SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પૂછ્યું. “આપને તકલીફ વધી ગઈ લાગે છે. ડૉક્ટરને બોલાવીશું ?” પૂ. આચાર્યશ્રીએ કહ્યું, મને હવે શરીરનો કોઈ મોહ નથી. મૃત્યુનો કોઈ ડર નથી મારી દવા મારી પાસે જ છે. ડૉક્ટરને બોલાવવાની કોઈ જરૂર નથી.’ Acharya Shri Kailassagarsuri Gyanmandir બીજે દિવસે વહેલી સવારે સાધુઓ સાથે પ્રતિક્રમણ કરવા બેઠા. સાધુઓને જે આવશ્યક ક્રિયાઓ કરવાની હોય છે તે અંગે આચાર્યશ્રી સતત જાગૃતિ રખાવતા. એમણે ચોલપટ્ટો બદલ્યો. કપડાં બદલ્યાં. પોતે જાતે ચાલીને હાથ શુદ્ધ કરવા માટે અંદર ગયા. પાણીથી હસ્તશુદ્ધિ કરીને સ્થાપનાજીનું પ્રતિલેખન કરવા માટે કાયોત્સર્ગ કર્યો. જ્ઞાનસાગરજીના સ્થાપનાચાર્યનું પડિલેહણ કરવા માટે ઇરિયાવહિયં’કરીને ગપ્પાાં યોસામિ (આત્માને વોસરાવું છું) એમ બોલ્યા. તીર્થંકરનું સ્મરણ કરતો લોગ્સસ શરૂ કર્યો અને હજી અડધી મિનિટ થઈ ત્યાં જ બરાબર ૫-૪૭ મિનિટે કાર્યોત્સર્ગ અવસ્થામાં જ લોગસ્સનું ધ્યાન કરતાં દેહાત્સર્ગ કરીને વિદાય લઈ લીધી. એમની બાજુમાં જ ગણિ જ્ઞાનસાગરજી બિરાજમાન હતા. આચાર્યશ્રીનો હાથ ખેંચાતો હોય તેમ એમને લાગ્યું. એમણે પૂછ્યું, સાહેબજી, શું થાય છે ?” પણ કોઈ જવાબ મળ્યો નહિ, તરત જ ડૉક્ટરને બોલાવવામાં આવ્યા, પણ એનો કશો અર્થ રહ્યો નહિ. એક મહાન આત્માની કેવી ભવ્ય ભાવપૂર્ણ વિદાય ! જીવનમાં જે પવિત્ર ધાર્મિક ભાવનાઓનો આહલેક જગાડ્યો, એ જ ઉચ્ચ ભાવનાને સાકાર કરતું મૃત્યુ મળ્યું. જે ચતુર્વિશતિ સ્તવમાં સમાહિવર મુત્તમંદિંતુ’ જેવા મંગલ શબ્દો દ્વારા સમાધિમૃત્યુની પ્રાર્થના હોય, એ જ ચતુર્વિતિ સ્તવના કાયોત્સર્ગમાં સમાધિમૃત્યુ પ્રાપ્ત થાય એટલે એ કેવી વિરલ ઘટના કહેવાય !! મહાન પુરુષોને સમાધિમૃત્યુ કેટલું બધું સરળ હોય છે ! મૃત્યુ એ જીવનનો સરવાળો છે પૂ. આચાર્યશ્રીના ભવ્ય જીવનનો કેવો ભવ્ય અંત ? એમણે ઈરિયાવહિયંમાં પ્રાણી માત્ર તરફ મિચ્છામી દુક્કડમ્ માગ્યું અને પાપં ચોસમિ દ્વારા તીર્થંકરના સ્મરણ તરફ ગતિ કરી. પૂ. આચાર્યશ્રીએ વનભર કોઈની સેવા લીધી નહિ. કોઈના સાથ કે સહારાની યાચના કરી નહિ. જીવનમાં કોઈ પણ પ્રકારનો કલેશ કે કષાય નહિ. માગવા છતાં ન મળે એવું આ મૂલ્યવાન મૃત્યુ હતું. આવા ભવ્ય મૃત્યુને ઈને અંતિમ સમયે એમની સાથે રહેલા ગણિ જ્ઞાનસાગરજીએ એટલું જ કહ્યું “તેઓ મૃત્યુને જીતી ગયા. ૧૫૪ For Private And Personal Use Only
SR No.008703
Book TitleAtamgyani Shraman Kahave
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy