SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org. Acharya Shri Kailassagarsuri Gyanmandir જપ) * સામે વાદ કરવા આવ્યો નથી. મારી સામે હમણાં તો વાદીઓનો દુકાળ જ વર્તી રહયો છે. બહુ વર્ષોથી મારી જીભને ખુજલી થયા કરતી હતી. કોઈ વાદી મળે તો આ મારી ખુજલી શાંત કરવાની તકને હું ઈચ્છતો જ હતો. એમાં ઘણા વખતે આ તક મુશ્કેલીથી મળી છે. હવે એનો પૂરેપૂરો લાભ લઈ લઉ... આ રીતે ઈન્દ્રભૂતિને વાદ કરવા માટે તત્પર બનેલા જોઈને એમના નાના ભાઈ અગ્નિભૂતિએ જણાવ્યું: “વડિલ બન્યુ! કીડીને પકડવા માટે મોટા કટક (સૈન્ય) ની શી જરૂર? એક તણખલાને કાપવા માટે કુહાડીની શી જરૂર? કમળને ઉખાડવા માટે હાથીની શી જરૂર? એ જ રીતે આવા કહેવાતા સર્વજ્ઞને પરાજિત કરવા માટે આપના જેવાએ તસ્દી લેવાની શી જરૂર? આપ મને આજ્ઞા આપો. હું હમણાં જ જઈને એને જીતીને આવું છું.” આ સાંભળીને ઇન્દ્રભૂતિએ અગ્નિભૂતિને કહ્યું: “ભાઈ! તારી વાત બિલકુલ સાચી છે. અરે! ખરું પૂછો તો એને જીતવા માટે તારે ય જવાની જરૂર નથી. એને તો, મારા જે પાંચસો શિષ્યો છે, એમાંથી સૌથી નાનો શિષ્ય પણ પરાજિત કરી શકે એમ છે... પરંતુ મારાથી હવે રહેવાતું નથી. કાંટો ભલે નાનો હોય તો પણ ખૂચે તો ખરો જ ને? એટલા માટે હું જ જવા માગું છું. આમ તો મેં બધા વાદીઓ સામે વિજય મેળવી લીધો છે. પરંતુ જેવી રીતે હાથીના મોંમાંથી એકાદ અન્નકણ પડી જાય, મગ રાંધતી વખતે કોઈ કોરડું મગ ચઢવાનું રહી જાય, સમુદ્રપાન કરતી વખતે અગમ્ય ઋષિ સામે કોઈ જલબિન્દુ રહી જાય, ચણા ભુંજતી વખતે એકાદ ચણો ભઠ્ઠીમાંથી ઉછળીને રહી જાય, ફળ છોલતાં છોલતાં છાલનો એક નાનકડો ભાગ રહી જાય, અથવા તો ઘાણીમાં પીલતી વખતે તલનો એકાદ દાણો પડી રહે એ જ રીતે આ એક વાદી મારે જીતવાનો બાકી રહી ગયો લાગે છે. “આ એકને જિત્યા વગર હું “સર્વવિજેતા બની શકે નહિ. જેવી રીતે પતિવ્રતા સ્ત્રી એક ક્ષણ માટે પણ પોતાના શીલવતથી ભ્રષ્ટ બની જાય તો પછી તે સ્ત્રી શીલવતી નથી કહેવાતી, જીવનભર અ-સતી જ કહેવાય છે, એ જ રીતે આ એક વાદીને જીત્યા વગર મને વાસ્તવિક યશ મળી શકે નહિ, એને હું પરાજિત નહિ કરું તો મારી શુભ કીર્તિ કલંકિત બની જશે. “જેવી રીતે નીચેની એકાદ ઈટે ખસી જવાથી આખી દીવાલ ઘસી પડે છે, નાનકડું છિદ્ર (કાણું) પડતાં આખી નૌકા ડૂબી જાય છે. તેવી જ રીતે એક વાદી અપરાજિત રહે તો મારો સમસ્ત સુયશ ધૂળમાં મળી જશે. એટલે એને પરાજિત કરવા માટે મારે જ જવું પડશે. For Private And Personal Use Only
SR No.008702
Book TitleAtam Pamyo Ajwalu
Original Sutra AuthorN/A
AuthorPadmasagarsuri
PublisherArunoday Foundation
Publication Year1987
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati & Ethics
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy