SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એનો વિશ્વાસ વધ્યો. એને થયું કે ચોથી બાજુ સુરંગ ફોડીશ તો વાંધો નહીં આવે. સુરંગ ફૂટી અને પેલો મુસલમાન કોન્ટ્રાકટર ભાવાવેશમાં નાચી ઊઠયો. આખી જિંદગી મોટા મોટા પથ્થરો કાઢવાનું કામ કર્યું પણ કયારેય આટલો વિશાળ પથ્થર જિંદગીમાં કાઢયો ન હતો. આ પથ્થર જોવા માટે આખું ગામ હેલે ચડયું. બધા મનોમન પરમાત્માનો આભાર માનવા માંડયા. આ ખાણ મકરાણાથી છ માઈલ દૂર હતી. ખાણ પાસે બોરવડ ગામ હતું. પથ્થરનું વજન ઓછું કરવા કારીગરોએ અંદર જ ઘડવો શરૂ કર્યો. છ ઈચના ચડાવા રાખીને મૂર્તિના આકારનો પથ્થર ઘડી દીધો. એક મહિનાની મહેનત પછી ધકકો કરીને પથ્થર ઉપર લાવ્યા. ત્રીસ ટનના આ પથ્થરને લઈ જવો કઈ રીતે ? આનું કારણ એ હતું કે આસપાસ બધે રેતી જ રેતી હતી. પગ ઊડે સુધી ખુંપી જાય તેટલી રેતી હતી .આવી રેતીમાંથી પથ્થરને લઈ જવો કઈ રીતે? પથ્થર લઈને ટ્રક દ્વારા બહાર નીકળવું મુશ્કેલ હતું. એમાં પૈડું ફસાય તો અંદરનું વજન બહાર ગબડી પડે ! ટ્રાન્સપોર્ટવાળા પાસે ગયા તો એણે ટ્રક આપવાની ચોખી ના પાડી. ક્રેઈનવાળા પાસે ગયા તો એમણે ક્રેઈન આપવાની ના પાડી. દરેકને ભય હતો કે આવા રેતાળ રસ્તે જવું જ મુશ્કેલ. ખાલી ટ્રકના પૈડાં ખૂંપી જાય, ત્યાં વજનદાર પથ્થર સાથેની ટ્રકની તો શી દશા થાય ? આખરે માણેકલાલ સવાણીને વાત કરી. એમને આચાર્યશ્રી પર અતૂટ શ્રધ્ધા હતી. એમણે કહ્યું કે ગમે તે સંજોગોમાં પણ હું આ કાર્ય પાર પાડીશ. તમામ જરૂરી સાધનોથી સજજ એવું મોટું ટ્રેઇલર એમણે મોકલ્યું. ટ્રેઇલર પર પથ્થર ચડાવ્યો. ટ્રેઇલર ચાલ્યું પણ ખરું પરંતુ અડધો માઈલ પસાર થયો હશે કે ટ્રેઈલરનાં પૈડાં રેતીમાં ફસાઈ ગયા. ટ્રેઇલરમાંથી પથ્થરને બહાર કાઢી રસ્તો પસાર કરી શકે તેમ હતું પણ પછી પથ્થરનું કરવું શું? એક બીજો ઉપાય કર્યો. ચાર આની જાડી લોખંડની પ્લેટ મેળવીને રેતી પર મૂકી. અને પછી તેના પર ટ્રેઇલર ચલાવ્યું તો પણ નિષ્ફળ. જાડા સ્લીપરો મૂકી પ્રયત્ન કર્યો તો તેમાં પણ સફળતા મળી નહીં. છેવટે એક નવો ઉપાય અજમાવ્યો. રેતી પર ઘાસ પાથરવામાં આવ્યું અને ઘાસ પર ટ્રેઇલર દોડતાં સફળતા મળી. આખરે ઘાસ નાખીને સાડા ચાર માઈલનો રેતીભર્યો રસ્તો ટ્રેઈલરે પસાર કર્યો. વિશાળ પથ્થર સાથે રેતાળ રસ્તો પસાર કરતાં છ દિવસનો સમય લાગ્યો. હજી કસોટી બાંકી હોય તેમ એક બીજી મુશ્કેલી ઊભી થઈ. મકરાણા ગામનો રસ્તો દસ ફૂટનો હતો અને ટ્રેઇલર તથા તેના પરના પથ્થરનું માપ અગિયાર ફૂટનું હતી. હવે એ રસ્તેથી કઈ રીતે પસાર થવું ? એક જ શકયતા હતી કે નજીકના મકાનની થોડી પછીતનો ભાગ તોડવામાં આવે તો જ પથ્થર સાથે ટ્રેઈલર પસાર થાય તેમ હતું. આની રજા તો કોણ આપે ? આ માટે મકરાણા ૧૪) -- - - - For Private And Personal Use Only
SR No.008703
Book TitleAtamgyani Shraman Kahave
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy