SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir , પ્રકાશકીય પ્રાતઃસ્મરણીય, બાલ બ્રહ્મચારી, સુવિચારક, સમેતશિખર-તીર્થોધારક, કુશળ વક્તા, શાસ્ત્રમર્મજ્ઞ, સદ્ગુરુદેવ જૈનાચાર્ય શ્રીમદ્ પાસાગરસુરીશ્વરજી મહારાજ સાહેબના મુખારવિન્દમાંથી નીકળેલા બાર સુમધુર, સુન્દર, રોચક, જ્ઞાનવર્ધક, તત્ત્વબોધક અને આત્મબોધક પ્રવચનોનું સંકલન, જ્યોતિર્વિદ્ વિદ્વાન મુનિરાજશ્રી અરુણોદયસાગરજી મ.સા.ના શિષ્યરત્ન સાહિત્યપ્રેમી વિદ્વાન મુનિરાજ શ્રી દેવેન્દ્રસાગરજી મ.સા.ની પ્રેરણાથી “શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર” કોબાના પ્રાંગણમાં નવનિર્મિત ગગનચુંબી જિનાલયની પ્રાણ પ્રતિષ્ઠાના સુઅવસર પર આ પુસ્તકની હિન્દી આવૃત્તિ અમે સહર્ષ પ્રકાશિત કરી હતી. “સંશય સબ દૂર ભયે” (ગણધરવાદ) નામના આ હિન્દી પ્રકાશનમાં સર્વજ્ઞ શ્રી પ્રભુ મહાવીરદેવની સાથે ઇન્દ્રભૂતિ વગેરે મહાપંડિતોની જે મહત્ત્વની ચર્ચા થઈ હતી, એનું જ વિસ્તારપૂર્વકનું વિવેચન છે. પ્રભુના વિચારોથી પ્રભાવિત થઈને પોત-પોતાની શંકાઓનું સમાધાન પામીને એ સઘળા મહાપડિતોએ પ્રભુનું શિષ્યપણું સ્વીકારી લીધું હતું. અને પ્રભુએ તે સહુને “ગણધર૫દ” વડે વિભૂષિત કર્યા હતા. “સંશય સબ દૂર ભયે” એ પુસ્તકનો ગુજરાતી અનુવાદ તૈયાર કરીને તેને” ” એ નામ આપીને આ પુસ્તક આપના કરકમલોમાં મૂકતાં અમે અતીય હર્ષ અનુભવીએ છીએ. “ નામના આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ તૈયાર કરવાનું કાર્ય સુરત-નિવાસી શ્રી અશોક શાહ એ સુંદર રીતે પાર પાડયું અને આ પુસ્તકનું સમ્પાદન-કરવાનું કાર્ય શ્રી ધનભાઈ જે. જૈન એ સરસ રીતે નિભાવ્યું તથા ખૂબ જ ટૂંકા સમયમાં આનું સુન્દર મુદ્રણકાર્ય હેમાંગ પ્રીન્ટર્સવાળા મહેશ-એસ-હરડેએ પુરું કર્યું છે. આ સહુની અમે ખરા અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. આશા જ નહિ, પરંતુ વિધ્વાસ છે કે સાહિત્યપ્રેમી પૂ. મુનિરાજશ્રી દેવેન્દ્રસાગરજી મ.સા.ની પ્રેરણાથી પૂર્વ-પ્રકાશિત પ્રતિબોધ: “મોક્ષ માગમ વીસ કદમ, ‘જીવનદ્રષ્ટિ, ‘મિત્તિ મે સવભૂએસ, સંય સબ દૂર ભયે (ગણધરવાદ હીદી) વગેરે પુસ્તકોની જેમ આ પુસ્તક પણ જન સમાજમાં સારી રીતે આવકાર પામશે. ટ્રસ્ટીગણ. (અરુણોદય ફાઉન્ડેશન) For Private And Personal Use Only
SR No.008702
Book TitleAtam Pamyo Ajwalu
Original Sutra AuthorN/A
AuthorPadmasagarsuri
PublisherArunoday Foundation
Publication Year1987
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati & Ethics
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy