SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ તેને શાસ્ત્રમાં પંચમંગલ મહાગ્રુતસ્કંધના નામે પણ જણાવાય છે. નમસ્કાર મહામંત્ર કે પંચપરમેષ્ઠિમંત્ર તે તેનાજ નામ છે. નમોથી પ્રારંભ થતી ધર્મયાત્રા મોક્ષરૂપી મંગલ સુધી પહોંચે છે. તેમ નવકાર પ્રથમ શબ્દ 'નો' અને અંતિમ શબ્દ ‘મંગલ’ દ્વારા સૂચિત થાય છે. ૭. નવકારની વિવિધતા : તેના જેવો સંસારમાં શ્રેષ્ઠ મંત્ર એક પણ નથી. મહામંત્રના બે મહાન કાર્યો છે. સંસાર સુખ અને અંતે સંસારનો જ નાશ. પાપોનો નાશ અને મંગલનો વિકાસ તે તેની મહાન શક્તિ છે. તેમાં દર્શનજ્ઞાન-ચારિત્ર રૂપી રત્નત્રયી અને સુદૈવ-સુગુરુ-સુધર્મ રૂપી તત્ત્વત્રી રહેલી છે. Desires, Defects and Difficultiesો નાશ તેનો પ્રભાવ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવના પ્રતિબંધ વગર નવકારની આરાધના કરી શકાય છે. તેમાં દ્રવ્યાનુયોગ વગેરે ચારેય યોગો છે. ચાર ધાીકર્મ અને ચાર ગતિને છેદવાની શક્તિ છે. તેમાં મૈત્રી વગેરે ચારે આરાધનાઓ રહેલી છે. અનેક પ્રકારે નવકાર મંત્ર અનુપ્રેક્ષનીય છે. ૮. અર્થ અનંત અપાર ઃ નાનો, સાવ નાનો ગણાતો શ્રી નવકાર અર્થોથી વિરાટ સમુદ્ર જેવો છે. તેની પૂરી પ્રરૂપણા તો સ્વયં તીર્થંકરો અને કેવળીઓ પણ સ્વયં જાણવા છતાંય મુખેથી નથી કરી શકતા. અનંતા આત્માઓ ફક્ત શ્રી નવકારની આરાધના કરી મોછે ગયા અને ભાવિમાં જવાના છે. અનંતા અશુભ કર્મ વર્ગણાઓનાં ક્ષયોપશમ પછી મોહનીય કર્મ પણ અંતઃ કોટાકોટિ સ્થિતિમાં આવી જાય ત્યારે એક જીવને નવકાર મહામંત્રના ‘ન'ની પ્રાપ્તિ થાય છે. દ્રવ્ય આરાધનાથી પ્રભાવિક પરહિતનાં કાર્યો થાય છે. જ્યારે ભાવ આરાધનાથી સ્વાભાવિક દશા પ્રગટતાં આત્મદર્શન-આત્માનુભૂતિ અને આત્માનંદ પ્રગટ થાય છે. અનંત કાલચક્રોમાં થયેલ અનંત ભવાની પરંપરા સદાય માટે સમાપ્ત કરી મોક્ષ સુખ આપવાની લાક્ષણિક શક્તિ શ્રી નવકા૨માં છે. ૯. વિશ્વમંત્રથી વિશ્વકલ્યાણ : મહામંત્ર નવકારમાં વ્યક્તિપૂજા નથી પણ ગુણપૂજા છે. વિશ્વના તમામ જીવોને ઉપકારી છે, શુભકારી અને અભ્યુદયકારી હોવાથી તે વિશ્વની, દેશની, રાષ્ટ્રની, રાજકીય, સામાજિક, કૌટુંબિક, વ્યક્તિગત કે વિચિત્ર વિડંબનાઓ વચ્ચે પણ સુખદ સમાધાન આપી શકે છે. આપત્તિ વખતે શ્રી નવકા૨નું શરણું સંપત્તિ સ્વરૂપ બની શકે છે. તેમાં દુષ્કૃત ગહિં, સુકૃત અનુમોદના તથા ચારેય શરણ સમાહિત હોવાથી સુખશાંતિ-સમાધિ-સમૃદ્ધિ અને સિદ્ધિનું પણ કારણ છે. શ્રી નવકારની આરાધના સૂક્ષ્માતિસૂક્ષ્મ શક્તિઓ વિકસાવે છે. પાંચેય મહાભૂતો, નવય ગ્રહો અને ચૌદ રાજલોકની વિરાટ દુનિયામાં તેનો પ્રભાવ ખ્યાત અને પ્રખ્યાત છે. ક્રોડ-ક્રોડ નમસ્કાર શ્રી નવકાર મહામંત્રને ! નવકાર અને જૈન સિદ્ધાંત પંચ પરમેષ્ઠિ સ્વરૂપ નવકાર મંત્ર જેમાં અનેક ગુપ્ત રહસ્યો સમાયેલા છે. અષ્ટસિદ્ધિ અને નવ નિધિનો ભંડાર અને મોક્ષ સુખને આપનાર છે. શ્રદ્ધા-શુદ્ધતા સાથે યથાવિધિ સ્મરણ-ધ્યાન કરવાથી મનવાંછીત ફ્લ પ્રાપ્ત થાય છે. નવકાર મંત્રના મહિમાનું વર્ણન જૈનાગમમાં અનેક ઠેકાણે વર્ણવેલ છે, અને અલગ અલગ વિધિ વિધાન બતાવેલા છે. આગે ચોવીશી હુઇ અનંતી, હોશે વાર અનંત; નવકાર તણો કોઇ આદિ ન જાણે, એમ ભાખે અરિહંત. નવકારથી મોક્ષ ભાવપૂર્વક આરાધાતો નવકાર મહામંત્ર અનાદિના સંસ્કારને સહેલાઇથી બદલી શકે છે. માટે જ શ્રી નવકાર એ લોકોત્તર મહામંત્ર છે. અંત સમયે પરલોક પ્રયાણ કરતાં જીવને નવકારમંત્ર એ પરમ પાથેય (ભાતા) તુલ્ય છે. અસમાધિ અને અશાન્તિને દૂર કરવા માટે નવકારમંત્ર એ પરમ ઉપાય છે. પવૃક્ષ, કવેલ, કામનુંમ, કામધેનું, કિન્તામણિ, પારસમણિ વગેરે અનેક ઉપમાઓ પણ નવકાર મંત્રને પૂરક થઇ શકે નહી કારણ કે આ બધી ઉપમાઓ સંસારનું કારણ છે જ્યારે નવકાર મંત્ર મોક્ષનું કારણ છે. તર્ક, યુક્ત કે બુદ્ધિથી નવકારને સમજનાર કદી પણ એના ભાવને પામી શકતો નથી, એને સમજવા માટે જોઇએ શ્રદ્ધાપૂર્વકનો સમર્પણ ભાવ. નયન મનિષ નલિનકાંત રતનશી ખોતા (કચ્છ નલિયા, કેશવજી નાયક રોડ, મુંબઇ-૪૦૦ ૦૦૯.) ૧૪૦
SR No.008742
Book TitleNavkar Prabhav
Original Sutra AuthorN/A
Author
PublisherJain Prarthana Mandir Trust
Publication Year2008
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy