SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ થઇ જશે તેમ જણાવી શ્રી નમિનાથ જિનાલય-પાયધુની મધ્યે નવકાર જાપમાં નિયમિત આવવા કહ્યું. નવકાર જાપથી તારું ચોક્કસ શ્રેય થશે તેમ સમજાવ્યું, ઘણી સમજાવટને અંતે તે દીકરીએ નવકાર જાપમાં આવવા કબૂલ્યું. તે દીકરી પોતાના માતા-પિતા સાથે નવકાર જાપમાં આવી. જાપમાં બધા મગ્ન બન્યા. પૂ. જયંતભાઇએ તેણીને કહ્યું કે ઓછામાં ઓછા હજુ બે જાપમાં તારે આવવાનું જ છે. નવકાર પર પૂરી શ્રદ્ધા રાખજે. નવકાર મંત્રના પ્રતાપે તારી બધી જ મુશ્કેલી દૂર થશે. આ બાજુ એવી ઘટના બની કે આ દીકરીના સાસરીયા પક્ષના એક સંબંધીએ ચેમ્બુર તીર્થમાં પૂ. જયંતભાઇ ‘રાહી' ના જાપના સૌજન્યદાતા તરીકે લાભ લીધો હતો. તેમના એ જાપમાં આ દીકરીના સાસુ-સસરા વગેરે આવ્યા. અને જાપમાં સૌ મગ્ન બન્યા. એ દિવસે ‘શાહી' સાહેબે સાસુ-વહુના સંબંધની સરસ વાત કરી. જયંતભાઇની એ વાત એ દીકરીના સાસુને એકદમ સ્પર્શી ગઇ. સાસુને પોતાની ભૂલ સમજાઇ, અને તેઓ તુરત જ તેના પુત્રને લઇને પુત્રવધૂને પોતાના ઘરે પાછી લઇ જવા આવી પહોંચ્યા. તે દીકરીના માતા-પિના સાથે નિખાલસપૂર્ણ તેમી વાર્તા કરી. દીકરીની ધર્મકરણી પર કોઇ બંધી હવે રહેશે નહિ તેમ ખાત્રીપૂર્વક કહ્યું અને અગાઉ એમનાથી જે કંઇ ખોટું વર્તન થયું તેની સાચા દિલથી તેમણે ક્ષમા માંગી. આમ પરસ્પર મિચ્છામિ દુક્કડમુ થયો. સુખદ સમાધાન થયું. માતા-પિતાએ પ્રેમપૂર્વક દીકરીને પાછી સાસરે વળાવી ત્યારે દીકરીએ પણ નવકાર મંત્રને સદાય હૃદયસ્થ રાખવાની પ્રતિજ્ઞા કરી પતિના ઘરે જવા નીકળી આમ જુદા પડેલ પતિ-પત્ની પુનઃ ભેગા થયા અને તેમના જીવનની નાવ સુખરૂપ આગળ ચાલવા લાગી. આજે પણ આ પરિવારના સભ્યો શ્રી જયંતભાઇ ‘રાહી’ ના જાપમાં શ્રી નમિનાથ જિનાલય મધ્યે દર મહિને અચૂક હાજરી આપે છે. જો કે આ દીકરીના સાસુનો ગત વર્ષે જ સ્વર્ગવાસ થયો છે. પણ તેમણે તો પોતાની વહુને એ પછી એક દીકરીની જેવી પ્રેમ આપ્યો. વહુને જરા પણ દુઃખ ન થાય, વહુની ધર્મકરણી બરાબર થઇ શકે તે માટે તેઓએ જીવનના અંત સુધી કાળજી લીધી. આજે પણ સાસુના આ હૃદય પરિવર્તનનું કારણ ન શોધી શકનાર આ દીકરી સાસુની યાદ આવતા જાણે સગી માં ખોઇ હોય તેમ તેણીની આંખમાંથી સતત શ્રાવણ ભાદરવો વરસવા માંડે છે. નવકાર મંત્રના પ્રભાવે એક તૂટતુ કુટુંબ બચી ગયું. તે આ સત્ય ઘટના પરથી જાણી શકાય છે. -ભૂપતભાઈ ચંપકલાલ શાહ (માનગઢ-ડોંબીવલી) અને આખરે મા અને પુત્ર-પૌત્રનો મેળાપ થયો...! લગભગ સાત વર્ષ પહેલાની એક હ્રદયસ્પર્શી વાત છે. ચેમ્બુર તીર્થમાં છેલ્લા બાર વર્ષથી દર બેસતા મહિને પૂ. શ્રી જયંતભાઈ 'શહી'ના નવકાર જા૫ની અસ્ખલિત સરવણી વહી રહી છે. આ જાપમાં સેંકડો આરાધકો ભાગ લે છે. આ જાપમાં એક સુખી-શ્રીમંત પરિવારના માતુશ્રી સાયનથી નિયમિત જાપમાં આવે. શ્રી જયંતભાઇના જાપ તેઓ કદી ચૂકે નહિ. નવકાર મંત્ર પર તેમને જબરી શ્રદ્ધા. આ ‘મા’ ના જીવનમાં એક આઘાતજનક ઘટના બનેલી, વાત એમ હતી કે આ 'મા'ના પતિ ખૂબ જ ક્રોધી હતા. નાની અમથી બાબતમાં તેઓ ઉગ્ર સ્વરૂપ પકડી હંમેશા ઝગડો કરતાં. કોઇ કારણસર તેમના એકના એક દીકરાને અને પુત્રવધુને માટે તેમણે ઘરના બારણા બંધ કરી દીધા. પુત્ર-પુત્રવધુને બીજા સ્થાને જગ્યા લઇ આપી. પરંતુ સાયનના ધરે આવવાની મનાઇ ફરમાવી દીધી. ફોનથી પણ સંપર્ક નહિ રાખવાની તાકીદ કરી. ઘર ખર્ચ માટેની ૨કમ પિતાની ઓફિસેથી લઇ જવાનું નક્કી કર્યું. તે દીકરાએ પરત્યાગ કર્યો ત્યારે તેની પત્ની બજાવતી હતી એટલે કે તેને દિવો રહ્યા હતા. સમય જતાં તે દીકરાને ત્યાં પ્રથમ પુત્રનો જન્મ થયો. આ તરફ દીકરાના ગૃહત્યાગથી માતાએ ખૂબ વલોપાત કર્યો. પણ પતિના કડક સ્વભાવ આગળ તેનું કંઇ ચાલ્યું નહિ. માને દીકરાનો સંપર્ક રાખવો હતો પરંતુ પતિના ડરના કારણે તે શક્ય ન બન્યું. તેવામાં માને સમાચાર મળ્યો કે પોતાના દીકરાને ત્યાં પુત્ર જન્મ થયો છે. માને પૌત્રને જોવાની અને પુત્ર પુત્રવધુને મળવાની અદમ્ય ઝંખના થઇ પણ તે સાકાર થવી ઘણી મુશ્કેલ હતી. માનો પુત્ર તરફ શ્રી પંચ પરમેષ્ઠિ મહિલા મંડળ (ઘાટકોપર-પૂર્વ) હસ્તે : રંજનબેન દોશી | રમાબેન શાહ | રેણુકાબેન શાહ ૨૨૭
SR No.008742
Book TitleNavkar Prabhav
Original Sutra AuthorN/A
Author
PublisherJain Prarthana Mandir Trust
Publication Year2008
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy