SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬ પ્રવચન પરાગ જન્મ-મરણના સંસારથી તું મુક્ત થઈ જઈશ. જો હું તને બચાવી લઉં તો, બુદ્ધની ભાષામાં નવો સંસાર જન્મશે, નવી સમસ્યા આવશે, રોજ તારા જીવનમાં સંઘર્ષ વધશે. ન જાણે કેટલાં પાપ અને અનર્થ થઈ જશે. જે મળ્યું છે : “સ્વયં કર્મ કરોતિ આત્મા, સ્વયં ફલમનુતે.” તારા કર્મક્ષયની વચ્ચે હું અંતરાય બનવા નથી ઇચ્છતો. તારા કાર્યમાં હું વિઘ્નરૂપ નથી બનવા માગતો. આ તો આત્મપ્રાપ્તિનું પરમ સાધન છે. સમભાવપૂર્વક જે મળ્યું તેનો સ્વીકાર કરો. તેમણે કહ્યું: “હું મરી જઈશ.” સાધુએ કહ્યું : તારા મૃત્યુથી શું થવાનું છે; પરંતુ મારે એવું પાપ નથી કરવું. તને બચાવીશ, ફરી તું પાપ કરીશ. કેટલી આશ્ચર્યની વાત છે ! તે શુક્રનો આશય અને બુદ્ધની કરુણાને ભૂલી ગયો. શબ્દને પકડી લીધો. ત્યાર પછી ફરતા ફરતા કોઈ નેતા એ રસ્તે આવી ચડ્યા. આજની જેમ. એને ભાષણ કરવાની આદત. મુલ્લા તો રાડો પાડતા હતા – નેતા આવા જ કોઈ અવસરને શોધી રહ્યા હતા. કોઈ પૉઈન્ટ મળે ચર્ચા કરવા માટે ! તે કૂવા પાસે આવ્યા – મુલ્લા પુકારી ઊઠ્યા : “હું મરી રહ્યો છું, મને બચાવો.” નેતાએ કહ્યું : “તારા એકલાના મરવાથી શું થવાનું છે ? હવે પછી સેશન આવવા દે. સેશનમાં હું બિલ લાવીશ કે હિંદુસ્તાનના સાત લાખ ગામડાં છે, તે સર્વ ગામોના કૂવાઓને કાંઠાઓ બાંધવા જોઈએ. મુલ્લા : અરે ! કાંઠાઓ જ્યારે બંધાવો ત્યારે વાત. અત્યારે હું મરી રહ્યો છું તેનું કાંઈક કરો ! નેતા : અરે ! કાંઠાઓ બંધાવવા અતિ આવશ્યક છે. તું નહીં સમજે ! પાર્લામેન્ટ ભરાશે, બિલની રજૂઆત કરીશ, એને મંજૂર કરાવીશ –– તું એક મરીશ યા જીવંત રહીશ એમાં શું ફરક પડવાનો છે? મુલ્લા : ફરકની કયાં વાત કરો છો ? હું મરી રહ્યો છું ! નેતા : તું મરીશ તો મારું કામ ઘણું સરળ બની જશે. તું શહીદ બની જઈશ. હું કહી શકીશ કે એક આદમી કૂવામાં પડીને મરી ગયો છે – કહેવામાં બળ પ્રાપ્ત થશે. મુલ્લા : અરે ! તમને બળ પ્રાપ્ત થશે, પણ મારું તો મૃત્યુ થશે ને? મોટી સમસ્યા હતી. પંરતા ફરતા કોઈ ક્રિશ્ચિયન પાદરી નીકળ્યા. એ તો એવું જ માનતા હતા કે સેવા જ પરમ આદર્શ છે. કૂવાકાંઠે ઘણા માણસો ભેગા થઈ ગયા હતા. મુલ્લા કરગરતા હતા : ભાઈ ! મને બચાવો ! પાદરીએ અંદર દોરી નાખી મુલ્લાને ઉપર લાવ્યો – બચાવી લીધો. બહુ ઉપકાર કર્યો. પાદરીએ કહ્યું : “અમારા લૉર્ડ ક્રાઇસ્ટે કહ્યું છે કે બાઈબલમાં સર્વિસ એ For Private And Personal Use Only
SR No.008732
Book TitlePravachana Parag
Original Sutra AuthorN/A
AuthorPadmasagarsuri
PublisherArunoday Foundation
Publication Year
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy