SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૨૮ www.kobatirth.org જીવન વિકાસનાં વીસ સોપાન Acharya Shri Kailassagarsuri Gyanmandir હિરજન – “આપ શું અદ્વૈતવાદના પ્રચંડ પ્રચારક છો ?'' - શંકરાચાર્ય – ‘‘હા, એમાં સંદેહ જ નથી.’’ હરિજન – બ્રહ્મ સત્ય છે, જગત્ મિથ્યા છે. જીવ બ્રહ્મ જ છે અન્ય નહિ, એ આપના વચનો છે ?’’ શંકરાચાર્ય - ‘‘હા, અવશ્ય મારા જ તે વચનો છે.’’ હરિજન - ‘હવે વિચારવાનું એ રહે છે કે તમારા શરીરમાં જે બ્રહ્મ છે તે મારા શરીરમાં છે, તો પછી એક શરીરથી બીજા શરીરને સ્પર્શ થાય તો તે અપવિત્ર કેવી રીતે બને ? અદ્વૈતવાદી આવો ભેદ માની જ શકે નહિ, વળી જો બ્રહ્મ સત્ય છે. તો તે સર્વ શરીરોમાં પવિત્ર છે, અને શરીર તો સર્વનું અપવિત્ર છે. દરેકના શરીરમાં માંસ. મળ, મૂત્ર, હાડકાં વગેરે અશુચિ દ્રવ્ય ભરેલાં છે. તો પછી એક અપવિત્ર શરીર બીજા અપવિત્ર શરીરને સ્પર્શી જાય તો તેમાં શું અનર્થ થાય ? '' શંકરાચાર્યે મહાન પંડિતોને શાસ્ત્રાર્થમાં મહાત કર્યા હતા પરંતુ આ ક્ષુદ્ર મનાતા હરિજનના પ્રશ્નોનો તે ઉત્તર આપી શક્યા નહીં તેમણે તરત જ તે હરિજનને નમસ્કાર કર્યા. અને કહ્યું : “આજે તમે મારાં ચક્ષુ ખોલી આપ્યાં. સિદ્ધાંત કેવળ શાસ્ત્રાર્થ માટે નથી, જીવનના આચાર માટે છે. આ વાત તમે મને આજે શિખવાડી તેથી હું તમારો આભારી છું. હવે મારે ફરી સ્નાન કરવાની આવશ્યકતા નથી. તેઓ વગર સ્નાને આશ્રમમાં ગયા. શંકરાચાર્યનું આવું સાહસ તેમને વધુ ઉજ્વળ બનાવી ગયું. સ્વયં દિગ્વિજયી, શાસ્ત્રર્થ મહારથી, મહાપંડિત, સંન્યાસી હોવા છતાં પણ એક ક્ષુદ્ર હરિજનના મુખેથી પ્રગટ થયેલી ન્યાયસંગત હકીકતનો સ્વીકાર કર્યો. આવું સાહસ વિવેકમાંથી ઉત્પન્ન થાય છે. મમૂળવુદ્ધિયુ વિવેવતા તઃ ? | શિશુપાલવધ અહંકાર અને મોહ જેની બુદ્ધિને ગ્રસી લે છે તેને વિવેક ક્યાંથી હોય ? જેનામાં વિવેક નથી તે છતી આંખે પણ અંધ છે. विवेकान्धो हि जात्यन्धः ॥ વિવેકહિન અંધ, જન્માંધ જાણવો. विवेकनमनुप्राप्ताः गुणा यान्ति मनोज्ञताम् । सुतरां रत्नमाभाति ચામીરનિયોખિતમ્ || ચાણક્ય For Private And Personal Use Only
SR No.008721
Book TitleJivan Vikas Na Vis Sopan
Original Sutra AuthorN/A
AuthorPadmasagarsuri
PublisherArunoday Foundation
Publication Year
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy