SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૮ વચનામૃત. જોઈએ. દ્રવ્ય પ્રાણુ અને ભાવ પ્રાણુને જે ધારણ કરે છે, તેને જીવ કહે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, અને ઉપયોગ, એ જીવના ભાવ પ્રાણુ છે. પાંચ ઇંદ્રિય, ત્રણ બળ, અને શ્વાસોશ્વાસ તથા આયુષ્ય એ દશ દ્રવ્ય પ્રાણુ છે. એકેન્દ્રિય જીને ચાર પ્રાણુ હોય છે. બેરેન્દ્રિય જીવોને છ પ્રાણુ હોય છે, તથા ત્રીન્દ્રિય જીને સાત પ્રાણુ હોય છે, ચતુન્દ્રિય જીને આઠ પ્રાણ હોય છે, અસંજ્ઞી પંચેન્દ્રિય જીવોને નવ પ્રાણુ હોય છે અને સંસી પંચેન્દ્રિય જીને દશ પ્રાણુ હોય છે. જીવતત્ત્વની અંદર દુનિઓમાં રહેલા સર્વ જીવોને સમાવેશ થાય છે. સિદ્ધ અને સંસારી એ બે પ્રકારના છને સમાવેશ પણ છવતત્વમાં થાય છે. વિષ્ટાના કીડાથી તે ઇન્દ્ર પર્યત મોટા છોનો સમાવેશ પણ છવ તત્વમાં થાય છે. જીવવિચાર, નવતત્ત્વગ્રંથ, છવાભિગમસૂત્ર, અને પન્નવણાસન, વગેરે ગ્રંથોમાં જેનું સ્વરૂપ અને તેની સ્થીતિ બહુ સૂક્ષ્મ રીતે વર્ણવી છે. પૂર્વોક્ત જીવતવના ચાર ભેદ થાય છે, તેમજ તેના પાંચસે ત્રેસઠ ભેદ પણ થાય છે. વળી સર્વ જીવોમાં જ્ઞાન સ્વરૂપ ચેતના છે, તેથી ચેતનાની અપેક્ષાએ સર્વ જીવ એક પ્રકારે છે. ત્રસ અને થાવર ભેદમાં છોને સમાવેશ થાય છે, માટે તેની અપેક્ષાએ જીવ બે પ્રકારના સમજવા. વળી દુનીઆમાં કેટલાક જી સ્ત્રી વેદી છે. કેટલાક પુરૂષ વેદી છે. અને કેટલાક નપુંસક વેદ વાળા છે જ્યાં જુઓ ત્યાં જગતમાં ત્રણ વેદ પૈકી ગમે તે વેદવાળા જીવ છે, માટે તે અપેક્ષાએ, જીવ ત્રણ પ્રકારના જાણવા. વળી દુનિઆમાં ચાર પ્રકારની ગતિ છે. ૧ દેવગતિ, ૨ મનુષ્યગતિ, ૩ તિર્યંચગતિ, અને ૪ નરકગતિ. સર્વ સાસારિક જીવે કર્મના મેગે ચાર ગતિમાં પરિભ્રમે છે. જ્યાં સુધી જીવના પ્રદેશની સાથે કર્મ લાગ્યાં છે, ત્યાં સુધી છવ ચાર ગતિમાંથી ગમે તે ગતિમાં હોય છે. વિશેષ પુણ્ય દેવગતિ અને મનુષ્ય ગતિમાં અવતરી ભેગવું પડે છે અને તિર્યંચ તથા નરકમાં વિશેષ પાપ ભગવાય છે. ચાર ગતિની અપેક્ષાએ. જીવ ચાર પ્રકારના છે, પશ્ચિકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય, એ છકાયની અપેક્ષાએ છ છ પ્રકારના છે. વીતરાગ પ્રભુનાં વચને એવાં છે કે અપેક્ષાએ જોતાં પરસ્પર કઈ પણ વચનને વિરોધ આવતો નથી, સ્યાદાદ મુદ્રાએ મુદ્રિત ભગવદ્ વાણીની એવી સંધટના છે કે તે કોઈ પણ સ્થળે ખલના પામતી નથી. હવે અજીવ સંબંધી વિવેચન કરે છે. - જેનામાં જીવનું લક્ષણ નથી, અર્થાત્ જીવથી વિપરીત તે અજીવ કહેવાય છે, શુભ, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શયુક્ત પલિક કમ આત્મ પ્રદેશની સાથે લાગે છે, તેને પુણ્ય તત્ત્વ કહે છે, અને અશુભ, વર્ણ, ગંધ, રસ, For Private And Personal Use Only
SR No.008680
Book TitleVachanamrut
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy