SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૪ ૪ સમાધિ ઉદાસી, એકલતા, વિરહને અજપ, બેવફાઈ ને ડંખ, અપમાનની ઠેસ, અભાવની બળતરા, અતીતની કડવી મૃતિ, વેરની વૃત્તિ, વાસના અને લાલસા – આ બધા મનના આધિ છે. તાવ, ઉધરસ, થાક, અનિદ્રા, શરદી, પેટનો દુખાવો, લેહીનું દબાણ, ઘા, સનેપાત, પક્ષાઘાત, ક્ષય, લ્યુકેમિયા – આ બધા તનને વ્યાધિ છે. વટ-વ્યવહાર, પ્રજા-ફાળો, ચૂંટણી-ફળો, વ્યસન, ઈન્કમટેક્ષ, સેલટેલ, વેલથ-ટેક્ષ, ગીફટસ્ટેક્ષ, બે નંબરના ચાપડાં, બેન્કમાં ખાતા, લેવડ-દેવડની પાકી યાદ – આ બધી ધનની ઉપાધિ છે. આધિ, વ્યાધિ અને ઉપાધિ એ ત્રણેયનું તરખટ એટલે જ સંસાર. ત્રણેયની અસર એટલે સરવાળે એક જ જિંદગીનું ધીમું મેત. અને આ ત્રણેયમાંથી મુક્તિનો ઉપાય પણ એક જ : સમાધિ. સમાધિ સાધો અને આધિ, વ્યાધિ તથા ઉપાધિ ગાયબ. For Private And Personal Use Only
SR No.008708
Book TitleChintanni Kedi
Original Sutra AuthorN/A
AuthorPadmasagarsuri
PublisherArunoday Foundation
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Spiritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy