કારફલ’માં કહ્યું છે કે— जोग लक्ख, पूएइ विहीए जिणनमुक्कारो । तित्थयरनामगुत्तं, सो बंधइ नत्थि संदेहो । ‘જે એક લાખ નવકારમંત્ર ગણે છે, એટલે કે તેનો જપ કરે છે અને શ્રી જિનેશ્વરદેવને વિધિપૂર્વક પૂજે છે, તે તીર્થંકર નામ ગોત્રને બાંધે છે એમાં કોઇ સંદેહ નથી.’ ‘ઉપદેશતરંગિણી’માં આ વસ્તુની વધારે સ્પષ્ટતા કરવામાં આવી છે જેમકે यो लक्षं जिनबद्धलक्ष्यसुमनाः सुव्यक्तवर्णक्रमं । श्रद्धावान् विजितेन्द्रियो भवहरं मन्त्रं जपेच्छ्रावकः । पुष्पैः श्वेतसुगन्धिभिश्च विधिना लक्षप्रमाणैर्जिनं । यः संपूजयते जिनः स विश्वमहितः श्रीतीर्थराजो भवेत् । ‘શ્રદ્ધાવાન અને ઇન્દ્રિયોને સારી રીતે જિતનારો એવો જે શ્રાવક શ્રી જિનેશ્વરદેવમાં લક્ષ્ય બાંધવા પૂર્વક સારા મનવાળો થઇને સ્પષ્ટાક્ષરે એક લાખ નવકારમંત્ર જપે છે શ્રીમતી મીઠાંબેત ગોપાલજી દેવશી તંદુ (કચ્છ મુન્દ્રા / ચેમ્બુર) ૩૮
SR No.008742
Book TitleNavkar Prabhav
Original Sutra AuthorN/A
Author
PublisherJain Prarthana Mandir Trust
Publication Year2008
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy