SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ર્તવ્યો મંગલનાપ :-માંર્ગાલક જાપ કરવો પૂ. આચાર્યદેવ શ્રી હેમરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબ અનંત ઉપકારી, અનંત કલ્યાણના કરનારા, ભગવાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા યોગપૂર્વસેવાના ૨૭ ગુોમાં આઠમો ગુણ ‘માંગલિક જાપ' નામનો ફરમાવે છે. અધ્યાત્મના આભ ઉંચા શિખરોને સર કરવા કાજે ધરતી પર ખડા ખડા સાધક જ્યારે પોતાના કદમ મંજીલ તરફ બઢાવી રહ્યા હોય છે ત્યારે તેના અંતરમાં નિત નવા અધ્યાત્મના કુવારા ઉછાળા મારતા હોય છે. સાધકનો હજુ પુરો ઉંધાડ થયો નથી. ભાગ્યનો સૂર્યોદય થવાને હજી થોડી વાર છે, છતાં જીવનનો અરુણોદય તો ચોક્કસ થઇ ચૂક્યો છે. વહેલી પરોઢનું જેને મોંજોયણું કહેવાય તે થઇ ચૂક્યું છે, એટલે સાધકને કંઇકને કંઇક નવી સાધના કરવાની ઇચ્છા થયા કરતી હોય છે. આમ થવામાં સહુથી મોટું કારણ તેના સહજમલનો જે હ્રાસ થયો છે, તે છે. કર્મના ઘણા બધા મળે આત્મામાંથી ઉલેચાઇ જવાના કારણે અંધારીયાના બદલે ઉર્જિયાલાની સ્થિતિ જીવ પામી ચૂક્યો છે. કર્મનો વિગમ જ તેને અવનવા સંજોગો ઉભા કરી આપે છે, સદ્ગુરુઓના સંપર્ક પણ કરી આપે છે. કરતો હોય છે. જૈન દર્શનની માન્યતા પ્રમાણે ઓંકારમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ આ પાંચે પાંચ પરમેષ્ઠિઓની સ્થાપના છે. આખો નવકારમંત્ર ૐકારમાં સમાયેલો છે. ત્રણે કાળના અનંતાનંત પરમેષ્ટિ ભગવાનોનું ૐકારમાં અધિષ્ઠાન રહેલું છે. તેવી જ રીતે ફ઼ી કારમાં ૨૪ તીર્થંકર ભગવાનનું અધિષ્ઠાન રહેલું છે. ૐૐકાર અને ડ્રી કાર તેવી જ રીતે હી કાર બન્ને મંગલમય છે. પ્રાયઃ દરેક મંત્રોની આગળ બીજમંત્ર તરીકે કાર અને ડ્રી કારને જોડવામાં આવે છે. સ્વતંત્ર રીતે પણ બન્ને બીજાક્ષરોના મંત્રાક્ષરોના જાપ ધ્યાન પણ કરાય છે. આર્યદેશમાં આ બન્ને મંત્રાક્ષરો તો લોકોના અસ્થિમજ્જામાં જોડાયેલા છે. જૈન હો કે અજૈન હો સહુ કોઇ કારનો જાપ કરતા હોય છે. જ્યાં પણ કંઇ શુભારંભ કરવો હોય, વાસ્તુ મુહૂર્ત કરવું હોય, નવા ચોપડાનું આલેખન કરવું હોય, મૂર્તિ પ્રતિષ્ઠા કરવી હોય તો સર્વત્ર પ્રથમ ૐકારનું સ્થાપન કરવામાં આવે છે. સ્વસ્તિકનું આલેખન ક૨વામાં આવે છે. કર્મો હળવા થવાથી જે ગુરુવર્યોનો સમાગમ થાય તેમની પાસેથી વિવિધ મંત્રાક્ષરોના જાપ પણ સંપ્રાપ્ત થતા હોય છે. નિસ્પ્રંથ જૈન મુનિઓનો જો સંપર્ક પામે તો તેને મંત્રાધિરાજ શ્રી નવકારનો જાપ પ્રાપ્ત થાય છે. તેવો સંયોગ ન મળે અને અન્યદર્શની ગુરુવર્યોનો સંપર્ક થાય તો તેમની પાસેથી પોતપોતાના આમ્નાય પ્રમાણેના મંત્રાક્ષરો તેને પ્રાપ્ત થાય. પ્રાપ્ત કરેલા મંત્રોનો સાધક નિરંતર જાપ કરતો હોય છે. આ જાપ દ્વારા પણ તેના કર્મનો મેલ ધોવાય છે. આત્માકાર અંકિત કરાય છે. ૐકારની સ્થાપના કરવાથી નવજાત શિશુની જબાન પર સુવર્ણની સળીથી અષ્ટગંધથી ૐૐકાર લખવાના વિધાનો ગ્રંથોમાં મળે છે. કોઇક કોઈક પ્રદેશમાં એવી પ્રવૃત્તિ આજે પણ જોવા મળે છે. ભારતીય સંન્યાસીઓ સામસામા મળે ત્યારે પણ એકબીજાને 'હરિૐ' બોલવાનો રિવાજ આજે પણ વ્યાપક છે. સંન્યાસી સાધુઓ જ્યારે ભિક્ષાર્થે નીકળતા હોય ત્યારે “મકારો કરતા. આજે પણ નવા વાહનો ૫૨, મકાનો પર, ચોપડાઓ પર, નકરાત્મક ઉર્જા દૂર થાય છે અને દેવી ઉર્જા પ્રગટ થાય છે. ઉજળો બને છે. જીવનમાં આવનારા વિઘ્નો ટળે છે. આધિ વ્યાધિ-ઉપાધિ દૂર થાય છે અને જીવનમાં ચારેકોરથી મંગલ સર્જાય છે. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ મહારાજે આઠમા અધ્યાયના બારમા તેરમા શ્લોકમાં અર્જુનને સંબોધીને કહ્યું છે કે, હે અર્જુન ! બધી ઇન્દ્રિયોના દ્વાર બંધ કરીને, મનને હ્રદયમાં સ્થિર કરીને, મન દ્વારા પ્રાણને મસ્તકમાં સ્થાપિત કરીને જે પુરુષ અક્ષરબ્રહ્મ સ્વરૂપ માત્ર ૐકારનું ધ્યાન ધરે આર્યદેશમાં સર્વધર્મોમાં જેને માન્યતા સંપ્રાપ્ત થઈ છે, તેવા કાર અને ડ્રી કાર જેવા મંત્રાક્ષરોના જાપને મંગલ જાપ કહેવાય છે. સાધક ૐકાર અને હી કારના જાપ અહર્નિશ માતુશ્રી ઉંમરબેત માવજી હંસરાજ ગાલા (નાના આસંબીયા-મુંબઇ સેન્ટ્રલ) ૧૪૪
SR No.008742
Book TitleNavkar Prabhav
Original Sutra AuthorN/A
Author
PublisherJain Prarthana Mandir Trust
Publication Year2008
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy