SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આચાર્યશ્રી કરતાં ખરતરગચ્છના હરમુનિની સમાચારી જુદી હતી. તેઓ અતિ કિયાપાત્ર સાધુ હતા. વિ.સં. ૨૦૨૬ની આ વાત છે કે જયારે હરમુનિની તબિયત ખૂબ બગડી ગઈ હતી. આ સમયે આચાર્યશ્રી ઉસ્માનપુરામાં હતા. હરમુનિજીની પીઠમાં પાટું થયું. એમાં પરું થયું. એને કારણે ખૂબ દુર્ગધ આવે. કોઈ એમની નજીક જવાની હિંમત ન કરે. એ સમયે આચાર્યશ્રીએ જાતે એમની ખૂબ સેવા કરી. પીઠ પરના પાઠામાંથી પરુ સાફ કરતા. પોતે જ એમને પાટો બાંધતા. ઈ.સ. ૧૯૭૪માં અમદાવાદના જૈનનગરમાં પરમપૂજય પંન્યાસશ્રી (હાલ આચાય) પદ્મસાગરજીના પ્રશિષ્ય મુનિ વિનયસાગરજીને એક દિવસ એકાએક મલેરિયાનો સખત તાવ આવ્યો. વળી ઉનાળાની સખત ગરમીના દિવસો હોવાથી એમનાથી તાપ જીરવાતો નહોતો. પેટમાં પણ ભારે પીડા થતી હતી. આ સમયે આચાર્યશ્રીએ કોલન વૉટરના પોતાં એમના માથા પર મૂકયાં. બે કલાક સુધી આ નાના સાધુના પગ દાળ્યા. પોતાના ગચ્છનો હોય કે અન્ય ગચ્છનો હોય અથવા તો નાનામાં નાનો સાધુ હોય, તોપણ બીમાર સાધુની સેવા કરવાનું તેઓ કદી ચૂકતા નહિ. તેઓ કહેતા કે, બીમાર સાધુની સેવા તે મહાવીર પરમાત્માની સેવા છે.” ભગવાન મહાવીરે કહ્યું છે, 'ને ભિલાઈનું પડવM તે મમ્ પરિવMફ / હે ગૌતમ, જે માંદા સાધુની સેવા કરે છે તે મારી સેવા છે.” વળી અન્ય કોઈ સમુદાયના સાધુને ભણવાની ઈચ્છા હોય, પણ પંડિતજીના પગારની અનુકૂળતા ન હોય તો તેઓ પૂ. આચાર્યશ્રીને વિનંતી કરવા આવતા. પૂ. આચાર્યશ્રી કહે કે એમના વેતનનો પ્રબંધ શ્રાવકો દ્વારા થઈ જશે. તમે ચિંતા ન કરશો. કરવો હોય તેટલો અભ્યાસ કરો. પૂ. આ.શ્રી કૈલાસસાગરસૂરિજીનું જીવન જોતાં વિચાર થાય છે કે જેઓ પોતે માત્ર એક જ કામળી રાખતા, તેઓ બીજા સાધુ-સાધ્વીજી મહારાજને જેટલી અપેક્ષા હોય તેટલી કામળીઓ આપવાનું વિરાટ ઔદાર્ય ધરાવતા હતા. પોતાના જીવનમાં ઓછામાં ઓછી વસ્તુઓનો ઉપયોગ કરે, કિન્તુ અન્યની વૈયાવચ્ચ કરવામાં કદી પાછા ન પડે. જેના હૃદયમાં સાગર જેવી વિરાટતા અને વિશાળતા હોય, તે જ આવો વ્યાપક સમભાવ અને દ્રષ્ટાંતરૂપ ઔદાર્ય દાખવી શકે. એમના શિષ્યસમુદાય પાસે તો આચાર્યશ્રીના ઔદાર્યના અનુભવોનો કોઈ પાર નથી. વિ.સં. ૨૦૧૪ની આ વાત છે. એક સાધુજનને વર્ષીતપ હોવાથી પૂ. ઉપાધ્યાયશ્રી કૈલાસસાગરજી પાલીતાણા જઈ રહ્યા હતા. એમની સાથે બીજા બે-ત્રણ સાધુઓ પણ હતા. ભાલપ્રદેશમાંથી વિહાર કરીને જતા હતા. આચાર્યશ્રી તો નવકારશી કરે નહિ. એમના બીજા સાધુઓ નવકારશી કરવા ૧૦૮ For Private And Personal Use Only
SR No.008703
Book TitleAtamgyani Shraman Kahave
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy