SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ નવકારના પ્રત્યેક અક્ષર અને પદ ઉપર મન કેન્દ્રિત કરીએ કાંઇ આપણા કાબૂમાં નથી કે એને અટકાવી શકીએ જ. ચલાવવાથી પેલી અસમાધિ ભુલાઇને સમાધિને સ્થાન મળે છે. પરંતુ સમાધિ આપણા કાબૂમાં છે, એને રાખવી કે ગુમાવવી (૪) ત્યારે નવકારમાં પરમેષ્ઠિને નમસ્કાર જે કરાય છે એ આપણા માનસિક પુરુષાર્થ ઉપર અવલંબે છે. આપણે તે ભારે વિનયકર્મ છે, તેનાથી તેવા દુષ્ટ કર્મોનું નિયમન,અસમાધિ શા સારુ કરીએ ? ભગવાન જિનેશ્વર દેવોએ અપનયન, દૂરીકરણ થાય છે. તે થઇ જવાના લીધે સમાધિ સુલભ બને છે. તત્ત્વવ્યવસ્થા એવી સુંદર આપી છે, અનંત કાળનું એવું મજેનું ભાન કરાવ્યું છે, ચૌદ રાજલોકના ભાવો એવા યથાર્થ બતાવ્યા છે, કે એનો વિચાર રાખીએ તો સમાધિ જાળવવી સહેલી બને છે. ‘ભાવિ ભાવ પ્રબળ છે' એમ વિચારીએ તોય સમાધિ બની રહે છે. (૫) નવકારમાં અરિહંતાદિ પંચ પરમેષ્ટિ ભગવંતોનું પ્રણિધાન થાય છે. એક અરિહંત માત્રમાં એકવાર પણ લાગેલું ચિત્ત પ્રબળ કર્મક્ષય કરી ભવ્ય સ્ફુર્તિ આપે છે, તો પછી પાંચે ય પરમેષ્ઠિમાં પરોવાતા ચિત્તના ફળનું પૂછવું જ શું ? એનાથી સુંદર સમાધિ મળે જ. (૬) નવકારમંત્રમાં પંચ પરમેષ્ઠિના ગુણો યાદ કરવાથી એ ગુણોની મમતા જાગે છે, ને એ ગુણોમાં ક્ષમા, સમતા, મહાવિરાગ, આત્મરમણતા વગેરે છે, એમ એની યાદ આપણને સમાધિનું પ્રોત્સાહન આપે એ સ્વાભાવિક છે. (૭) પરમેષ્ઠિને નમસ્કાર એ પરમેષ્ઠિના ગુશોની અનુોદના, એની અભિલાષા અને પ્રાર્થનાની મહાન સાધના આપે છે, એ પણ સમાધિને પ્રેરનાર બને છે, ઇત્યાદિ. આ બધું સૂચવે છે કે નવકારમાં સમાધિ ભરી પડી છે. માત્ર એને પ્રાપ્ત કરતાં આવડવું જોઇએ, પામવાની ગરજ જોઇએ, એનો પ્રબળ પુછ્યાર્થ જોઇએ. કર્મના ઉદય આપણા કાબૂમાં નથી પછા સમાધિ આપણા હાથમાં છે. જીવનમાં સમાધિની મોટી કિંમત છે... તેવા પ્રસંગ ઉપસ્થિત થાય, પણ હૃદયમાં અસમાધિ અર્થાત્ હર્ષ કે ઉદ્વેગના આંદોલનો ન ઉછળે અને સમાધિ, સ્વસ્થતા, સ્થિતપ્રજ્ઞતા જળવાઇ રહે એ કરવાની જરૂર છે. સારા ભાવિનું નિર્માણ એના ઉપર થાય છે. વર્તમાન કર્મ ઉદય આપણા હાથમાં નથી, કાબૂમાં નથી, કેમકે એ બંધાઇ ચૂકેલાં પૂર્વકર્મને આધિન છે. પરંતુ ભાવિ કેવું સર્જવું, શુભ કે અશુભ એનો આધાર વર્તમાનમાં આપણે સમાધિ રાખીએ કે અસમાધિ, એના ઉપર છે, સમાધિ આપણા હાથમાં છે. વર્તમાનમાં અશાતા આવે, અપમાન આવે, ગરીબી આવે, સમાધિમાં તો સુખ પણ અનન્ય છે. અસમાધિવાળાને લાખો કરોડોથી જે સુખ નથી, તે સમાધિવાળા ગરીબને પણ છે. પુણિયા શ્રાવક પાસે ક્યું ધન હતું ? કઇ શ્રીમંતાઇ હતી ? કશી નહિ, છતાં સમાધિ સુંદર હતી. તે રાજા શ્રેણિક કરતાં વધુ સુખી હતો, સ્વસ્થ હતો ! સમાધિ છે એટલે તો હવે-વિષાદની સતામણી નથી. જે કાંઇ બીજાની દૃષ્ટિએ ઓછું પણ મળ્યું છે તેય ધણું લાગે છે. આપત્તિ આવતાં, કર્મના નિર્ધારિત ઉદય સમજી કોઇ વિષદ તૈયારી કરવાની નથી. તાત્પર્ય, સમાધિમાં મનમાં મન મસ્ત રહે છે, ત્યારે, અસમાધિમાં બેવડી માર છે, એક તો કર્મનાં દુઃખ ઉપરાંત શોક-ઉદ્વેગનું દુઃખ વધી જાય છે, અને બીજું એની આકુલવ્યાકુલતામાં તથા એનાથી ઝટ છૂટવાની લાલસામાં કઇ જૂઠ, અનીતિ, માયા, પ્રપંચ, રોષ, રીફ, વગેરે દુર્ગુણોદુષ્કૃત્યો દાખલ થઇ જાય છે. એથી ભાવિ દુઃખ નક્કી થાય છે. આમ બેવડો માર પડે છે. હર્ષની અસમાધિમાં પણ મદમત્સર, અકડાઇ અનેડાઇ, સ્વાથ્યધના સમારંભ, વગેરેની બાકી રહેતી નથી. વિચાર કરી જુઓ કે માનવ માનવ મટી દાનવ કેમ બને છે ? સદ્ગુણો કમાવાની તક વેડફી નાખી દુર્ગુણો કેમ અપનાવે છે ? એટલા જ માટે કે અસમાધિ અને વિડંબી રહી છે. નવકારમંત્રથી અપૂર્વ સમાધિ મળે છે. સમાધિ જીવનનો સાર છે, પ્રત્યક્ષ લાભ છે, સદ્ગતિની દૂતી છે, ને વીતરાગતાની નિસરણી છે, માટે નવકાર સ્મરણ દ્વારા એ ખૂમ કમાઇ લેવી જોઇએ. જ નિશાબેત મહેન્દ્રકુમાર ફોફલીયા (કચ્છ ભૂજપુર-ચેમ્બુર) હસ્તે શ્રી મહેન્દ્રકુમાર મૂલચંદ ફોલીયા : ૨૬
SR No.008742
Book TitleNavkar Prabhav
Original Sutra AuthorN/A
Author
PublisherJain Prarthana Mandir Trust
Publication Year2008
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy