SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનના યૌવન-કાળમાં પ્રવેશતા દર્દીને જોઇને સૌ કોઇ મહામંત્રની અગમ્ય-શક્તિને ભક્તિથી પ્રણામ કરી રહ્યા. દવાદારુને દેશવટો આપીને આસ્થાના આધારે-આધારે મહામંત્રના જાપમાં કલાકોના કલાકો સુધી ખોવાઇ જતા રતનચંદને જે મસ્તીનો અનુભવ થતો, એ એમનેય અવર્ણનીય કોટિનો જણાતો. નમો અરિહંતાણં અને સર્વત્ર સુધી ભરંતુ લોકા નો એ જાપ થોડા વધુ દિવસ ચાલ્યો અને રતનચંદના દેહમાં, કેન્સ૨ની કોઇ અસર સમ ખાવા પૂરતીય ન રહી. પછી તો ફુટ ઉપરાંત અનાજ પણ કેન્સર ગ્રસ્ત એ ગળામાંથી નીચે ઉતરવા માંડ્યું, જે ૨૪ ફેબ્રુઆરીને ડૉક્ટરોએ જીવનની છેલ્લી તારીખ બતાવી હતી, એ તારીખથી બરાબર બે મહિના બાદ રતનચંદ જ્યારે ડૉ, ભરુચા પાસે પહોંચ્યા, ત્યારે એકવાર તો ડૉક્ટરને લાગ્યું કે, આ શું ! રતનચંદનું પ્રેતાવિષ્ટ શરીર તો મારી સામે હાજર નથી થયું ને ? એમણે એકાએક દરદીને કહ્યું મારા માટે આ પહેલો જ અનુભવ છે કે, આ રીતે કોઇ દર્દી છે. સ્મશાનને પાટે જઇને અને યમરાજને હાથ તાળી આપીને છટકી ગયી હોય ! તમને કઇ દવા લાગુ પડી ગઇ? નામ તો જણાવો, જેથી કેન્સર અંગે થઇ રહેલા સંશોધનો સફળ બની શકે ? જ શ્વાસ લેનાર ડૉક્ટરને માટે તો આ બધી વાતો નવી જ નહિ, નવાઇભરી પણ લાગતી હતી. અગોચર-અપ્રત્યક્ષને શ્રદ્ધાની નજરે ન જોવાની પોતાની તાસીરને આ સત્ય ઘટનાએ ચમચમતો એક તમાચો લગાવી દીધો હતો. આસ્થાની વાત ભલે પરોક્ષ હતી. પણ એનું શુભ પરિણામ તો પ્રત્યક્ષ જ હતું, એથી એનો ઇન્કાર કરોય શક્ય નહોતો. રતનચંદને ડૉક્ટરે તપાસ્યા ત્યારે એમના નખમાંય રોગનું કોઇ ચિન્હ નજરે ન ચડ્યું. પોતાની થિયરી સામે પડકાર બનેલી આ સત્યઘટના પર તેઓ દિવસો સુધી બુદ્ધિનો સહારો લઇને મનને મંથન કરી રહ્યા, પણ એનું રહસ્ય મેળવવામાં એ અસફળ જ રહ્યા ! કારણ કે જ્યાં શ્રદ્ધા આસ્થાનો આશરો લેવો અનિવાર્ય હતો, ત્યાં ડૉક્ટરોએ તર્ક-બુદ્ધિની સહાયતા સ્વીકારી હતી ! જો હું રોગમુક્ત થયો હોઉં, તો એ પ્રભાવ અમારા નવકારમંત્રનો અને મેં કરેલી આસ્થાપૂર્વકની એની આરાધનાનો છે. -પૂ.આ. શ્રી પૂર્ણચંદ્રસૂરીશ્વરજી મ.સા. જાડો રાખે સાંઇ, માર સર્યુ ન કોઇ... આ વિશ્વમાં નવકાર મંત્રનો ભારે મહિમા છે. આ જગતમાં નાની મોટી, ચર સ્થિર, સ્થૂલ સૂક્ષ્મ, જીવંત-જડ કોઇ એવી નથી કે જેના પર નવકાર મંત્રનો પ્રભાવ ન પડતો હોય. શુદ્ધ ભાવે નવકાર મંત્રનું સ્મરણ કરનારના વિપત્તિના વાદળ વિખરાય જાય છે, ન ધારેલી શુભ ઘટનાઓ બનવા લાગે છે અને અનેક પ્રકારની અનુકૂળતાઓ સામેથી આવીને મળે છે. આજે અહીં નવકાર મંત્રના શણથી શું ચમત્કાર સર્જાય શકે છે તેની એક વિલ સત્ય ઘટના પ્રસ્તુત કરતાં આનંદ થાય છે. રતનચંદે કહ્યું અગમ્ય શક્તિનો આ પરચો છે. રોગને મારી હઠાવવા જ્યારે ઔષધિઓથી ભર્યો હિમાલય હતાશ હૈયે હાર સ્વીકારે છે, ત્યારે મહામંત્ર પરની આસ્થા આવીને વિજયનું મેદાન મારી જાય છે. ઔષધમાં પણ શક્તિપાત કરવાની મહાશક્તિ જે કોઇની પાસે હોય, તો એ આસ્થા પાસે છે. આવી આસ્થાની આરાધનાએ જ મને જીવન-મરણના જંગમાં જંગી વિજય અપાવ્યો છે. અઢાર લાખથી વધુ સંપત્તિ અને વર્ષોના વર્ષો જેટલો સમય પણ મારા કેન્સરને નાબૂદ ક૨વાની વાત તો દૂર રહી, પરંતુ આગળ વધતું અટકાવી પણ ન શક્યો, ત્યાં પાઇ પણ ખરચ્યા વિના એક રાતમાં જવૈદ્ય અને ડોકટરોએ તો હાય જ ઉંચા કરી દીધેલા ! હવે આ કચ્છના આધોઇ ગામનો સત્ત૨ વર્ષનો એક યુવાન. નામ એનું ગુણશીભાઇ. કર્મ સંજોગો એવા કે આ યુવાનનું શરીર અનેક રોગોથી ઘેરાયેલું અને જર્જરિત થઇ ગયેલું. યુવાન જાજું જીવશે નહિ એવું પ્રમાણપત્ર પણ આપી દીધેલું ! શ્રી ગુાશીભાઇને એ વાતનો ખ્યાલ આવી જ ગયેલો કે હવે હું વધારે દિવસ ટકી શકીશ નહિ. જો હવે ચંદ દિવસનું દવા અને દવાખાનની દુનિયાને લગતી આબોહવામાં જ આયુષ્ય હોય તો પછી મારે એવી સરસ આરાધના કરી કવિતા વિપુલ રમેશ મહેતા (ગામ ઃ ગાલા | મોરબી-ઘાટકોપર) હસ્તે : શ્રી રમેશ નેમચંદ મહેતા ૧૬૪
SR No.008742
Book TitleNavkar Prabhav
Original Sutra AuthorN/A
Author
PublisherJain Prarthana Mandir Trust
Publication Year2008
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy