SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ) અને આજે કાશીરામ જાગી ગયો હતો. ચેતીને વિચાર કરતો હતો. એકબાજુ વર્તમાન ગૃહસ્થજીવન અને બીજીબાજુ સન્યસ્ત જીવનની અભીપ્સા. ઘરમાં સ્નેહનું વાતાવરણ હતું. કુટુંબમાં સહુને લાગણી હતી. પ્રેમભર્યો એ પરિવાર હતો, તેમ છતાં તીર્થંકર પરમાત્મા નહાવીરસ્વામીનું જીવન યુવાન કાશીરામની નજર આગળથી ખસતું નહોતું. રાજમહેલ, વૈભવ, પત્ની અને પુત્રી - એ બધું જ ભગવાને કેવું પળવારમાં છોડી દીધું! એવામાંઉત્તરાધ્યયન સૂત્ર'ની એક ગાથા કાશીરામના હૃદયને ખળભળાવી મૂકે છે. એમાં કહેવાયું છે કે, “વીતી ગયેલી રાત કદી પાછી આવતી નથી. અધર્મ આચનારની જે રાત્રિઓ વીતી ગઈ છે તે નિષ્ફળ ગઈ સમજવી અને સદ્ધર્મ આચનારની એ રાત્રિઓ સફળ ગઈ માનવી.” * જીવનને કયા પથ પર લઈ જવું? ‘ઉત્તરાધ્યયન સૂત્રમાં મોક્ષનો માર્ગ બતાવવામાં આવ્યો છે એ તરફ જવું કે પછી એના તરફ પીઠ ફેરવીને સંસારના સુખદુ:ખોમાં ડૂખ્યા રહેવું સુખી સંસાર વચ્ચે રહેલા કાશીરામને કોઈ અનાહત નાદ બેચેન બનાવી રહ્યો હતો. એ કહેતો હતો કે જીવનનું તો એક જ ધ્યેય અને તે કર્મ-આવરણથી રંક અને દીન બનેલા આત્માની દિવ્યજયોતિ પ્રગટાવવી. પરમાત્મ-સ્વરૂપ પામવાનો પ્રયાસ એ જ જીવનની એક માત્ર મંઝિલ. એના પર એક એક ડગ ભરતા જઈએ અને ક્રોધ, માન, મોહ, લોભ, ઈચ્છા આદિ વાસનાઓ પર વિજય મેળવતા જઈએ. કાશીરામ વિચારે છે કે એને જીવનમાં સાચો આનંદ ક્યારે આવે છે? એણે જોયું કે મોટી ડીગ્રી મળવાં છતા એવો આનંદ ન થયો. સુંદર અને સુશીલ નારી મળવાં છતાં એવો આનંદ ન થયો, જેવો આનંદ એને સ્વાધ્યાયથી યો. મનોમન વિચારે છે કે મારે તો જીવનભર વિશ્વશાળાના એક વિદ્યાર્થી બની રહેવું છે અને વિદ્યાના અર્થીને યોગ્ય નમ્રતા ધારણ કરવો છે. એક બાજુ સંસારસુખ છે તો બીજીબાજુ કર્યસંગ્રામ છે. એક તરફ જીવનના ભોગ અને સંસારના સુખ વચ્ચે જીવવાનું છે, બીજી તરફ સંયમસાધનાના કઠિન માર્ગે ચાલીને નિર્મળ આનંદ તરફ પ્રયાણ કરવાનું છે અને યોગી આનંદઘનજીની વાણી એમના અંતરને ડોલાવે છે. “આતમરસકા પ્યાલા, પીએ મતવાલા' જેવી પંક્તિઓ કાશીરામના હૃદયમાં ગુંજવા લાગી. * जा जा वच्चइ रयणी, न सा पडिनियत्तई। अहम्मं कुणमाणस्स, अफला जन्ति राइओ ॥ जा जा वच्चइ रयणी. न सा पडिनियत्तई। धम्मं च कुणमाणस्स, सफला जन्ति राइओ॥ (ઉત્તરા. ૧૪/૨૪-ર ૫) ૧ ૫. For Private And Personal Use Only
SR No.008703
Book TitleAtamgyani Shraman Kahave
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy