SearchBrowseAboutContactDonate
Page Preview
Page 708
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આવી રીતે મિમરક મતનું પ્રમાણ હેતુવાદ પૂર્વક નિરાકરણ કરી સાંખ્ય મતનું નિરાકરણ કરવા માટે. જણાવે છે – बुध्ध्यध्यवसितं यस्मा-दर्थ चेतयते पुमान् । इतीष्टं चेतना चेह, संवित्सिद्धा जगत्त्रये ॥ ४४४ ॥ અર્થ–વળી જે આપણે એમ માનીયે કે બુદ્ધિના વિષય ભૂત થએલા એટલે ગ્રહણ કરેલા જગતના પદાર્થોને બેધ છાત્માઓ કરે છે. તેથી એમ સિદ્ધ થયું કે ત્રણે જગતમાં જ સંવિદ્દ (જ્ઞાન) યુક્ત છે ૪૪૪ વિવેચન–હે સાંખ્યમત પંડિત ! હવે આપણે વિચાર કરીએ કે પુરૂષ એટલે ચૈતન્ય સ્વરૂપજ્ઞાનથી યુક્ત એ જીવાત્મા બુદ્ધિ એટલે જ્ઞાન શક્તિથી પાંચ ઇંદ્રિયે. અને મનવડે જગતમાં રહેલા પદાર્થોને આ અમુક ઘટ છે, આ પટ છે, આ ઘર છે, એમ અથવગ્રહ અને વ્યંજનાવગ્રહથી કાંઈક છે એવા સામાન્ય બેધરૂપે જાણે છે. અને ઈહિ–આ શું છે? આમાં અમુક આકાર છે, લીલે, પીળો વા લાલ છે એ અપાય રૂ૫ બેય થાય ત્યાર પછી તે બરાબર આ આમ છે એવા સ્મૃતિમાં ભાવી હતુરૂપ ધારણ રૂપ-નિશ્ચય જ્ઞાનરૂપ વિશેષ બોધ અધ્યવસાય વડે પુરૂષ એટલે ભવ્ય જીવાત્માઓ બુદ્ધિદ્વારા કરે છે, એટલે ચેતન આત્મા વસ્તુ તત્વને બુદ્ધિદ્વારા અધ્યવસાયથી નિશ્ચય કરે છે, આ પ્રમાણે સાંખ્યમત દર્શનવાલા પંડિતેને ઈષ્ટ છે, તેથી તેઓ કહે છે કે – For Private And Personal Use Only
SR No.008687
Book TitleYogabindu
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1950
Total Pages827
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy