SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રાવક ધર્મ સ્વરૂપ. ૩૬૭. છતાં અન્ય સ્ત્રીઓને ત્યાગ કરે છે. વિશેષતઃ મૈથુનની પ્રવૃત્તિમાં પડતો નથી અને તેથી તે શરીરને મજબુત બાંધે જાળવી રાખીને વૃદ્ધાવસ્થામાં પણ સારી રીતે ધર્મ વર્ગને સાધી શકે છે. બ્રહ્મચર્યને યથાશક્તિ ધારણ કરનાર ભાવશ્રાવક પિતાના મગજની આરોગ્યતાને જાળવી રાખે છે, અને તેથી તે મનમાં ઉત્પન્ન થતી અનેક ઈચ્છાઓને દાબી દેવામાં સમર્થ બને છે. અયોગ્ય ઈચ્છાઓને દાબી દેવી તેજ વસ્તુતઃ તપ કહેવાય છે. મગજની આરોગ્યતાથી વિચારે પણ ઘડી ઘડીમાં ફરી જતા નથી અને તેથી મજબુત મન કરી શકાય છે અને મજબુત મન થતાં ધારેલા વિચાર કરતાં ખરાબ ઈચના વિચાર એકદમ મનમાં ઉત્પન્ન થઈ શકતા નથી અને તેથી ભાવશ્રાવક વૈષયિક ઈચ્છાઓને નિરોધ આદિ તપશ્ચર્યા પાળવા સમર્થ બની શકે છે. મનને નિયમિત સ્થિતિમાં લાવવાથી તપશ્ચય ગુણ પ્રતિદિન ખીલતા જાય છે અને તેથી પદગલિક વસ્તુઓ સંબધી ઈચ્છા ઉતરવાથી આત્મા પિતાના સ્વરૂપ તરફ વળે છે અને તેથી અઠ્ઠાવીશ લબ્ધિો પૈકી ગમે તેવી લબ્ધિયો મેળવવા સમર્થ થાય છે પિતાના આત્માના ગુણેમાં પરમ વિશ્વાસ ઉત્પન્ન થવાથી દરેક ધર્મ ક્રિયાઓ કરતાં તેને ભાવ વધે છે અને ભાવના ઉલ્લાસને ધારણ કરતે છતો ગુણ સ્થાનકનાં પગથીયાપર ચઢતા જાય છે અને દેવરૂપ મેલને અનુક્રમે નાશ કરતો જાય છે, તપશ્ચર્યાથી મનની સ્થિરતા વૃદ્ધિ પામે છે અને તેથી ધર્મ બાબતમાં અપૂર્વ ભાવની જાગૃતિ થાય છે અને તેથી તે વખત આવે ભાગવતી દીક્ષા અંગીકાર કરી સાધુ થઈ કરડે મનુષ્યને તારવા સમર્થ થાય છે અને પોતે પણ તરે છે, માટે ઉત્તમ એ અગ્યારમો ગુણ પ્રાપ્ત કરવા નરનારીઓએ પ્રયત્ન કરવો જોઈએ. આ પ્રમાણે દાનાદિકમાં જે પ્રવૃત્તિ કરે છે તે ધર્મ ક્રિયાઓમાં લાજ ધારતો નથી માટે અગ્યારમે ગુણ કહ્યા બાદ બારમા ગુણનું વર્ણન કરે છે. भावश्रावकनो बारमो गुण. हियमणवजं किरियं-चिंतामणिरयण दुल्लहं लहिउं; सम्म समायरंतो-नय लज्जइ मुद्ध हसिओवि ॥ १२ ॥ ભાવાર્થ-ચિંતામણિ રત્નની પેઠે દુર્લભ હિતકારી નિર્દોષ ક્રિયા પામીને તેને આચરતે થકો મૂઢ જનના હસવાથી ભાવશ્રાવક લક્ઝાયમાન થતો નથી. હિત એટલે આ ભવમાં અને પરભવમાં કલ્યાણ કરનાર અને અન. વઘ (પાપરહિત) જિનપૂજા વગેરેને સમ્યગુરીત્યા પ્રતિક્રમણ વગેરેને આચ For Private And Personal Use Only
SR No.008680
Book TitleVachanamrut
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy