SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર જીવનને અણેદય નીરસ છે, નમ્રતામાં જ મનુષ્ય આત્મકલ્યાણ કરી શકે છે. ધર્મ એ તે મોક્ષ મેળવવાનું સાધન છે. ધર્મ એ તે નૌકા છે. કિનારો આવે ત્યારે નકાને પણ છોડવી પડે છે. પાણીનો સ્વભાવ જ નીચે – ઢાળ તરફ જવાનો છે. તેમ મનુષ્યનો સ્વભાવ જ મોજશેખથી નીચે જવાને છે. મનુષ્યને ચામરૂપ પંપ અધે ગતિના બદલે ઉચ્ચ ગતિ પ્રાપ્ત કરાવે છે. આપણો સ્વભાવ આપણને નિગોદ સુધી લઈ જવાની તૈયારી કરાવ્યે રાખે છે. જ્ઞાનીના સાર્થક જીવનને અજ્ઞાની દુઃખી જીવન માને છે. અને પિતાના પાપી જીવનને બહુ જ સુખી માને છે. આમ આત્મા એ જ સામ્યદણમાં જીવે છે. થોડા ભાગ મિથ્યાષ્ટિમાં જીવે છે. જે ધર્મમાં દયાનું ઝરણું ન હોય, આત્મા ઉંચે ગતિ પ્રાપ્ત ન કરી શકે તે ઘર્મ છેડવામાં જરાયે દુઃખ ન કરવું સાર વાચન, સારા વિચાર મનુષ્યના જીવનને ઉજજવળ બનાવે છે. મિથ્યા તવને છોડવું અને સામ્યકત્વને પ્રાપ્ત કરવું મિથ્યાત્વથી આત્મા અનંત કાળથી સંસારમાં રખડે છે. સારા વિચાર, સાચો ભાવ એટલે સમકિત. સમકિત આત્માને મોક્ષ અપાવે છે. લેકપ્રવાહ જ્યાં અર્થ અને કામ મળે ત્યાં લઈ જાય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષમાં બધાને અર્થની અને કામની વાતે જ ગમે છે. For Private And Personal Use Only
SR No.008720
Book TitleJivan No Arunoday Part 4
Original Sutra AuthorN/A
AuthorDevendrasagar, Mangalsagar, Nirmalsagar
PublisherShantilal Mohanlal Shah
Publication Year1979
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy