SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ધરણીધરમાં પ્રતિષ્ઠાનું મુહૂર્ત માગવામાં આવ્યું. એમણે કહ્યું કે શાંતિભાઇ અમેરિકાથી આવશે પછી આપીશ. હકીકતમાં શાંતિભાઇ અમેરિકામાં અત્યંત જોખમી ઓપરેશન કરાવવા ગયા હતા. શાંતિભાઇ ઓપરેશન કરાવીને હેમખેમ પાછા આવ્યા. આવી જ ઘટના શ્રી યુ. એન. મહેતા (ટોરન્ટ લેબોરેટરીઝ)ના જીવનમાં બની હતી. તેઓને કોર્ડોમા નામનો કેન્સરનો વ્યાધિ થયો હતો. આના ઉપચાર માટે અમેરિકા જતા હતા. ડૉકટરોએ કહ્યું કે આવા દર્દીનું આયુષ્ય બહુ ટૂંકું હોય છે. વધુમાં વધુ છએક માસ. તેઓ પૂજય આચાર્યશ્રી કૈલાસસાગરજી મહારાજના આશીર્વાદ લેવા ગયા, ત્યારે આચાર્યશ્રીએ કહ્યું, “કશો ભય રાખશો નહિ. નવકારનું સતત સ્મરણ કરજો. તમારે તો સંધ કાઢવાનો છે.” Acharya Shri Kailassagarsuri Gyanmandir અને હકીકતમાં બન્યું પણ એવું કે શ્રી યુ. એન. મહેતા વિદેશની સારવાર લઇને પાછા આવ્યા અને સંઘ કાઢયો. પૂજય પદ્મસાગરજી મહારાજ દક્ષિણ ભારતની ધર્મયાત્રાએ જતા હતા. પહેલી જ વાર અજાણી ભૂમિ પર તેઓ પ્રવાસ કરી રહ્યા હતા. વળી ત્યાં કોઇ વિશેષ પરિચય પણ નહોતો. ગુરુદેવના આશીર્વાદ લેવા માટે મહેસાણા ગયા. આ સમયે આચાર્યશ્રી કૈલાસસાગરજીએ કહ્યું કે, “તમે જિનશાસનની સુંદર પ્રભાવના કરશો. તમારો શિષ્યપરિવાર પણ વધશે. એક ડઝન શિષ્યોને લઇને આવશો અને તમારા હાથે ઘણાં જિનમંદિરોની અંજનશલાકા અને પ્રતિષ્ઠા થશે.” પૂજય પદ્મસાગરજીએ નતમસ્તકે ગુરુના આશીર્વાદ સ્વીકાર્યા. એમને કલ્પના પણ નહોતી કે આટલું બધું થશે, પરંતુ દક્ષિણ ભારતની યાત્રામાં પૂજય પદ્મસાગરજી દ્વારા અપૂર્વ ધર્મભાવના થઇ. અનેક શિષ્યો થયા. જિનશાસનની પ્રભાવના થઇ. ગુરુદેવના અંતરના આશીર્વાદ એવા હતા કે તેઓ ગુજરાત છોડે તે પહેલાં જ પૂ. પદ્મસાગરજીની પ્રેરણાથી ત્રણ પ્રતિષ્ઠા થઈ. શ્રેષ્ઠીવર્ય શેઠ શ્રી કસ્તૂરભાઇ લાલભાઇએ અમદાવાદમાં અતુલની પ્રતિષ્ઠા એમને હાથે કરાવવાની વિનંતી કરી. બીજી પ્રતિષ્ઠા સૂરત નજીકના તડકેશ્વરમાં થઇ ને ત્રીજી પ્રતિષ્ઠા મુંબઇના વાલકેશ્વરમાં થઇ. આમ એક વર્ષમાં ત્રણ તો પ્રતિષ્ઠા થઇ અને તે પછી પૂજય પદ્મસાગરજી મહારાજનો દક્ષિણનો પ્રવાસ અત્યંત ધર્મપ્રભાવના કરનારો બન્યો. આ બધી ઘટનાઓ શું સૂચવે છે? આને ચમત્કાર ન કહી શકાય. આચાર્યશ્રીએ પોતે જીવનભર આવા ચમત્કારોનો વિરોધ કર્યો છે. આને આત્મબળનું તેજ કહેવાય. ચારિત્રશીલ પ્રભુપરાયણ આત્મામાંથી જે કંઇ ૧૩૦ For Private And Personal Use Only
SR No.008703
Book TitleAtamgyani Shraman Kahave
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy