SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પહોંચવાના હતા. ત્યાં થોડો વિશ્રામ લઈને આગળ જવાના હતા. આ ગામમાં મુખ્યત્વે દિગંબરોની વસ્તી હતી. એમના એક ઉપાશ્રયમાં શ્રી કૈલાસસાગરજી મહારાજને ઊતરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. બધું પહેલેથી નકકી હતું તેમ છતાં, કોણ જાણે કેમ એ ઉપાશ્રયનો વ્યવસ્થાપક ઉપાશ્રયને તાળું મારીને કયાંક જતો રહ્યો. પૂજય કૈલાસસાગરજી ત્યાં પહોંચ્યા. જોયું તો ઉપાશ્રયને તાળું. સહેજે ફિકર કર્યા વિના એમણે કહ્યું કે ગામની બહાર કોઈ મકાન હશે તો ત્યાં પણ ઉતારો કરી શકાશે. ગામ બહાર આવેલી શાળાની એક ઓસરીમાં તેઓ વિશ્રામ માટે બેઠા. ગરમીના દિવસો હતા. લુથી ભડભડતો પવન વાતો હતો. જગ્યા ગામ બહાર હતી. આવી જગ્યાએ આચાર્યશ્રીને બેસવું પડયું. લીંબોદરામાં કામ પતાવીને શ્રાવકો નીકળ્યા. અલુવા આવ્યા. જોયું તો ઉપાશ્રયને તાળું હતું. એવામાં જાણ થઈ કે આચાર્યશ્રી તો ઓસરીમાં બેઠા છે. શ્રાવકો તરત ત્યાં ગયા. પોતાના ધર્મગુરુની આવી સ્થિતિ જોઈને એમનું હૈયું કકળી ઊઠ્યું. શ્રાવકોએ માફી માંગતા કહ્યું “અરે, આપશ્રીને કેટલી બધી તકલીફ પડી ? આપણે ઉપાશ્રયમાં વ્યવસ્થા કરી હતી, પણ વ્યવસ્થાપકે દગો કર્યો.' પૂ. આચાર્યશ્રી કહે, “અરે, જુઓ ! કેવી ખુલ્લી જગ્યા છે ! કેવો પવન આવે છે?” શ્રાવકો બોલી ઊઠ્યા, “ સાહેબજી, આ પવન નથી. આ તો ગરમ ગરમ લું છે. આટલી બધી ગરમીમાં આપ ઓસરીમાં બેઠા છો ?” પૂ. આચાર્યશ્રી કહે, “ગરમી ગરમીનું કામ કરે. એમાં આપણે શું ? ” શ્રાવકો મનોમન આચાર્યશ્રીને વંદી રહ્યા. તેમને થયું કે આચાર્યશ્રીને ખુલ્લા તડકામાં બેસાડીએ તોપણ તે આવું જ કહે. સંયમજીવનની સાચી સાધનાનો સહુને પ્રત્યક્ષ પરિચય થયો. આચાર્યશ્રી સમન્વયવાદી હતા. આથી સહુ કોઈને એમના નિર્ણયમાં અખૂટ શ્રદ્ધા રહેતી. મુંબઈના ગોરેગાંવના જવાહરનગરના શ્રાવકોમાં એક સવાલ ઊભો થયો. એમણે ઘર દેરાસરને સ્થાને શિલ્પ પદ્ધતિથી દેરાસરનું નિર્માણ કરવાનું નકકી કર્યું. આ તીર્થકર ધર્મનાથજીની પ્રતિમાજીને કારણે શ્રાવકો ઘણા સુખી થયા હતા, તેથી પ્રતિમાજીનું ઉત્થાપન કરવું કે નહિ એવો સવાલ ઊભો થયો. તે અંગે મતભેદ જાગ્યા. એક સભા મળી. પાંચસો જેટલા શ્રાવકો આવ્યા. ઘણી ચર્ચા થઈ, પણ અંતે સહુએ નકકી કર્યું કે આપણે આચાર્યશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજને પૂછવું અને એમના આદેશ પ્રમાણે કરવું. સંઘના સભ્યો પૂ. આચાર્યશ્રી પાસે ગયા અને પ્રતિમાજીના ઉત્થાપન અંગેની દ્વિધા પ્રગટ કરી. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજીએ કહ્યું કે જે શુભ મુહૂર્ત ૧૧૪ For Private And Personal Use Only
SR No.008703
Book TitleAtamgyani Shraman Kahave
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy