SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “અરે! એમાં ખોટું શું લગાડવાનું? ઉલટું પ્રશ્નનો જવાબ સાંભળીને મને આનન્દ થશે. તું નિશ્ચિંત થઇને જવાબ આપ.” પ્રોફેસર સાહેબે કહયું અને જવાબ સાંભળવા માટે ઉત્સુક-નજરે એની સામે જોવા લાગ્યા. વિદ્યાર્થીએ કહયું: “સર! આપની ઉંમર તે વખતે ચુમ્માળીશ વર્ષની હોવી જોઇએ.” પ્રસન્ન-સ્વરે પ્રો. મફતલાલ બોલ્યા: “તદ્દન ખરું મારી ઉમ્મર ચુમ્માલીશ વર્ષની જ છે. પરંતુ. કઇ ફોર્મ્યુલાના આધારે તેં આ જવાબ શોધી કાઢયો? કારણ કે કેટલાય મહિનાથી આ કોયડો મને સતાવતો હતો. એ ઉકેલવા મને કોઇ ફોર્મ્યુલા મળતી ન હતી. અને તે તો એક જ મિનિટમાં એનો સાચો જવાબ શોધી આપ્યો!!!” વિદ્યાર્થીએ કહયું: “ફોર્મ્યુલા વિષે ના પૂછો! જવાબથી જ સંતોષ માનો તો સારું! ફોર્મ્યુલા સાંભળીને તમે ગુસ્સે થઇ જશો.” “હું કહું છું કે હું તારી ફોર્મ્યુલા સાભળીને જરા યે ગુસ્સે નહિ થાઉં. તું તારે જરાય ગભરાયા વગર કહી દે!" પ્રોફેસર બોલ્યા. વિદ્યાર્થીએ કહયું: “તો સાંભળો... મારો ભાઇ આખો દિવસ આવા જ સવાલો પૂછયા કરતો હોય છે. અમે ઘણા ડૉક્ટરોને બતાવ્યું. સાયકોલોજિસ્ટને પણ બતાવ્યું. વૈદ્યોને બતાવ્યું. બધાની તપાસનો એક જ સાર નીકળ્યો કે તે હાફ-મેડ (અર્ધ-પાગલ) છે. અને એની ઉમ્મર બાવીશ વર્ષની છે. એટલે તમારી ચુમ્માળીશ વર્ષની હોવી જોઇએ. કેમકે બાવીશના ડબલ ચુમ્માળીશ થાય છે. (બે “હાફ” ને મેળવવાથી એક “ફુલ” બને છે. એટલે કે તમે “ફુલ-મેડ” છો.) કહેવાનો આશય એ છે કે પ્રશ્ન જો ખોટો હોય તો ઉત્તર પણ ખોટો જ મળશે. પ્રભુ મહાવીરદેવની સામે ઊભેલા ઇન્દ્રભૂતિ વિચાર કરે છે કે ગોત્રસહિત મારું નામ તો જગમશહૂર છે. એટલે આપણે પણ જાણી લીધું. એમાં કોઇ મોટી વાત નથી. ફક્ત આટલી જ વાત એમની સર્વજ્ઞતા સાબિત કરવા માટે પૂરતી નથી. હા... જો તેઓ મારા મનમાં છુપાયેલી પેલી શંકા વિષે જાણી લે તો હું એમ માનું કે મારી સામે સાક્ષાત્ સર્વજ્ઞ વિરાજમાન છે. એટલામાં જ પ્રભુ મધુર રે બોલ્યા: “મને ખબર છે કે તમને એક શંકા વર્ષોથી પરેશાન કરી રહી છે... એ શંકા એ છે કે જીવ અર્થાત્ આત્માનું અસ્તિત્વ છે કે નહિ? આ શંકાનો આધાર પરસ્પર વિરોધી એવા વેદવાક્યો છે. “એક જગ્યાએ વેદમાં કહયું છે કે: ૨૧ For Private And Personal Use Only
SR No.008702
Book TitleAtam Pamyo Ajwalu
Original Sutra AuthorN/A
AuthorPadmasagarsuri
PublisherArunoday Foundation
Publication Year1987
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati & Ethics
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy