SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સીમંધરસ્વામી પાસે જવું છે. એમની પાસે જઇને દીક્ષા લેવી છે. તેઓ કહેતા કે મારા ગુરુ કહેશે કે તારે જીવનપર્યંત આયંબિલ કરવાનું છે તો કરીશ. આમ કહીને હસતાં-હસતાં બાળક જેવી સરળતાથી એમ પણ કહેતા કે, ‘પચ્ચખાણમાં કદી પોલ નહિ ચલાવું. પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજીનો ચાતુર્માસ મહેસાણામાં હતો ત્યારે એક રાત્રે એમની તબિયત બગડી. ઘણી ઊલટીઓ થઇ. લોહીનું દબાણ ઘણું નીચું થઇ ગયું. એ સમય દરમિયાન પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજી મહારાજને એક વિલક્ષણ અનુભવ થયો, એમને એવો ભાસ થયો કે તેઓ પોતે મહાવિદેહ ક્ષેત્રમાં ગયા છે, જેમની અહર્નિશ આરાધના કરી એવા સીમંધરસ્વામી એમને ત્યાં મળ્યા અને કહ્યું કે તારો મોક્ષ અહીં થવાનો છે. આવા વિરલ સ્વપ્નથી પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજીના હૃદયમાં આનંદની ભરતી ઊઠી આવી. આખું અંતર ઉત્સાહથી ઊભરાઇ ગયું. ભાવનાથી છલકાઇ ઊઠયું. એમણે વિચાર કર્યો કે આ કેવું અપૂર્વ સ્વપ્ન કહેવાય! આચાર્યશ્રી પોતાની સાધનામાં ઊંડા ઊતરી ગયા. સીમંધરસ્વામીનું ચિંતન કરવા લાગ્યા. એમણે વિચાર કર્યો કે બીજાં તો ઘણાં તીર્થ છે, પણ સીમંધરસ્વામીનું કોઇ તીર્થ નથી. આથી સીમંધરસ્વામીનું તીર્થ થાય એવી મનમાં ઉત્કટ ભાવના જાગી. આચાર્યશ્રીએ આ તીર્થ કરવાનું નક્કી કર્યું. તે સ્થળ તો મહેસાણા ગામથી બે કિલોમીટર દૂર હતું. એની આજુબાજુ બાવળિયાની ગીચ ઝાડી હતી. આટલે બધે દૂર કઇ રીતે દેરાસર થઇ શકે? વળી આવી જગ્યાએ દેરાસરની જાળવણી કરવી પણ કઠિન હતી. પરમાત્માની પૂજા કરવા કોણ આવશે એવો પણ કોઇએ સવાલ કર્યો. આચાર્યશ્રીએ કહ્યું કે, “મારે તો અહીં જ દેરાસર કરવું છે. રાજય ધોરીમાર્ગ પર આવેલા આ દેરાસરની દૂર દૂર આકાશમાં ઊંચે લહેરાતી ધજાને જોઇને સહુને જિજ્ઞાસા થવી જોઇએ કે આ ધજા ક્યા દેવમંદિર પર લહેરાતી હશે? એનું ઊંચું શિખર જોઇને એના હૈયામાં દૂરથી જ દર્શન કરવાની પુણ્યભાવના જાગવી જોઇએ. આચાર્યશ્રીએ કહ્યું કે ધોરીમાર્ગ પરથી આવતાં જતાં લોકો અહીં વિશ્રામ લે, પ્રભુભક્તિ કરે, માટે દેરાસર તો અહીં જ કરવું છે. શ્રાવકોમાં પણ દેરાસર અંગે જાતજાતની ચિંતા જોવા મળતી હતી, પણ આચાર્યશ્રીમાં અપાર શ્રધ્ધા હતી. આચાર્યશ્રીએ કહ્યું, “તમે કશી ચિંતા ન કરો. બધું આનંદમંગળ થશે.”. ન ઓછાબોલા આચાર્યશ્રીના આટલાં વાક્યો સૂઝવાળા શ્રાવકોને પૂરતાં થઇ રહ્યા. એમણે શિલ્પશાસ્ત્રમાં “કૈલાસપ્રાસાદ” કહેવામાં આવે છે તેવા મંદિરની ૧૩૭ For Private And Personal Use Only
SR No.008703
Book TitleAtamgyani Shraman Kahave
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy