SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મનું હાર્દ : શ્રી નવકાર મહામંત્ર ડૉ. કુમારપાળ દેસાઇ જિજ્ઞાસા એ જ્ઞાનની જનની છે. સત્યના શોધક અને અધ્યાત્મ જિજ્ઞાસુ સતત જિજ્ઞાસા અને ખોજવૃત્તિથી સત્ય પ્રાપ્તિ કરતા હોય છે. જૈન ધર્મમાં પાંચ મહાવ્રતમાં અહિંસા પછી તરત જ સત્યને સ્થાન અપાયું છે, એ બાબત દર્શાવે છે કે આ ધર્મમાં જડતા, વહેમ, અસત્ય, રૂઢિગ્રસ્તતા કે ગતાનુગતિકતાને ક્યાંય સ્થાન નથી. એક સવાલ એ છે કે નમસ્કાર મંત્રમાં આપણે કોને નમસ્કાર કરીએ છીએ ? હકીકતમાં શ્રી નમસ્કાર મહામંત્ર જૈન ધર્મના હાર્દને હૂબહૂ પ્રગટ કરે છે. જૈન ધર્મ એ ભાવનાનો ધર્મ છે, આધ્યાત્મિક ઊર્ધીકરણનો ધર્મ છે. આવું ઊર્વીકરણ સધાય ત્યારે વ્યક્તિના નામ-ઠામ કે ગામ કશાય મહત્ત્વના રહેતાં નથી. માત્ર એની આધ્યાત્મિક પ્રાપ્તિ જ મહત્ત્વની બને છે. આથી નમસ્કાર મહામંત્રમાં પદને નમસ્કાર છે, ગુણને નમસ્કાર છે, કોઇ વ્યક્તિવિશેષને નમસ્કાર નથી. વિશ્વના અન્ય ધર્મોના મહામંત્રોને જોઇએ ત્યારે ખ્યાલ આવે કે તેમાં તો અમુક વ્યક્તિ વિશેષને નમસ્કાર કરવામાં આવે છે. તેમનું શરણ સ્વીકારવામાં આવે છે. જ્યારે નમસ્કાર મંત્રની મહત્તા જ એ છે કે એ વ્યક્તિવિશેષને બદલે ગુડ્ડાને નમસ્કાર કરે છે, પરિણામે આ મંત્ર એ સાંકડા સાંપ્રદાયિક સીમાડાઓને વટાવી જાય છે. માનવી-માનવી વચ્ચેની ભેદરેખાઓને ભૂંસી નાંખે છે અને વમાત્ર માટેનો મંત્ર બની રહે છે. કોઇપણ જાતિ કે કોઇપણ દેશની વ્યક્તિ જે આ ગુણની આરાધના કરવા ચાહતી હોય તેનો આ મહામંત્ર છે. એમાં કોઇ ચોક્કસ કાળમાં વસેલું મર્યાદિત સત્ય નથી. પરંતુ જીવમાત્ર માટેનું કાલાતીત સનાતન સત્ય રહેલું છે. પરિણામે નમસ્કાર મહામંત્ર એ સાંપ્રદાયિક મંત્ર નથી, બલ્કે સ્વરૂપ મંત્ર છે. જીવમાત્રના સત્ય સ્વરૂપને એમાં દર્શાવવામાં આવ્યું છે. પ્રત્યેક જીવ એના અંતરમાં તો જાણે અજાણ્યે નમસ્કાર મહામંત્રની ભાવના જ ધરાવતો હોય છે. શ્રી નમસ્કાર મહામંત્રમાં આવતો ‘અરિહંત’ શબ્દ અનેકની જિજ્ઞાસા જગાડી ગયો. ‘અરિ’ એટલે દુશ્મન અને ‘શ્વેત” એટલે હણનાર-એવો એનો અર્થ પ્રચલિત છે. શબ્દોનો અર્થ એની ધાતુ પરથી થતો હોય છે, પરંતુ કેટલાક શબ્દોનો અર્થ વ્યવહારમાં જુદી રીતે સમજાવવામાં આવે છે, જેમ કે ‘શ્રાવક’ શબ્દનાં ધાતુ પરથી થતો અર્થ જુદો છે. પરંતુ ઘણીવાર શ્ર૧-ક એ શબ્દોને લક્ષમાં રાખીને શ્રદ્ધા, વિવેક અને ક્રિયા’ ધરાવનાર શ્રાવક કહેવાય તેવો અર્થ ક૨વામાં આવે છે. આ રીતે ‘અરિહંત' શબ્દને 'અરિહંત' શબ્દનો વિરોધી માનવામાં આવે છે. અરિહંત એટલે શત્રુઓથી હણાયેલો અને અરિહંત એટલે શત્રુઓને હણનારો. હળવાનું છે કોને ? દુશ્મન છે કોણ ? આ અર એટલે આત્મદ્રવ્યના પુદ્ગલદ્રવ્યને ગણવામાં આવે છે. આ પુદ્ગલની સાથે જોડાયેલા રાગ દ્વેષને કારણે મોહ, માયા, મમતા, લોભ, માન, અને ક્રોધ જાગે છે. આમાંનો એક દુર્ગુકા હોય તો તે બધા દુર્ગાશને જગાડનારો બને છે. આ બધા શત્રુઓને હણીએ તો જ અરિહંતની ભાવના સિદ્ધ થાય. આમ બહિરંગ એટલે કે પુદ્ગલ દ્રવ્ય અને અંતરંગ અર્થાત્ રાગ-દ્વેષ જેવા ભીતરના અરિઓને જેણે હણી નાખ્યા છે તે અરિહત કહેવાય. અરિહંત શબ્દનો અર્થ માત્ર ‘શત્રુને હણનારા' એ જ કરીએ તો તેમાં સામાન્ય કેવળજ્ઞાનીનો આમાં સમાવેશ થઇ જાય. આથી ‘અરિહંત’ શબ્દની મૂળધાતુ ‘અર્હ’નો વિચાર કરવો પડશે અને તેનો અર્થ ‘ચોત્રીશ અતિશયોને યોગ્ય' એવો થાય છે. જ્યારે આ અર્થ લેતાં સામાન્ય કેવલી પરમાત્મા આદિ સર્વ પાંચમાં પદમાં આવે છે. અને છેલ્લે એક અન્ય જિજ્ઞાસાનો પણ વિચાર કરી લઇએ. નમસ્કાર મંત્રના પાંચમાં પદમાં શોએ' પદ કેમ આશાબેન સુરેશભાઇ શાહ (પાટણવાળા હાલ-ગોવાલિયાટેન્ડ-મુંબઇ) ૧૩૧
SR No.008742
Book TitleNavkar Prabhav
Original Sutra AuthorN/A
Author
PublisherJain Prarthana Mandir Trust
Publication Year2008
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy