SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ‘પ્રકૃષ્ટ ભાવથી પરમેષ્ઠિઓને કરેલો એક પણ નમસ્કાર, પવન જેમ જલને શોષવી નાખે, તેમ સકલ ક્લેશજાલને છેદી નાખે છે.' અહીં કલેશજાલથી આત્માને કલેશ ઉપજાવે તેવાં સર્વ પ્રકારનાં કર્યા, તેવી સર્વ પ્રકારની ચિંતાઓ તથા તેનો કારણભૂત એવો કર્યસમૂહ સમજવાનો છે. અન્ય મંત્રોમાં કોઇને કોઇ દેવ તેનો અધિષ્ઠાયક હોય છે અને તે વશ થાય કે પ્રસન્ન થાય, તો જ એ મંત્ર સિદ્ધ થયો ગણાય છે. તાત્પર્ય કે ત્યાર પછી જ તે પોતાનું ફળ આપે છે, પરંતુ એ દેવોને વશ કરવાનું કે પ્રસન્ન કરવાનું કામ સહેલું હોતું નથી. અનેક પ્રકારના અટપટા ઉપાય કામે લગાડ્યા પછી કે કઠિન અનુષ્ઠાનો કર્યા પછી જ તેમાં સફ્ળતા મળે છે. તેમાં ભયસ્થાનો પણ ઘણાં રહેલાં છે. કંઇ ફેર થયો કે આડું પડયું તો સાધક પોતાનો પ્રાણ ગુમાવે છે અથવા અન્ય કષ્ટ ભોગવે છે. અથવા ચિત્તભ્રમ આદિનો ભોગ બનીને ખૂવાર થાય છે, પરંતુ નમસ્કારમંત્રનો કોઇ એક અધિષ્ઠાયક દેવ નથી. વધારે સ્પષ્ટ કહીએ તો તેનો અધિષ્ઠાયક દેવ થઇ શકે એમ નથી. સમ્યકત્વધારી અનેક દેવો તેના સેવક થઇને રહેલા છે અને તે અનન્ય ભાવે આરાધના કરનારના સર્વ મનોરથો પૂરા કરે છે. આને નમસ્કારમંત્રની ચોથી વિશેષતા સમજવી જોઇએ. લોકોત્તર વસ્તુઓનું આકર્ષણ કરવું, એ નમસ્કાર મંત્રની પાંચમી વિશેષતા છે. તે અંગે કહ્યું છે કે– ॥ आकृष्टिं सुरससम्पदां विदधति मुक्तिश्रियो वश्यतामुच्चाटं विपदां चर्तुगति भुवां विद्वेषमात्मैनसाम् । स्तम्भं दुर्गमनं प्रति प्रयततो मोहस्स संमोहनं, પાયાનું પાનમચિાડામાં ખાઇડીયના સેવતા / ‘તે પંચપરમેષ્ઠિ નમક્રિયારૂપ અક્ષરમયી આરાધના દેવતા તમારું રક્ષણ કરો કે જે સુખસંપદાઓનું આકર્ષા કરે છે. મુક્તિરૂપી લક્ષ્મીને વશ કરે છે, ચાર ગતિમાં થનારી વિપત્તિઓનું ઉચ્ચાટન કરે છે, આત્માના પાપો પ્રત્યે વિદ્વેષણ કરે છે, દુર્ગતિ પ્રત્યે ગમન કરવાને પ્રયત્ન કરતા જીવોનું સ્તંભન કરે છે, એટલે કે તેમને અટકાવે છે અને જે મોહનું પણ સંમોહન કરે છે, એટલે કે તેને મુંઝવે છે.’ અન્ય મંત્રો ઉચ્ચારણમાં કિલર કે કઠિન હોય છે. તેમજ અત્યંત ગૂઢાર્થવાળા હોય છે, ત્યારે નમસ્કારમંત્ર ઉચ્ચારણમાં સરળ છે અને તેના અર્થ પણ અતિ સ્પષ્ટ છે, તેથી બાળકથી માંડીને વૃદ્ધ પર્યંત સહુ કોઇ તેને સરળતાથી બોલી શકે છે તથા તેનો અર્થ સમજી શકે છે. આ તેની છઠ્ઠી વિશેષતા છે. નમસ્કારમંત્રની સાતમી વિશેષતા એ છે કે પ્રણવ (ૐૐકાર), મૈં કાર, અર્હ વગેરે શક્તિશાળી બીજો તેમા છૂપાયેલાં છે. અને એથી જ એક પ્રાચીન ગાથામાં કહેવાનું છે કે पणवहरियारिहा इअ मंतह बीआणि सप्पहावाणि । सव्वेसिं तेसिं मूलो, इक्को नवकारवरमंतो ॥ અર્થાત્ નમસ્કાર એ અતિ ઉચ્ચ કોટિનો મંત્ર હોવાથી જ તેને 'વરમંત્ર', 'પરમમંત્ર' અને મહામંત્ર કહેવામાં આવ્યો છે. ઉપરોક્ત ગાથા જ તેના પ્રમાણરૂપ છે. નમસ્કારમંત્ર સર્વ મંત્રોનું ઉત્પત્તિસ્થાન છે, એ જ એની સાતમી વિશેષતા છે. ‘રાવજાનાપુત્સત્યાચ' એ શબ્દ વડે આ વસ્તુ સૂચિત કરવામાં આવી છે. અન્ય મંત્રોમાં નમોઃ કે નમઃ પદ આગળ કે પાછળ એક અથવા બે વાર આવેલું હોય છે, પણ નમસ્કારમંત્રમાં નો પદ પાંચ વાર આવેલું છે, એ તેની આઠમી વિશેષતા છે. આ નમઃ પદ ધર્મશાસ્ત્ર, મંત્રશાસ્ત્ર તથા તંત્રશાસ્ત્રની દૃષ્ટિએ ઘણું મહત્વનું છે. ધર્મશાસ્ત્રની દૃષ્ટિએ એ વિનયનું પ્રતીક છે, મંત્રશાસ્ત્રની દૃષ્ટિએ એ શોધનીજ છે, એટલે શરીર, મન અને આત્માની શુદ્ધિ કરનારું છે તથા તંત્રદૃષ્ટિએ એ શાંતિક-પોષ્ટિક ક્રિયાનો સંકેત કરનારું છે, એટલે તેનાથી સર્વ ઉપદ્રયોની શાંતિ હોય છે અને ધન-ધાન્યાદિની વૃદ્ધિ થાય છે. નમસ્કારમંત્રની નવમી વિશેષતા એ છે કે તેનું ઉચ્ચારણ કરતાં અડસઠ તીર્થની યાત્રા થઇ જાય છે. તેનો એક અક્ષર એક તીર્થ બરાબર છે, એ રીતે અડસઠ અક્ષરો અડસઠ તીર્થ બરાબર ખરા કે નહિ ? નમસ્કારમંત્રની આ વિશેષતાઓ પર સાધકે અવશ્ય મનન કરવું જોઇએ. શ્રી ઉમેદચંદ્ર મૂલચંદ ફોલીયા (કચ્છ ભૂજપુર-ચેમ્બુર) હસ્તે સુપુત્રી દક્ષાબેન / હીનાબેન / આશાબેન I ૧૬
SR No.008742
Book TitleNavkar Prabhav
Original Sutra AuthorN/A
Author
PublisherJain Prarthana Mandir Trust
Publication Year2008
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy