SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ હોય, અને પહોંચવું જ પડે. છૂટકો નહીં. ખભે સામાન, હાથમાં લાકડી અને પગે બુટ, બસ ! સૌ નીકળ્યા. સાંજ પડવા આવી અને સૌએ ઝડપ વધારી. તેમાં કોઇ કોઇ માટે “ખૂબ'' રાહ ન જુએ. દરેકે પોતાની ફરજ સમજી બરાબર બધા સાથે ચાલવાનું હોય. મારા પપ્પા ધીરે ધીરે પોતાની મસ્તીમાં ચાલતા હતા. અચાનક તેને ખ્યાલ આવ્યો કે પોતે તો બધાથી પાછળ રહી ગયાં છે, બધાથી છૂટ્ટા, અંધારું થઇ ગયું હતું. જંગલની વાટ હતી. ટ્રેકીંગ, હાઇકીંગ તો અઘરી જ હોય ને ? જંગલ અથવા બરફ અથવા ડુંગરાળ પ્રદેશમાં સીધાં કે ઊભા કે નીચા, બસ તકલીફ જ તકલીફ !! કે આનંદ જ આનંદ !! અંધારું વધતું જતું હતું. સામાનમાં જોયું ‘ટોર્ચ' ને હતી. તે કદાચ બીજા કોઇના સામાનમાં રહી ગઇ હતી. દેખાવાનું બંધ, અમાસની રાત હશે અને તેમાંય જંગલની વાટ કોઇ દેખાય નહીં. કાંઇ દેખાય નહીં. આવા સમયે ભગવાન યાદ ન આવે તેમ બને જ નહીં. અને જ્યારે ભગવાન યાદ આવે અને તે હાજર ન થાય તેમ પણ બને જ નહીં ! પપ્પાએ નવકાર મંત્ર ચાલુ કર્યા. જોકે તેમને સ્મરણની તો ટેવ છે જ. પણ ત્યારે બરાબર ચાલુ કર્યા હતા. તેમ તેમણે કહ્યું હતું. મને બરાબર યાદ છે. અને તે પોતાના કેમ્પ પર પહોંચી ગયાં. ન વાત આટલી સરળ અને સહેલી ન સમજો. કેમ્પ પર તો પહોંચ્યા જ પણ કઇ રીતે ? હા ! તે જ મહત્વનું છે. જ્યારે તે નવકાર બોલીને પોતે આગળ વધતા પોતાની લાકડી આગળ મૂકતા કે લાકડીના નીચેના ભાગમાંથી આગળ જોઇ શકે તેટલો પ્રકાશ પડતો અને આગળનું પગલું ભરી શકતા. નવકાર બોલતા જાય અને લાકડી મૂકતા જાય, આગળનું દેખાતું જાય તેમ કરતાં કરતાં તેઓ કેમ્પ પર પહોંચી ગયા. જો કે અચંબો એ વાતનો છે કે તેમને આ વાતનું ભાન કેમ્પ પર પહોંચ્યા પછી થયું. તેમની આગળ પહોંચેલા મિત્રો પોતાના મિત્ર હિંમતભાઇની ચિંતા સાથે રાહ જોતા હતા. તેમને આવકાર્યા, મોડા પડવા બદલ ઠપકાર્યા અને પૂછ્યું કે તમે આમાં આવી કઇ રીતે શક્યા ? ત્યારે પપ્પાને ભાન થયું કે પ્રકાશ તો મળતો જ હતો અને તેને લઇને જ હું પહોંચ્યો છું નહીં તો અશક્ય હતું. તે લાકડી હજી અમારી પાસે છે. અને તે નવકારને પણ અમે હજી સાથે જ રાખ્યો છે. પણ ઉપયોગ છૂટથી કરીએ છીએ. અસ્તુ ! ✰✰✰ ૧૯૯૫માં મારાં બા ચોમાસામાં ઉત્તર ગુજરાતમાં ઇડર તીર્થે ગયેલાં. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં સત્સંગ, ભક્તિ, એકાંત માટે બે મહિના માટે ગયેલાં. એક તો આશ્રમ અને તે પણ પહાડોની વચ્ચે, પહાડો ઉપર. બહેનોના રૂમમાં ત્રણેક બહેનોએ રાત્રે સુવાની તૈયારી સાથે ઝંપલાવ્યું ! એકાએક કંઇક અવાજ રૂમમાંથી આવ્યો. પહેલાં તો તેના પર કોઇનું ધ્યાન ન ગયું, પાછો તેવી જ કોઇક વિચિત્ર અવાજ આવ્યો. અને બધાનું ધ્યાન તે તરફ ગયું. બા ઉઠ્યાં. લાઇટ કરી, આજુબાજુ જોયું, પણ કંઇ ન દેખાયું. બીજા બે બહેનો પણ પથારીમાંથી ઉઠ્યાં. પલંગ પરથી નીચે ઉતર્યા બાએ નીચે વળી જોયું. પાછો અવાજ આવ્યો. અવાજ તરફ નજર કરી બરાબર જોયું. એક કાળો ડિબાંગ નાગ ! (તે નાગણી હતી) તેણે દેડકાંને પકડેલો દેડકાંનો કણસવાનો તે અવાજ, દેડકો મોઢામાંથી અડધો બહાર. આ લોકોના અવાજથી નાગે દેડકાને મોઢામાંથી છોડો અને ફેણ ચઢાવી બા સામે ટગર ટગર !! આ બધું ક્ષણોમાં બન્યું. બન્ને બહેનો પલંગ પર ચઢી ગયાં. બા પણ થોડાં ડર્યા પણ બચપણ ગામડામાં વિતેલું તેથી સાપ-વિંછી વગેરેથી એટલાં બધાં ન ડરે !! તેમણે બન્ને બહેનોને શાંત રહેવા કહ્યું, તરત જ બહાર બૂમ મારી ત્યાંના માણસોને બોલાવ્યા. એક માણસ લાકડી લઇને આવ્યો. લાકડી ઠપકારી, અવાજ કર્યો પણ નાગ ટસનો મસ ન થયો. અને ફુંફાડાનો અવાજ કર્યો કર્યો. હવે આવા સમયે એક જ માર્ગ છે. બાએ કહ્યું ભાઇ ! રહેવા દે. તેમણે જોરથી નવકાર સ્પષ્ટપણે બોલવાનું ચાલુ કર્યું. અડધા નવકારે પહોંચ્યા ત્યાંજ નાગ ઢીલો ઢફ થઇને સડસડાટ દરવાજા વાટે બહાર નીકળી ગયો. બધાનો ડ૨ પણ ! સૌએ દેડકાને ઉપાડીને મોંઘીબેન લીલાધર પ્રેમજી સાવલા (કચ્છ મોશાળા) ૨૧૫
SR No.008742
Book TitleNavkar Prabhav
Original Sutra AuthorN/A
Author
PublisherJain Prarthana Mandir Trust
Publication Year2008
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy