SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૨ શ્રાવક ધર્મ સ્વરૂ૫. મળતા કરે છે અને અન્યના આત્માઓને પણ નિર્મળતામાં નિમિત્તભૂત બને છે. અશઠ ભાવથી થોડું પણ કરેલું ઘણું ફળ આપે છે. અશઠભાવથી કપટ પરિણામને નાશ થાય છે અને ઘણા મિત્રોને મેળવી શકાય છે. સભાઓમાં, કુટુંબમાં, રાજ્ય વ્યવહારમાં પણ અશઠ મનુષ્ય પ્રખ્યાતિ પામે છે અને તેના બોલને સર્વ લોકે શ્રદ્ધાથી માન્ય કરે છે. અશઠ મનુષ્યનું પ્રમાણિકપણું સર્વત્ર ફેલાય છે. તેની સરલતાથી હજારે સંકટોનો અને વિલય થાય છે. અશઠપણાથી પિતાના આત્માનું હિત થાય છે અને પરજીવોના આત્માનું પણું હિત કરી શકાય છે. અશઠભાવથી જ્યાં ત્યાંથી સત્યનું તેના પ્રતિ આ. કર્ષણ થાય છે. સંસાર વ્યવહારમાં તેની પ્રતિષ્ટા પડે છે અને તેથી તે ગમે તે ધંધે સુખે ચલાવી શકે છે. હજારે મનુષ્યો તેના ભલામાં ઉભા રહે છે અને સંકટો પડતાં ગમે ત્યાંથી તેને અણધારી સહાય મળી આવે છે. ધર્મ ગુરૂને પણ તેના બોલવા ઉપર વિશ્વાસ આવે છે, તેથી ધર્મગુરૂ પણ તેને અંતઃકરણથી ઉપદેશ આપે છે. સરલ પુરૂષ, શ્રી શ્રીપાલ રાજાની પેઠે, અનેક પ્રકારના સંકટોમાંથી પસાર થાય છે અને શઠમનુષ્ય, ધવલશેઠની પેઠે, ગમે તેવી કપટ પ્રપંચોની જાળો રચે અને ગમે તેવા હુંશિયારીથી દાવપેચ રમે તોપણ તે દુઃખના ખાડામાં ઉતરે છે; માટે અપાઠભાવને સદાકાળ હૃદયમાં ધારો કે જેથી ધર્મની યોગ્યતા પામી શકાય. અશઠમનુષ્ય સુદાક્ષિણ્ય ગુણને ધારણ કરવા સમર્થ થાય છે માટે અશઠ ગુણ પછી સુદાક્ષિણ્ય ગુણને હવે કહે છે. ८ आठमो सुदाक्षिण्य गुण. उवयरइ सुदख्खिन्नो, परेसिमुज्झियसकज्जवावारो ।। तो होइ गभवको, णुवत्तणीओ य सव्वस्स ॥ ८॥ સુદાક્ષિણ્ય ગુણવાળો પિતાને કામ ધંધે મૂકીને અન્યને ઉપકાર કરે છે. તેથી તેનું વાક્ય સર્વે કબુલ રાખે છે તથા સર્વે મનુષ્યો તેને અનુસરીને ચાલે છે. અન્ય મનુષ્યોના ભલા માટે તેઓની પ્રાર્થનાને સ્વીકારીને પરોપકાર કરતો છતો આત્માની ઉચ્ચદશા કરી શકે છે. અન્યના ભલા માટે પિતાના તન, મન, ધનને હામનાર આત્મભોગી મનુષ્ય સર્વત્ર પૂજ્ય થઈ પડે છે. સુદાક્ષિણ્યપણુથી પિતાના આત્માનું ભલું થાય છે અને અન્યના આત્માનું પણ ભલું કરી શકાય છે. મનુષ્યની પાસે વિદ્યા હોય, લક્ષ્મી For Private And Personal Use Only
SR No.008680
Book TitleVachanamrut
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy