SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાણંદ તરફ પૂજય આ. શ્રી કૈલાસસાગરસૂરિજીને પ્રશસ્તભાવ હતો. આ ક્ષેત્રમાં રહીને તેઓ શાસ્ત્રાભ્યાસ કરીને તૈયાર થયા હતા, તેથી સાણંદનો ઉપકાર તેઓ અવારનવાર પ્રગટ કરતા હતા. એક વાર સાણંદના સંઘના આગેવાન અને વિશિષ્ટ વ્યકિત કેશવલાલ મહેતા એમની પાસે આવ્યા. તેઓ ચોધાર આંસુએ રડવા માંડયા. સિત્તેર વર્ષના કેશવલાલભાઈને માથે હિમાલય તૂટી પડયો હતો. એમના એકના એક પુત્ર રસિકલાલભાઈને લગ્ન બાદ થોડા દિવસોમાં ચિત્તભ્રમ થઈ ગયો હતો. પુત્રના ઉપચાર કરવામાં કેશવલાલભાઈએ પાછું વળીને જોયું નહિ. કોઈ ઉપચાર કારગત નીવડયા નહિ, ત્યારે આખરે મહારાજશ્રી પાસે આવીને આજીજીભરી વિનંતી કરતાં કહયું, “ગુરુદેવ ! આ ઉમરે એકના એક દીકરાની આવી દુર્દશા મારાથી જોવાતી નથી. આપ કંઈક કરો, નહિ તો આની હૈયાવરાળમાં જ હું ચાલ્યો જઇશ.” પૂ. કૈલાસસાગરજી મહારાજે એમને સાંત્વન આપ્યું. કહયું કે, જીવનમાં આપત્તિ તો આવે, પણ જેમ રાત્રિ પછી દિવસ હોય છે એ જ રીતે આપત્તિ હંમેશા રહેતી નથી. સુખના દિવસો પણ આવે છે. એમણે કહયું કે, “આ વાસક્ષેપ આપું છું તે કાલે સવારે એને નાખજો અને મહિના સુધી નવ સ્મરણનો પાઠ કરજો. ” યોગાનુયોગ એવું બન્યું કે બીજા દિવસે સવારે કેશવલાલભાઈએ નવકારમંત્ર ગણીને વાસક્ષેપ નાખ્યો અને રસિકભાઈની બીમારી અદૃશ્ય થઈ ગઈ. એ જમાનામાં પચાસ હજારનો ખર્ચ કરવા છતાં ન મટેલું દર્દ એકાએક અ શ્ય થઈ ગયું. આ રસિકભાઈએ પણ સાણંદ સંઘની પ્રવૃત્તિમાં મહત્ત્વનો ફાળો આપ્યો. તેઓ કૈલાસસાગરજી માટે જીવનભર અગાધ આદર રાખતા અને કહેતા કે “હું જીવું છું તે એમનો ઉપકારથી.” મહારાજસાહેબ કડીમાં હતા તે સમયનો આ પ્રસંગ છે. એક દુખિયારી સ્ત્રીએ એમને વિનંતિ કરી કે મારા બાળકના માથામાં પાણી ભરાઈ ગયું છે અને માથું રબરની જેમ ફૂલી ગયું છે. ગરીબ હોવા છતાં, ઘર નીચોવીને શકિત પ્રમાણે બધા ઈલાજ કરી ચૂકી છું. દર પંદર દિવસે દીકરાને લઈને સારવાર કરાવવા અમદાવાદ જાઉં છું. આ બાળક આજે ચાર વર્ષનું થયું છે, પણ એની બીમારી ગઈ નથી.” પૂ.કૈલાસસાગરજી મહારાજ ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસરની પ્રતિષ્ઠા માટે તેમ જ નીતિસાગરની દીક્ષા માટે કડીમાં પધાર્યા હતા અને એમની સમક્ષ પેલા છોકરાની માતાએ આજીજીભરી વિનંતી કરી અને કહ્યું, “સાહેબજી, હવે તો એક જ ઈચ્છા રહી છે. બાળક બચે તેવી કોઈ આશા નથી. માત્ર આપ પધારો અને બાળકને આશીર્વાદ આપો એટલું જ હવે બાકી છે.” ૧૧૯ For Private And Personal Use Only
SR No.008703
Book TitleAtamgyani Shraman Kahave
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy