SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ અસંખ્યવાર ગોલા નવકારને પણ ભૂલી ગયા... કર્મરાજાનું કામ છે...વિચિત્ર એની ગતિ અને વિચિત્ર એની રીતિ...માસતુષ મુનિની યાદ આવી જાય તેવી સ્થિતિ નરોત્તમભાઇની થઇ ગઇ...ડૉક્ટરોની ટ્રીટમેન્ટ સફલ બની...વૈદ્યોનો ઉપચાર અસરહીન બન્યો...બીજા પણ પ્રયોગોએ જ્યારે પીઠ જ બતાવી એટલે વીરેન્દ્રભાઇ પાલિતાણા પહોંચ્યા...પોતાના પિતાશ્રીને પણ સાથે જ લીધા...પૂજ્ય ગુરુદેવશ્રી પાસે આસન જમાવ્યું અને પૂજ્ય પિતાશ્રીની નાદુરસ્ત અવસ્થાનું બયાન રજુ કર્યું | પૂજ્ય ગુરુદેવશ્રીએ વિગત જાણી...સમય આપ્યો અને પોતાના જાપ કક્ષમાં આવવા જણાવ્યું ! સમય થતાં નરોત્તમભાઇ પૂજ્યશ્રીના જાપકક્ષમાં પહોંચ્યા...પૂજ્ય ગુરુદેવશ્રીએ શ્રી નમસ્કાર મહામંત્રની વિશિષ્ટ વિધિ કરાવી પ્રભાવક મુદ્રા-પૂર્વક શ્રી નમસ્કાર-મહામંત્રનો અભિમન્દ્રિત વાસક્ષેપ કર્યો...! ઘરે જઇ સવિધિ સ્નાત્રપૂજા ભણાવજો. એના હવાજળને લઇ...અમુક રીતે શ્રી નવકાર મહામંત્રના જાપ પૂર્વક શ્રી ભક્તામર સ્તોત્રની અમુક ગાથાનો અમુકવાર જાપ કરો...ચિત્તા ન કરો સહુ સારું થશે... પૂજ્ય ગુરુદેવશ્રીની આજ્ઞા લઇ પાછા પાટણ આવ્યા...જણાવ્યા મુજબની વિધિ પુરસ્કર સ્નાત્રપૂજા ભણાવી...પરમાત્માનું હવાજળ લીધું, અને શ્રી નવકારમહામંત્ર તથા શ્રી ભક્તામરનો સવિધિ પાઠ કર્યો...વાર શી ? એક જ વખત પ્રયોગ કર્યો...અને ચમત્કાર...પૂર્વવત્ બધું જ સ્મરણમાં રહેવા લાગ્યું...પહેલાંની વાતો ય તાજી થવા લાગી...અને...નરોત્તમભાઇ એ પછીની જીંદગી વિશેષ ધર્મમય વીતાવવા લાગ્યા... આ ઘટના બતાવે છે કે નવનિધાન જેવા શ્રી નવકાર મહામંત્રને આજે જ જો શ્રદ્ધા અને વિધિપૂર્વક આરાધવામાં આવે તો તત્કાળ પરિણામ બતાવી આપે છે, પરંતુ મા ને મૂકી માસીના ખોળામાં જ રમવાની આદત પડી હોય ત્યાં શું થાય ? પાણીનું પુર કે નવકારનું નુ ઉત્તર ગુજરાતના ઊંઝા ગામની એ દિવસે તો દશા જ બેસી ગઇ...૨૦૧૩ની એ સાલ... ઉત્તર ગુજરાતની ધરતી ઉપર જુલ્મ ગુજારવા માટે જાો સૂરજ મામાની ફોજ અને મેઘરાજની જમાત સ્પર્ધામાં ઉતર્યા હતાં પહેલો વારો હતો સૂરજમામાનો. ચૈત્ર, વૈશાખ અને જેઠ મહિનાના આકાશમાંથી સૂરજમામાના કિરણોની ફોજે જે નીષ્ઠાતા સાથે આક્રમણ શરૂ કર્યું....મજા ત્રાહિ મામ્ ત્રાહિ મામ્ પોકારી ઉઠી...તળાવો સુકાવા લાગ્યા ને નદીઓ છીછરી બની...બિચારા કૂવાઓએ તો ક્યારના ય રિસામણાં લઇ લીધા હતાં...પીવાના પાણી તો ઉના ઉના પણ પરસેવાની ઠારતી હવા પણ ઉની ઉની... ત્યાં આકાશમાં વાદળી ડોકાઇ ને પ્રજાને હાશકારો થો...એ વાદળીને ય આવકારવા હેયુ ઉછળી રહ્યું પ્રજાનું પણ બિચારી પ્રજાને ક્યાં ખબર હતી કે તારો વાદળીને મળતો આવકાર...કાલે હાયકારો બનવાનો છે...વાદળીની સવારીએ મેઘરાજાએ આકાશમાં પોતાનું સૈન્ય બરાબર ગોઠવી દીધું ને ઉની ઉની ધરતી પર શરૂમાં છંટકાવ કર્યો પણ જાણે લાય જેવી લોઢી પર છમ છમ કરતાં છાંટણા પડવા...પહેલા રાઉન્ડના છાંટણા તો વરાળ બની હતી ગયા...શી ખબર વરસાદ પડ્યો હતો કે નહિ ? ભાંળી બિચારી પ્રજાએ અધીરાઇ ધરીને ફરી રાજને વિનવ્યા ! જાણે પ્રજાની અધીરાઇથી રોષે ભરાયા હોય એમ મેઘરાજાએ દેવા માંડી...દિવસેય દે ને રાતે ય દીધ રાખી...કઠણ ધરતી પોચી પડી ગઇ...તળાવો છલકાઈ ગયા ને નદીઓ ગાંડીતુર બની જાશે રાસ ગરબા લેવા લાગી...પણ એ ગરબાના ભરડામાં ગામના ગામ ભીંસાવા લાગ્યા...ઉત્તર ગુજરાતની ધરતી પર તો જાણે મેઘરાજાએ કાળો કેર વરતાવ્યો...જેટલા જોરથી સૂરજમામાં તપ્યાં એથી બમણા જોરથી મેઘરાજા જુલમનો જુગાર ખેલવા લાગ્યા...એનું નિશાન બન્યું ઊંઝાની ધરતી...એ ધરતી પર પાણી ઉભરાવા લાગ્યાં અને એય એવી તીવ્રતાથી કે માતુ શ્રી લક્ષ્મીબેત પ્રેમચંદ ચોપરા (ઘાટકોપર) ૧૮૭
SR No.008742
Book TitleNavkar Prabhav
Original Sutra AuthorN/A
Author
PublisherJain Prarthana Mandir Trust
Publication Year2008
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy