SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir e પ્રવચન પરાગ મમત્વનું વિસર્જન કરવું છે. જે બહારનું છે તે મારું નથી. જે અંદરનું છે તે મારું છે. બાહ્ય વસ્તુની પ્રાપ્તિથી સફળતા મળતી નથી. તે અજ્ઞાન દશા છે. બહારની વસ્તુનું ઉપાર્જન કરવા માટે શ્રમ કરશો તો તે શ્રમ વિશ્રામ નહીં આપી શકે. બહારથી પૂર્ણ બનવા પ્રયાસ ક૨શો તો અંદરથી અપૂર્ણ બનશો. એટલા માટે મહાવીરે કહ્યું છે : ‘તમે અંદરથી પૂર્ણ બનો.’ બહારથી અપૂર્ણ બનવાથી અંદરથી પૂર્ણ બની શકશો. પછી જ યોગ્યતા પ્રાપ્ત થાય છે. પવિત્રતા આવે છે, પછી જ પરમાત્મા સુધી પહોંચવાનો માર્ગ પ્રશસ્ત થશે. અહમ્ દ્વેષનું પોષણ કરે છે, રાગ મમત્વનું પોષણ કરે છે. શરીરબંધન તે બંને આત્માના શત્રુ છે. જીવનમાં સામાન્ય ભૂલ માટે શરીરને કસ્ટડી મળી. સંસારનું બંધન મળ્યું. અજ્ઞાનતાથી સ્વયં બંધન પ્રાપ્ત કરે છે. સમ્યદૃષ્ટિ બીડી પીવી તે દુર્ગુણ છે. ચેન-સ્મોકર માટે વિચારશો તો તેમનામાં ત્રણ વસ્તુ દેખાઈ આવે છે. ૧. જે ચેન-સ્મોકર હશે તેનાં ઘરને ચોકીદારની આવશ્યકતા નહીં પડે. સ્વયં ચોકીદારનું કામ કરશે. આખી રાત ખાંસીથી ખોં ખોં કરતો બેઠો હશે. એટલા માટે ત્યાં ચોર આવવાની હિંમત નહીં કરે. ૨. તે શારીરિક દૃષ્ટિએ અપંગ બની જશે એટલા માટે તેને લાકડીના સહારે ચાલવું પડે છે; જેથી કોઈ કૂતરું પણ તેને કરડશે નહીં ૩. સામાન્યતઃ વૃદ્ધાવસ્થામાં લાચારીથી દુઃખ ભોગવવુ પડતું હોય છે. ઘરની અને બહારની સમસ્યા વધી જાય છે, જીવન દુઃખી બની જાય છે. પરંતુ બીડી પીનારા જો આ પાસું જોઈને પીતા હોય તો ખબર નહી. સતત બીડી પીનાર સાઠ વરસમાં તો આ જગતમાંથી ટ્રાન્સફર થઈ જાય છે. આનાથી વધુ સારું શું ? કે બૂઢાપાનું દુઃખ જ જોવું ના પડે ? કેમ ? પણ આપણી દૃષ્ટિ બદલવી પડે. આપણે સારા બનવું પડે ! ‘All are good if you are good.' આપણી દૃષ્ટિ સુંદર હોય તો સર્વ સુંદર દેખાય છે. જીવનમાં અંતર્મુખદૃષ્ટિ પ્રાપ્ત થશે, તો અહં પર સ્વયંનું નિયંત્રણ પ્રાપ્ત થશે. શરીરનું યા સંસારનું બંધન આત્મા માટે ખતરનાક છે. માચીસને જુઓ– For Private And Personal Use Only
SR No.008732
Book TitlePravachana Parag
Original Sutra AuthorN/A
AuthorPadmasagarsuri
PublisherArunoday Foundation
Publication Year
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy