SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦૩) માણે દયાનો ઉચ્ચ સિદ્ધાંત પાળનાર આ ભવમાં અને પરભવમાં સુખ પામે છે અને અંતે પરમાત્મપદ પામે છે. સત્ય વચનની પણ અત્યંત આવશ્યકતા છે, સત્ય બોલવાથી જગતમાં સત્ય વ્યવહારની શુદ્ધિ રહે છે, લોકોમાં સત્યવક્તાનો વિશ્વાસ બેસે છે. સત્યવક્તા આ ભવમાં અને પરભવમાં સુખ પામે છે, સત્યથી ધર્મની ઉત્પત્તિ થાય છે, સત્યઉપદેશ દેવાથી અનેક જીવો મુક્તિ પામ્યા છે અને પામશે. ચોરીનો ત્યાગ કરવાથી બીજાના પ્રાણનું રક્ષણ થાય છે. લોકોમાં ચોરીનો ત્યાગ કરનાર પ્રામાણિકતા ભોગવે છે, વૈરવિરોધ, કલેશ, આધિ, ઉપાધિ, અને વ્યાધિ વગેરેનો નાશ કરવો હોય તો અથવ્રત અંગીકાર કરવું જોઈએ. બ્રહ્મચર્ય પાળવાથી અનેક પ્રકારના ફાયદા થાય છે. શારીરિક ફાયદાઓથી માનસિક શક્તિ વિકાસ પામે છે, અને માનસિક ફાયદાઓથી આત્માની શુદ્ધશક્તિને પ્રકાશ થાય છે. બ્રહ્મચર્યવ્રતથી શરીરની બળવત્તા રહે છે અને આયુષ્ય ઘટતું નથી. તત્ત્વનાં અદ્દભુત શાસ્ત્રો લખનાર અનેક બ્રહ્મચારિ મુનિવરો થયા છે. બ્રહ્મચર્યને એક જાતનો દેવ કહીએ તોપણ ચાલી શકે તેમ છે. બ્રહ્મચર્ય ધારકોને અનેક રોગો પણ નડતા નથી. બ્રહ્મચર્યધારકનું મગજ મજબુત રહેવાથી મનમાં ધારેલાં અનેક કાર્યોની સિદ્ધિ કરી શકે છે. બ્રહ્મચારિને મંત્ર ફળે છે અને દેવતાઓ દર્શન આપે છે. વ્યવહારચારિત્રનું મૂળ બ્રહ્મચર્ય છે, વ્યવહાર બ્રહ્મચર્ય છે તે નિશ્ચય બ્રહ્મચર્યરૂપ કાર્યને માટે નિમિત્તકારણ છે, જેમ જેમ વીર્યનું સંરક્ષણ કરવામાં આવે છે તેમ તેમ શારીરિક શક્તિની દૃઢતા થાય છે. બ્રહ્મચારી, ધારેલા વિચારને પાર પાડે છે. પરિગ્રહ પાપનું મૂળ છે. મૂછ એજ અત્યંતર પરિગ્રહ છે, નવ પ્રકારના બાહ્ય પરિગ્રહનું મૂળ કારણ મૂર્છા હોય છે. મૂચ્છનો જે જે અંશે નાશ થાય છે તે તે અશે બાહ્યપરિગ્રહની પ્રવૃત્તિયો છૂટે છે. પરિગ્રહના ત્યાગથી વિકલ્પસંકલ્પની હૃદયમાં થતી ધમાલ અટકે છે, બાહ્યપરિગ્રહના ત્યાગથી ઉપાધિયોનો અટકાવ થાય છે, લોભના હેતુઓનો અવરોધ થતો જાય છે, બાહ્યપરિગ્રહના મમત્વથી મુક્ત થએલા મહાત્મા મુનિવરો સંતોષ ભુવન નમાં સમતાના સુખમાં હાલે છે. નિસ્પૃહી મહાત્માઓ આત્મામાં રમણતા કરી અનંતસુખ ભોગવે છે, પરિગ્રહનો મમત્વભાવ દૂર થવાથી ત્રણ ભુવનનું ઐશ્વર્ય મળે છે. જે પરિગ્રહનો ત્યાગ કરે છે તેના ઉપરથી નવ ગ્રહો પણ ઉતરે છે. પરિગ્રહના સંબંધે જે જે પાપો કરવામાં આવે છે તે તે પાપન નાશ કરવો હોય તે પરિવહનો ત્યાગ કરવો જોઇએ, તેમજ અનેક દોષનું કારણ રાત્રી ભોજન છે, માટે રાત્રી ભોજનને પણ ત્યાગ કરવો જોઇએ. For Private And Personal Use Only
SR No.008688
Book TitleYogadipak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy