SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અભિમાન ૨૫ ગુરુદેવ પૂછશે, તો ભાઈ તું અહીં શા માટે આવ્યો છું? અહીં તો પાપીને પાવન થવાનું સ્થાન છે તું તો મોટો ધર્માત્મા - જ્ઞાની છું તેથી અહીંથી જઈ શકે છે. કારણ કે ઉપરના કથનમાં કેવળ આત્મપ્રશંસા છે. પૂર્ણતા પામતાં સુધી ગુઆણા જ આરાધના છે. આત્મપ્રશંસા પોતે સ્વયં એક દર્દ છે. ગુરુદેવ પાસે પોતાની આત્મપ્રશંસા કરવી તે તો નરી મૂર્ખાઈ છે. તેના મૂળમાં કેવળ અહંકાર છે. અહંકારના ત્યાગ વગર મોક્ષ માર્ગ સાધ્ય નથી. તું એમ કહે કે હું કંઈ જ જાણતો નથી. लघुतासे प्रभुता मिले, प्रभुतासे प्रभु दूर, चींटी ले शक्का चली. हाथी के सिर धूर. કૂવામાં ડોલ સીધી નાંખશો તો પાણીથી ભરાશે નહિ પણ વાંકી વળશે તો તેમાં પાણી ભરાશે. તેમ જે મનુષ્ય નમ્ર બનશે તે જ્ઞાન પામશે. આંધી મોટા મોટા વૃક્ષને ઉખાડીને ફેંકી દે છે. પરંતુ, વેલ નમ્ર અને નાની હોવાથી ઊખડી જતી નથી. સ્ટેશન પર સિગ્નલ મળ્યા પછી ગાડી પ્રવેશ કરે છે. તેવી રીતે જ્યારે ગુરુ ચરણમાં શિર નમે છે ત્યારે જ્ઞાન પ્રવેશ કરે છે. અહંકારની દીવાલ સ્વરૂપના પરિચયમાં બાધક છે. નમસ્કાર વગર ઉદ્ધાર નથી. શ્રદ્ધાપૂર્વકનો એક જ નમસ્કાર પર્યાપ્ત છે. इकोवि णमुझरो, जिणवरवसहस्स वद्धमाणस्स. संसार सागराओ, तारेइ नरं व नारिं वा. જિનવરોમાં ઉત્તમ ભગવાન મહાવીરને કરેલો માત્ર એનિમ કાર સ્ત્રી કે પુરુષ સર્વને સંસાર સાગરથી તારે છે. બ” નાદે પણ “વાહ હું કંઈ નથી, મારું કંઈ નથી. “નાહમુ” પછી કોહમ (હું કોણ છું?) તેથી આગળ એક પરમાત્મા છું) આ વાત સાંભળવામાં તો સરળ લાગે છે. પરંતુ તેની સાધના કઠણ છે. મહર્ષિ અરવિંદ સર્વ પ્રવૃત્તિને છોડીને પરમાત્મતત્ત્વની શોધ માટે ચાલીસ વર્ષ સુધી એકાંતવાસમાં રહ્યા હતા. છતાં તેમણે કહેવું પડ્યું કે મારી શોધ અપૂર્ણ રહી. આવું જાણવા છતાં જે અહંકાર કરે છે તે ખરેખર મૂર્ખ છે. ઘમંડીનું અવશ્ય પતન થાય છે. વિવેક જ વાસ્તવિક દૃષ્ટિ છે. જેના દ્વારા સ્વ-પરભાવોનો બોધ થાય છે. અભિમાનથી વિવેક દૃષ્ટિ જ બંધ થઈ જય છે. For Private And Personal Use Only
SR No.008721
Book TitleJivan Vikas Na Vis Sopan
Original Sutra AuthorN/A
AuthorPadmasagarsuri
PublisherArunoday Foundation
Publication Year
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy