SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વૃત્તિ જોવા મળે છે. જ્યારે અહીં એવા કોઈ ખંડન-મંડનમાં પડયા વિના, જે કંઈ કહેવું છે તે સીધું છતાં સ્પષ્ટતાથી કહેવાયું છે. આવું આલેખન આજે તે આપણા સમાજમાં કયાંક જ જેવા મળે છે. આ પુસ્તકમાં ચિંતનનાં વેરાયેલાં મોતી સાધકની મસ્તી, શોધકની પ્રગશીલતા અને આત્મજ્ઞાનીની અનુભવખુમારી દર્શાવે છે. આથી જ એમના ચિંતનનું સળંગ સૂત્ર આલેખન કરતું પુસ્તક મેળવવાની અપેક્ષા જાગે છે. જે અનુપમ વસ્તુ માનવીની ભીતરમાં છે, અને એની શોધ માટે એ બિચારો કસ્તુરી મૃગની જેમ આસપાસ, આમતેમ ભટક્યા કરે છે, તેવા આ ભૌતિકવાદથી પીડાતા યુગમાં આ પુસ્તક પ્રત્યેક આત્મજ્ઞાનીને માટે માત્ર પ્રેરણારૂપ જ નથી, બકે પથપ્રદર્શક છે. ચંદ્રનગર સોસાયટી, છે. કુમારપાળ દેસાઈ અમદાવાદ-૩૮૦૦૦૭. ધનત્રયોદશી, વિ. સં. ૨૦૩૩. For Private And Personal Use Only
SR No.008733
Book TitlePrerna
Original Sutra AuthorN/A
AuthorPadmasagarsuri
PublisherArunoday Foundation
Publication Year1982
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy