SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩ જ તપ જૈનધર્મમાં તપનું મોખરાનું સ્થાન છે. ભગવાન મહાવીરે સાડા બાર વર્ષ સુધી ઘેર તપ કર્યું હતું. આત્માના વિકાસ માટે તપ અનિવાર્ય અને આવશ્યક છે. તપથી આત્મા ઈલેસ્ટીક બને છે. ૨મ્બર બધા જ ખેંચીને લાંબા પહેળા નથી કરી શકાતા. એ ચેમ્બર પરિપકવ ન બને ત્યાં સુધી તેમાં ઈલેટીસીટી નથી આવતી. ઈલેટીક રબર બનાવવા માટે તેમાં જરૂરી રસાયણ મિશ્ર કરવા પડે છે. તેમ કરવાથી રબ્બર ખેંચી શકાય છે, ફુલાવી શકાય છે. આત્માના સાધક માટે આ સમજવા જેવું છે. મનને આત્મા સુધી લઈ જવું હશે તો એ મનને તપાવવું પડશે. તપથી મન હળવું બને છે. આત્માને પામવાનું તપ કરવાથી એ તપ – એ સાધના સાધકને સાધ્ય સુધી પહોંચાડી દે છે. આ તપ માત્ર શરીરને સૂકવવા નથી કરવાનું. આખો દિવસ ખાધું નહિ તેટલા માત્રથી ઉપવાસ થઈ જતો નથી. For Private And Personal Use Only
SR No.008708
Book TitleChintanni Kedi
Original Sutra AuthorN/A
AuthorPadmasagarsuri
PublisherArunoday Foundation
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Spiritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy