SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ) દેવદ્રવ્યના દુર્બયને તેઓ શ્રી સંધ પ્રત્યેનો વિશ્વાસઘાત ગણતા હતા. જે ભાવનાથી રકમ આપી હોય તેનો એ ભાવના મુજબ યોગ્ય ઉપયોગ થવો જોઈએ. તેઓ વારંવાર કહેતા કે માણસ પોતાના દ્રવ્ય રક્ષણની જેટલી કાળજી રાખે છે તેથી પણ અધિક કાળજી તેણે દેવદ્રવ્યની રક્ષા-શુધ્ધિ બાબતમાં રાખવી જોઇએ. એક વાર મારવાડના બે ભાઈઓ વચ્ચે વિવાદ જાગ્યો. એમણે સામસામે કેસ કર્યા. કોઈકે કહ્યું કે આચાર્યશ્રી પાસે જાવ અને સમાધાન મેળવો. આમાં જે ભાઈ દેરાસરનો વહીવટ કરતા હતા, તેઓ દેરાસરની સંપત્તિ પોતાને માટે વાપરતા હતા. દેરાસરને પૈસે રેલવેના પ્રથમ વર્ગમાં મુસાફરી કરતા હતા. આચાર્યશ્રીને આની જાણ થઈ. એમણે શ્રાવકને મહાપાપથી બચવા માટે હિતબુધ્ધિથી સખત શબ્દોમાં ઠપકો આપતાં કહ્યું, “આ મહાપાપ બંધ કરો. દેવદ્રવ્યનો જેટલો દુર્વ્યય કર્યો હોય તેનું વ્યાજનું વ્યાજ ગણીને જે રકમ થાય તે મૂળ રકમ સહિત શ્રી સંઘને અર્પણ કરી દો અને “ મિચ્છામિ દુકકડ” દઈને આત્મશુધ્ધિ કરો. આમ નહીં કરો તો તમારા ઘેરથી ગોચરી વહોરવી પૂજય સાધુ-સાધ્વીજીને ન કહ્યું, ભૂલેચૂકે કોઈ મુનિવર વહોરી આવે તો તે તેમના માટે કાતિલ વિષ સમાન છે. આવી ગોચરી વાપરનારની બુધ્ધિ ભ્રષ્ટ થાય. લોકો પ્રભુ પ્રત્યેના અતૂટ ભક્તિભાવથી પૈસા આપે છે. તમારા ભાડા માટે નથી આપતા'. કયાંય પણ એવો ખ્યાલ આવે કે આ વ્યકિત દેવદ્રવ્યનો અંગત રીતે ઉપયોગ કરે છે, તો તેને ત્યાં આચાર્યશ્રી ગોચરી લેવા જવાનો સર્વથા નિષેધ કરતા હતા. વળી સંધ કે દેરાસરના વહીવટમાં અમુક સુખી-સંપન્ન પાપભીરુ વ્યકિતઓને જ નાણાંકીયતંત્ર સોપતા હતા. આ સમયે તેઓ ભારપૂર્વક ઉપદેશ આપતા કે ધાર્મિક દ્રવ્યનો વહીવટ કરનારે ભૂલેચૂકે પણ ધર્મદ્રવ્યની હાનિ ન થાય તે અંગે પણ ખૂબ સજાગ રહેવું જોઇએ. કોઈ માણસ કે પંડિતને એક મહિના માટે રાખ્યો હોય અને કોઈ શ્રાવક એનો એક મહિનાનો પગાર આપીને જાય, પણ જો એ માણસ પંદર દિવસમાં છૂટો થઈ જાય તો બાકીના પંદર દિવસની રકમ દેવદ્રવ્યમાં અપાવી દેતા હતા. આ સમયે તેઓ કહેતા કે, “જે નિમિત્તે રકમ આવી હોય તેનો તે નિમિત્તે ઉપયોગ ન થાય તો પરમાત્માનું ખાતું ખુલ્લું છે.” પૂ. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજી મહારાજના સદ્ઘપદેશથી અનેક નૂતન જિનમંદિરોનો ઈતિહાસ રચાયો. પૂ. આચાર્યશ્રીના આત્માની નિર્મળતા પ્રગટાવતી સૌમ્ય મુખમુદ્રા. પ્રત્યેક ક્રિયામાં સંયમનું પ્રાગટય, વિરલ ઉદારતા અને પરમ વાત્સલ્યભાવ આજે પણ અનેક ભાવિકોના હૃદયમંદિરમાં જીવંત પ્રતિમારૂપે બિરાજમાન છે. ૧૪૫ For Private And Personal Use Only
SR No.008703
Book TitleAtamgyani Shraman Kahave
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy