SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ આખો બંધ કરીને સામે કાળા રંગનું પાટીયું ધારવું, પછી હાથમાં ચાકનો કકડો લઇ તેના ઉપર નમો એમ ધારણાથી લખવું. તે લખેલ દેખાય એવો પ્રયત્ન કરવો. ન દેખાય તો ફરી-ફરીને પ્રયત્ન ચાલુ રાખવો. તે પછી `સરિતા' લખવું. ફરી-ફરીના પ્રયત્નથી તે પણ દેખાશે. આ રીતે નર્વ પદ માટે પ્રયત્ન કરવો. દરરોજ પંદર મિનિટ આ રીતે અક્ષરો જોવા માટે પ્રયત્ન કરવો. પહેલી રીત પ્રમાણેનો જાપ ચાલુ રાખવો. આંખો બંધ કરીને સફેદ હીરાનો ઢગલો ધારવો પછી ધારણાથી તેમાંથી હીરા લઇ ન બનાવવો. એ રીતે બધા અક્ષરો ધારણાથી બનાવવા આથી બધા અક્ષરો હીરા જેવા ચળકતા દેખાશે. આમાં પણ પહેલી રીતનો જાપ ચાલુ રાખવો. અક્ષરો દરેકના સ્પષ્ટ દેખાવા શરૂ થયા પછી બીજી આગળની રીતો વધુ અનુકૂળ પડે છે. અક્ષર ન દેખાય તો પણ આગળની રીતો જાપ માટે ઉપયોગી છે પરંતુ અક્ષરો દેખાવવાનું શરૂ થયા પછી આરાધનામાં ઝડપી વિકાસ થાય છે. • સોપાન ચોથું : શ્રી તીર્થંકર દેવની પ્રતિમા પણ આંખો બંધ કરીને જોઇ શકાય તે માટે પણ પ્રયત્ન કરવો અને આ પ્રક્રિયા શીખવા માટે. શ્રી શંખેશ્વર જેવા તીર્થ સ્થળમાં જઇ અમ અથવા ત્રણ આયંબીલ કરી પ્રતિમાજી બંધ આંખે નજર સમક્ષ આવી શકે એ માટે પ્રયત્ન કરવો. બંધ આંખે પ્રતિમાજી દેખાયા પછી પરમાત્માના પૂજાના અંગો પર નીચે પ્રમાણેના ક્રમથી નવકારના પદો જોવા પ્રયત્ન કરવો. થોડા સમયમાં ચક્રમકતા ટીક જેવા અક્ષરો દેખાવા લાગશે. પરમાત્માના અનુગ્રહ પ્રભાવે આરાધનામાં સ્થિરતા આવશે, અદ્ભૂત શાંતિ અનુભવાશે. શ્રી નવકારની આરાધના સમયે નીચે દર્શાવેલા ક્રમથી પ્રભુ-પૂજા કરવામાં આવે તો ત્રા નવકાર પૂર્ણ થાય અને બે વાર પ્રભુ-પૂજા પણ થાય. (૧) જમણા પગના અંગુઠે (૨) ડાબા પગના અંગુઠે (૩) જમણા ઢીંચણે णमो अरिहंताणं णमो सिद्धाणं णमो आयरियाणं (૪) (૫) (૬) (૭) (૮) (૯) ડાબા ઢીંચકો જમણા કાંડે (હાથે) ડાબા કાંડે (હાથે) જમણા ખભે ડાબા ખભે શિખા ઉપ૨ (૧૦) લલાટ ઉપર (૧૧) કંઠ ઉપર (૧૨) વક્ષસ્થલ (છાતી) ઉપર (૧૩) નાભિ ઉપર (૧૪) અંજલિમાં (૧૫) જમણા પગના અંગુઠ (૧૬) ડાબા પગના અંગુઠ (૧૭) જમણા ઢીંચણે (૮) ડાબા ઢીંચકો (૧૯) જમણા કાંડે (હાથે) (૨૦) ડાબા કાંઠે (હાર્થ) (૨૧) જમણા ખભે (૨૨) ડાબા ખભે (૨૩) શિખા ઉપર (૨૪) લલાટ ઉપર (૨૫) કંઠ ઉપર (૨૬) વક્ષસ્થલ (છાતી) ઉપર (૨૭) નાભિ ઉપર णमो उवज्झायाणं णमो लोए सव्वसाहूणं एसो पंचनमुक्कारी માતુશ્રી ચંદુબેત હીરાલાલ દલાલ (કચ્છ અંજાર- ચેમ્બુર) શ્રી પ્રવીણભાઇ અને શ્રી ચંદ્રકાંતભાઇ હીરાલાલ દલાલ પરિવાર सव्वपावप्पणासणो मंगलाणं च सव्वेसिं पढमं हवइ मंगलं णमो अरिहंताणं णमो सिद्धाणं णमो आयरियाणं णमो उवज्झायाणं णमो लोए सव्वसाहू एसी पंचनमुक्कारो सव्वपावप्पणासणी मंगलाणं च सव्वेसिं पढमं हवइ मंगलं णमो अरिहंताणं णमो सिद्धाणं णमो आयरियाणं णमो उवज्झायाणं णमो लोए सव्व साहूणं एसो पंचनमुक्कारो सव्वपावप्पणासणो मंगलाणं च सव्वेसिं पढमं हवइ मंगलं • સોપાન પાંચમું : • શ્રી નવકારના પાને અષ્ટદલ કમળમાં ગોઠવી કમળબંધ જાપ કરવો. પ્રથમ પદ કર્ણિકામાં-મધ્યભાગમાં બીજા આઠ પદી પાંખડીમાં યથાસ્થાને ગોઠવી એક નવકાર ગણવો. ૨૯
SR No.008742
Book TitleNavkar Prabhav
Original Sutra AuthorN/A
Author
PublisherJain Prarthana Mandir Trust
Publication Year2008
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy