SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ મંગલકારી અંજન-પ્રતિષ્ઠા વિધિ કરવાનો હતો, પણ પોતાના જમણા અંગે પક્ષાઘાતની અસર હતી. એ હાથથી પેન્સિલ પકડવા જાય તો પકડમાં ન આવે. અંગોપાંગમાં સહેજ ખોડખાંપણ હોય તેનાથી અંજન-પ્રતિષ્ઠા વિધિ ન થઈ શકે. આવી પરિસ્થિતિમાં પૂજય આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજીએ પ્રતિક્રમણ કર્યા બાદ દેવાધિદેવ શ્રી સીમંઘરસ્વામી પરમાત્માને મનોમન પ્રાર્થના કરીને પૂછયું કે મારે કરવું શું? ભારે તન્મયતાપૂર્વક એ પ્રાર્થના અને પૃચ્છા હતી. પૂ આચાર્યશ્રીને અર્ધજાગૃત અને અધનિદ્રા જેવી તંદ્રાવસ્થામાં ભર્યા સમવસરણમાં બિરાજમાન શ્રી સીમંધરસ્વામીના સાક્ષાત્ દર્શન થયા. એમણે વિનંતી કરી, “હે ભગવન્! પક્ષાઘાતની અસર ટળે તો જ મારાથી આ વિધિ થઈ શકે. મેં મારી જાત માટે જીવનમાં કોઈ પ્રાર્થના કરી નથી, પણ આ ધાર્મિક પ્રસંગ નિર્વિબે પૂર્ણ થાય એટલા પૂરતી જ મારી આ પ્રાર્થના છે.” તે જ ક્ષણે દેવાધિદેવના મહાપ્રભાવથી આચાર્યશ્રી પક્ષાઘાતની અસરથી સર્વથા મુકત થયા. આ પ્રાર્થના દસેક મિનિટ ચાલી હશે. પક્ષાઘાત અને અંજનપ્રતિષ્ઠા વિધિની વચમાં ત્રણેક મહિનાનો ગાળો હતો. એશી ટકા અસર ઓછી થઈ ગઈ હતી. પરંતુ બાકીની અસર પણ પ્રાર્થના કરતાં પરમાત્માના મહાપ્રભાવે ટળી ગઈ. તદ્દન સ્વસ્થ અને પક્ષાઘાતની અસરથી સાવ મુકત એવા આચાર્યશ્રીએ અંજનપ્રતિષ્ઠા વિધિ કરી. દેવાધિદેવ સીમંઘરસ્વામીની અનહદ કરુણાની વાત કરતાં તેઓ લાગણીવિભોર બની જતા અને બોલી ઊઠતા, “ઓહ, પરમાત્માની કેવી અસીમ કરુણા !”'. મહેસાણામાં આ ભવ્ય મહોત્સવની ઉજવણી*ખૂબ હર્ષ અને ઉલ્લાસપૂર્વક થઈ. આવી ઉજવણી પાછળ પણ અમીટ ધર્મશ્રધ્ધાનાં કેવાં ચિહ્નો પડેલાં હોય છે તે આમાં દેખાય છે. પૂ. આચાર્યશ્રીએ પછી વાડજથી છેક સરખેજ સુધી ધર્મની ચિરસ્મરણીય ભવ્ય પ્રભાવના કરી, આર્થિક સ્થિતિએ મધ્યમ વર્ગના શ્રાવકોના આ વિસ્તારમાં એમણે અનેરી ધર્મજાગૃતિ આણી. શૂન્યમાંથી સૃષ્ટિ ઊભી કરી. વિજયનગર, અંકુર સોસાયટી, મિરામ્બિકા સોસાયટી, નારણપુરા, દેવકીનંદન, આંબાવાડી, નવપદ સોસાયટી, ધરણીધર અને એક વાસણા પાસેના ગોદાવરી ફલેટ સુધી જિનાલયોનું નિર્માણ અને અંજનપ્રતિષ્ઠાઓ તેઓશ્રીના ઉપકારની જ ફલશ્રુતિ છે. આ વિસ્તારમાં મધ્યમ આર્થિક સ્થિતિ ધરાવતા શ્રાવકો હોવા છતાં યાદગાર પ્રતિષ્ઠા-મહોત્સવો યોજયા. આચાર્યશ્રીના વરદ હસ્તે ત્રેવીસ અંજનશલાકાઓ, જિનમંદિરની પ્રતિષ્ઠાઓ અને અનેક જિનમંદિરના જીર્ણોધ્ધારો થયા. ઉપધાન તપની સોળ આરાધનાઓ અને પાંચેક છરી પાળતા સંઘો જેવા શાસનપ્રભાવનાનાં અગણિત કાર્યો કર્યા ૧૪૩ For Private And Personal Use Only
SR No.008703
Book TitleAtamgyani Shraman Kahave
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy