SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) સાંખે, આત્માઓને અનંત માને છે. આર્યસમાજીઓ અનત આત્માઓ છે અને પ્રતિશરીર ભિન્ન ભિન્ન છે એમ માને છે. રામાનુજીએ અનંત આત્માઓને માને છે અને શંકરાચાર્ય એક આત્માને માને છે. મુસલમાને અને પ્રીસ્તિો તથા બદ્ધો, અનંતજીવોને માને છે. જ્યારે રામાનુજ, વલ્લભાચાર્ય, આર્યસમાજીએ, બોદ્ધો, પ્રોસ્તિયે, મુસલમાને અને જેને પૃથ્વી વગેરે પંચભૂત, સાગર પ્રવી વગેરેને સત્ માને છે ત્યારે શંકરાચાર્ય પૃથ્વી વગેરેને અસત્ માને છે. જેને અને વૈદિકહિંદુઓ આત્માને અરૂપી અમત માને છે. જેને સિદ્ધ પરમેશ્વરને નિરાકાર માને છે. શંકરાચાર્ય તથા નિયાયિકો આત્માને નિરાકાર માને છે. મુસદમાને પ્રભુને નિરાકાર માને છે અને રામાનુજ તથા વલ્લભાચાર્યવાળા પરમેશ્વરને સાકાર માને છે. શંકરાચાર્ય તથા જેને, મુક્તિ પામેલ આત્મા પાછો આવતો નથી એમ માને છે, ત્યારે આર્યસમાજીએ વૈ મુક્તિ અર્થાત મુક્તિ વૈકુંઠમાંથી જીવ પાછો આવે છે એમ માને છે. એ રીતે દર્શનધર્મોની ભિન્નભિન્ન માન્યતા છે. “ દુનિ યાના સર્વલોકોની દેવગુરૂ ધર્મ સંબંધી એક માન્યતા કદિ થઈ નથી અને ભવિષ્યમાં થનાર નથી. સનાતન હિંદુઓ પ્રલયને માને છે અને મહાપ્રલયને એવો માને છે કે ચાદ બ્રહ્માંડ ત્રણ લોકસૂર્ય. ચંદ્ર પૃથ્વીસાગર વગેરેનો તથા જીને એક વખત સર્વથા નાશ થઈ જાય છે. તેમાંનું કંઈપણ સ્થલ રહેતું નથી. તે સર્વે ઈશ્વરમાં સૂક્ષ્મરૂપે સમાઈ જાય છે તે મહાપ્રલય છે. પાર્ક ઇવરમાંથી અવ્યક્ત એવું જગત ધીમે ધીમે સ્થલ પ્રગટી દેખાય છે એવા રૂપે અસંખ્ય અનંત વર્ષે પ્રગટે છે તે સર્ગ છે. ઈશ્વર પોતાની ઈચ્છાથી મહાપ્રલય તથા સગ કરે છે. જૈન શાસ્ત્રો જણાવે છે કે ચેદ રાજલોક, ત્રણલોક આ દેખાતી પ્રથવી, સાગરચંદ્ર સૂર્યવાળી સૃષ્ટિનો સર્વથા નાશ થતો નથી. અનાદિકાલથી અનંતકાલ પર્યત આ જગત વતે છે, તેને મૂલ દ્રવ્યરૂપે સર્વથા નાશ થતો નથી અને સર્વ વસ્તુઓ ઈશ્વરમાં લીન થઈ જતી નથી. જગતના સર્વ પદાર્થોમાં પયોયોને ઉત્પાદ વ્યય થયા કરે છે તેથી સર્વ જગત પર્યાયષ્ટિ પરિવર્તન અર્થાત ફેર ફારને પામે છે પણ મૂલરૂપે તેને નાશ થતો નથી, તેથી મનુષ્યની For Private And Personal Use Only
SR No.008682
Book TitleVijapur Bruhat Vrutant
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy