SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬ જ વીજળી લેખંડના, તાંબાના તારમાં પ્રકાશ છે, અજવાળું છે. અંધકારને ભેદવાની તેનામાં તાકાત છે. આ તાંબાના તારને વૈજ્ઞાનિક સ્પર્શ આપવાથી તે વીજળી ઉત્પન્ન કરે છે. વીજળીઘરમાંથી આ તાર શહેરના અનેક ભાગોમાં, રસ્તાઓ પર, મકાનની ઉપર, મકાનની અંદર પ્રકાશ પાથરે છે. તારમાં રહેલે વીજળીને કરન્ટ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈને રેશની કરે છે. સાધુઓ પણ હરતા ફરતા વીજળી-કરન્ટ જેવા છે. સંસારી તેમનાં સંપર્કમાં આવે છે તે તેમના સંગથી, તેમના સાન્નિધ્યથી સંસારીનું આત્મિક જીવન આલેક્તિ બને છે. - સાધુ સંસારીના જીવનના અંધકારને દૂર કરે છે. તેના અંધારા અંતરમાં આત્માનો પ્રકાશ પાથરે છે. લાઈટ” વિનાના ઘરમાં રહેવાનું આજે કઈ જ પસંદ કરતું નથી. સૌને “લાઈટ” જોઈએ છે. પ્રકાશ જોઈએ છે. અજવાળું જોઈએ છે. જન વ્યવહાર ચલાવવા માટે “લાઈટ” આજ જરૂરી બની ગઈ છે. પણ આ લાઈટથી અંતરના અંધારા દૂર નહિ થાય. For Private And Personal Use Only
SR No.008708
Book TitleChintanni Kedi
Original Sutra AuthorN/A
AuthorPadmasagarsuri
PublisherArunoday Foundation
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Spiritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy