SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમ ધોરણવાળાની નિન્દા કરે તે પણ અયોગ્ય ગણાય. એકેકથી નિન્દા કરી જુદા પડવાથી કલાસોની નષ્ટતા થાય અને તેથી આખી શાળા ભાગી જાય; તેમ સ્થલક્રિયા અને ધર્મની સૂક્ષ્મક્રિયા કરનારાઓમાં પણ સમજી લેવું. સમઅને પરસ્પર સંપીને રહેવું જોઈએ. ધ્યાન અને સમતામાં પશમ અને ક્ષાયિકભાવની અપેક્ષાએ ભેદ પણ પડે છે. તત્ત્વજ્ઞાતારોના અનુભવમાં તે કોઈ અપેક્ષાએ ભાસ્યા કરે છે. ત્રયોદશગુણસ્થાનકની સમતામાં ક્ષાયિકભાવ હોવાથી ક્રિયાની જરૂર પડતી નથી. બાકી બે ધ્યાન તો હોય છે તે ધ્યાનક્રિયા ચૌદમા ગુણઠાણા સુધી હોય છે. માટે મુક્તિના પ્રતિ જ્ઞાન અને ક્રિયા ઉપકારી છે, જ્ઞાન અને ધ્યાનક્રિયા વિના મુક્તિ નથી, માટે જ તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે કે, જ્ઞાનયાખ્યાં નોક્ષ જ્ઞાન અને ક્રિયાથી મુક્તિ છે. પ્રથમ જ્ઞાન અને પશ્ચાત્ સ્થલ વા ધ્યાનરૂપ સૂક્ષ્મક્રિયા પ્રાપ્ત થાય છે. પઢમં નાાં તા . દશવૈકાલિક સૂત્રમાં પણ પ્રથમ જ્ઞાન અને પશ્ચાત્ દયારૂપ કિયાની સ્થિતિ જણાવી છે, અને પશ્ચાત સમતારૂપ ક્રિયાની પ્રાપ્તિ થાય છે. મનને રાગ અને દ્વેષથી ભિન્ન રાખવું આવી સમતારૂપ ક્રિયા ક્ષણે ક્ષણે પ્રસંગ પામી કરવાની આવશ્યકતા છે. સમતાથીજ સાક્ષાત્ આત્મસુખ વેદાય છે. શુદ્ધધ્યાનરૂપ કિયા કરવાથી શું ફલ થાય છે, प्राधान्यं शुद्धवीर्यस्य, ध्याने भवति निश्चलम् । शुद्धवीर्य क्रियारूपं, क्षयोपशमभावतः ॥४३॥ क्षयोपशमवीर्यात्मा, क्रियैव ध्यानमात्मनः । आत्मधर्मस्थिरीभावे, ध्यानं हि ज्ञानसङ्गकृत् ।। ४४ ॥ શબ્દાર્થ –ધ્યાનમાં શુદ્ધવીર્યનું પ્રાધાન્ય નિશ્ચલ છે. ક્ષયોપશમભાવથી શુદ્ધવીર્ય ક્રિયારૂપ છે, ક્ષયોપશમભાવયવીર્ય ક્રિયારૂપજ આત્માનું ધ્યાન છે, આત્મધર્મની સ્થિરતામાં જ્ઞાનસંગકૃત ધ્યાન જ છે. ભાવાર્થ –ધર્મધ્યાન અને શુકલધ્યાનના પહેલા બે પાયા ધ્યાવતાંપર્યત ક્ષયોપશમભાવીય શુક્રવીર્યનું પ્રાધાન્યપણું છે. રાગદ્વેષમાં જે વખતે આત્માનું વીર્ય ન પરિણમે તે વખતે તે શુક્રવીર્ય કહેવાય છે. બારમા ગુણઠાણાસુધી ક્ષયોપશમભાવસહિત ધ્યાન કહેવાય છે, પંચભાવનું જેણે સ્વરૂપ જાણ્યું હશે તે આ બાબતમાં વિશેષ સમજી શકશે. ધ્યાનમાં ક્ષયપામભાવનું જ્ઞાન છે, ચારિત્રમોહનીયનો ઉપશમભાવ વા ક્ષયોપશમભાવ વા દશમાં For Private And Personal Use Only
SR No.008688
Book TitleYogadipak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy