SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ઝાબુઆ (મધ્યપ્રદેશ)ના નિવાસી સુશ્રાવક જૈન વકીલ પન્નાલાલજી રાઠોડના જીવનમાં બનેલી આ સત્ય ઘટના છે. તેઓ ઇ.સં. ૧૯૭૨માં જબલપુરથી ટ્રેન દ્વારા અલામ થઇને ક્યાંક જવા માટે નીકળેલા. તે દરમ્યાન રતલામથી એક મુસ્લિમ ફકીર પોતાના સાથીઓ સાથે ગાડીમાં ચડ્યો. તેઓ પરસ્પર કંઇક ધર્મચર્ચા કરી રહ્યા હતા. સુશ્રાવક પન્નાલાલભાઈએ પણ તેમની વાતો સાંભળી. કે થોડી વાર પછી તે ફકીરે એક નાની સરખી ચોપડી કાઢી. એ ચોપડીમાં શ્રી નમસ્કાર મહામંત્ર તેમ જ શ્રી પંચિંદિય સૂત્ર હતાં. આ જોઇ પન્નાલાલભાઇએ તેઓને પૂછ્યું કે, આ ચોપડી તો જૈનધર્મની છે, તે તમારી પાસે કેવી રીતે આવી? ફકીરે કહ્યું કે હપ્તા આપળે વળ્યા ગમ હૈ ? ઠ્ઠી સે ચોરી જઃ નદી તાવા છે ! પન્નાલાલભાઇએ હિંદીમાં કહ્યું કે મારું કહેવું એવું નથી. તમે વેશ, ભાષા, વાતચીત વગેરેથી મુસ્લિમ હો તેમ જણાય છે, અને આ પુસ્તક તો જૈન ધર્મનું છે. હું પોતે જૈન છું અને વર્ષોથી જૈન ધર્મના આ મંત્રનો ઉપાસક છું. તેથી મને જિજ્ઞાસા થઇ કે તમને અમારા આ નવકારમંત્રમાં શ્રદ્ધા છે ? ફકીરે કહ્યું કે, આપળો વેચના હૈ સા ચમાર ? તો મતાતા હૈં। પશાલાલભાઇને ચમત્કાર જોવાનો રસ જાગ્યો પછી બામણિયા સ્ટેશન પર ટ્રેન ઊભી રહેતા ફકીર વગેરે નીચે ઉતર્યા. ફકીરના કહેવાથી પન્નાલાલ પણ નીચે ઉતર્યા. ત્યાં ફકીર રૂમાલ પાથરીને તેના પર બેઠો. ટાઇમ થતાં ડ્રાઇવરે ગાડી ચલાવવાની ખૂબ કોશિશ કરી. પરંતુ અત્યંત જિદ્દી માણસની જેમ ગાડી તેની જગ્યાએથી બિલકુલ હાલી કે ચાલી નહીં. ડ્રાઇવરે બધી તપાસ કરી. પણ તેને ગાડીમાં કોઇ ખામી ન પકડાઇ. અડધો કલાક વીતવા આવ્યો. તેને અવારનવાર સામે એક માનવની મૂર્તિ દેખાતી હતી. આખરે તે પેલા માણસને શોધવા નીકળ્યો, અને ડ્રાઇવર જ્યાં પન્નાલાલભાઈ ઉભા હતા ત્યાં આવ્યો. ફકીરને જોતાં જ બધી વાત સમજી ગયો. તે ફકીરના પગે પડ્યો. અને ગાડી ઉપડવા દો એમ આજીજી કરી. એટલે ફકીર ઊભા થઇ ગયા અને રૂમાલ ઝાટકીને ગાડીમાં જઇને બેઠા. પછી ડ્રાઇવરથી તુરત જ ગાડી ચાલુ થઇ. પછી ફકીરે પન્નાલાલભાઇને પૂછ્યું : 'વૈયા નવાર મહામંત્રા ચમત્કાર ?’ ́ પન્નાલાલભાઇએ કહ્યું, ``વેવા સૌર યજ્ઞ મી માલૂમ મા વિ નવારવા પેસા પ્રમાવ । માત્ર રૂાવી ચાવી મત્તાનો વિષય તઇ જો આપને યદ વર્ગ વિયા ?'' પરંતુ ફકીરે પોતાનું નામ પણ બતાવ્યું નહીં. -પૂ. પંન્યાસ શ્રી ભદ્રેશ્વરવિજયજી મ.સા. કલિકાલમાં નવકાર મંત્ર જ તારાહાર...! રાજકોટ નિવાસી એક સુખી ધાર્મિક જૈન પરિવાર લગ્ન પ્રસંગે મુંબઇ ગયેલ. મુંબઇથી રાજકોટ તરફ જીપમાં બેસીને પાછા ફરી રહ્યા હતા. જીપમાં ત્રણ બહેનો અને એક ભાઈ હતા. વાપી પાસે જંગલમાં અચાનક જીપ બગડતાં બહેનો નીચે ઉતર્યા અને લઘુશંકા ટાળવા થોડે દૂર ગયા. ત્યાં તો અચાનક શસ્ત્રધારી લૂટારુઓ ત્યાં આવી પહોંચ્યા અને બંદુકની અણીએ કીંમતી આભૂષણોની બેગ આંચકી લીધી. પરંતુ આટલેથી જ તેમને સંતોષ ન થયો. બહેનોનું રૂપ જોઇને તેમની આંખોમાં વિકાર રૂપી ચોર પેઠો. એટલે તેમણે પેલા ભાઇને જીપમાંથી નીચે ઉતરી જવા કહ્યું. પેલા એકી સાથે પેલા ભાઇને જોરશોરથી નવકાર ગણવાની પ્રેરણા ભાઇ કિંકર્તવ્યમૂઢ બની ગયા હતા. ત્યાં તો ત્રણે શ્રાવિકાઓએ કરી અને એ ભાઇ તથા ત્રણે બહેનો મોટે અવાજે તાલબદ્ધ રીતે નવકાર ગાવા લાગ્યા. આપત્તિના લીધે સહજપણે નાભિના ઊંડાણમાંથી નીકળતા મહામંત્રના ધ્વનિની કોઇ અકલ્પનીય રીતે અસર પેલા લૂંટારુઓ ઉપર થઇ અને તેઓ ભયભીત બનીને આભૂષણોની બેગ પણ ત્યાં જ મૂકીને મુઠ્ઠીઓ વાળીને નાશી છૂટ્યા...અને સહુ મહાન આપત્તિમાંથી મહામંત્રના પ્રભાવે આબાદ રીતે ઊગરી ગયા તેથી સદાને માટે નવકારના અનન્ય ઉપાસક બની ગયા... મુંબઇના એક હાર્ટ સ્પેશ્યાલીસ્ટ ડૉકટરના સગા ભાઇએ લંડનમાં હૃદયનું ઓપરેશન કરાવ્યું. પરંતુ ઓપરેશન ફેઇલ ગયું. ડૉક્ટરોએ તેમને 'ક્લીનીક્લીડેડ' મૃત્યુ પામેલા (સ્વ.) ગોરબાઇ સુંદરજી દેરાજ ગડા (સાભરાઇ-ઘાટકોપર) હસ્તે : મીતા ટોકરશી ગડા ૧૬૭
SR No.008742
Book TitleNavkar Prabhav
Original Sutra AuthorN/A
Author
PublisherJain Prarthana Mandir Trust
Publication Year2008
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy