SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનને અરૂણેય પપ આત્મા * પર પદાર્થો પર રાગ ન હોવો જોઈએ. આત્માના જે શાશ્વત પદાર્થ છે તેના પર રાગ હોવું જોઈએ. જેના પર રાગ રાખવાનો છે તેની ઉપર આપણે રાગ રાખતા નથી. * દૂધપાકના તપેલામાં પડેલા ચમચા આખા પરિવારને દૂધપાક આપે છે પણ તેને કાંઈ સ્વાદ મળતું નથી, તેમ આપણે ઉપાશ્રયમાં ચમચા બનવાનું નથી, પરંતુ આત્માની અનુભૂતિ પ્રાપ્ત કરવાની છે. * ઉપદેશ તો એક સરખે અપાય છે પણ સાંભળનાર પિતપોતાની મતિ પ્રમાણે ગ્રહણ કરે છે, પિતપિતાની બુદ્ધિ પ્રમાણે સમજે છે. જે સાચી રીતે ઉપદેશ ગ્રહણ કરે તો જ આત્માની પ્રગતિ થાય છે. * વિષય-કષા, રાગદ્વેષની એક પણ કણી આત્મામાં ન રહે ત્યારે જ આત્મા પરિપૂર્ણ વિશુદ્ધ કહેવાય છે અને તેવા આત્માઓ ફરી સંસારમાં આવતા નથી. * આ જગતમાં પદાર્થો ઉત્પન્ન થાય છે, નાશ પણ થાય છે અને મૂળ રૂપે તે જગતનાં સર્વ પદાથે સ્થિર છે. જેમ કે માણસનો જન્મ થાય તે ઉત્પત્તિ કહેવાય, મરી ગ તે નાશ અને મૂળ સ્વરૂપે રહેલો આત્મા તે અમર જ છે. તે કદી મરતો નથી. આત્મા સ્થિર છે એવી જ રીતે સર્વ પદાર્થોને ગણવા. For Private And Personal Use Only
SR No.008717
Book TitleJivan No Arunoday Part 1
Original Sutra AuthorN/A
AuthorDevendrasagar, Mangalsagar, Nirmalsagar
PublisherShantilal Mohanlal Shah
Publication Year1978
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy