SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વચનામૃત. ૫૭ anamirniirinin mai પામ્યાં. પક્ષીઓનો કલરવ મનને આકર્ષવા લાગ્યો. હું જાગ્રત થઈસ્નાનાદિ કરી પ્રભુદર્શન કરી આવ્યો અને સદ્દગુરૂના વ્યાખ્યાનનો પણ સમય થયે. - સ્ત્રીઓનાં વૃન્દો ધર્મ પ્રેમસહિત ઉપદેશાલયમાં પ્રવેશ કરવા લાગ્યાં. પુરૂષો પણ હર્ષભર ચાલવા લાગ્યા. કેટલાક તે ઉપદેશસ્થાન આગળ બિરાજી ગયા. કેટલાક આવતા તે વ્યવસ્થાપૂર્વક પોતપોતાના સ્થાનમાં જેમ કલબલ થાય નહિ, તેમ જગ્યા શોધી લઈ બેસી જતા હતા. સમય થયેલ હોવાથી ગુરૂવચનામૃત પીવા સારૂ છેતારૂપી તૃષાતુરોનાં મન તલપી રહ્યાં હતાં, અને સમય વ્યતીત થઈ ગયું હોવાથી જેમ પ્રાણીમાત્ર વરસાદની વાટ જોઈ રહે તેમ સદગુરૂછની પધારવાની વાટ જોઈ રહ્યા હતા, એટલામાં તો જ્ઞાનપ્રભા પ્રસારતા શ્રીમદ્ સદગુરૂજી પધાર્યા. સર્વે પ્રોતાજને ઉભય કરજેડી ઉભા થઇ ગયા. સર્વેના મુખ પ્રફુલ્લ થઈ ગયાં અને સામેના સુંદર આસનપર જા તેઓશ્રી બીરાજ્યા. એ આસન માત્ર કંબળનું હતું. નીચે એક સુશોભિત પાટ હતી. આજુબાજુને વિભાગ ચંદરવા વગેરેથી શણગારવામાં આ હતો. મંગળાચરણ કરી અમૃતધારા વર્ષાવતા ગુરૂ કૃપા કરી વ્યાખ્યાન પ્રારંભવા લાગ્યા. અનાદિ કર્મલિત આત્માને અનંત ભવ પરિભ્રમણ થતાં શુભ સંસ્કાર માનવ જન્મ સાંપડે છે. એ જન્મમાં જ્યારે સુકૃત કરી શકાતું નથી, સસંગ થઈ શકતો નથી, આત્મહિત કરનારાં સાધનો બની શકતાં નથી, અને કોઈ મહત પુરૂષને આશ્રય થઈ શકતો નથી ત્યારે આ વ્યવહારની અનેક વિપત્તિઓમાં માનવને વાસના બંધન થતું હોવાથી, જન્મ મરણનું દુઃખ ભોગવવું પડે છે; અનેક દુઃખની પરંપરા સહન કરવી પડે છે; અને મહા મહા હેરાનગતિ પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી હાથ પગ સ્વસ્થ છે, સકળ ચક્ષુ આદિ ઇન્દ્રિયો આબાદ છે, વૃદ્ધાવસ્થાની જર્જર દશા આવતી નથી ત્યાં સુધી મનના સંકલ્પો બરાબર વિકાશમાં મુકી શકાય છે, અને ત્યાં સુધી આભ અનાત્મ સંબંધીના વિચારો કરી શકાય છે. વૃદ્ધાવસ્થા આવે છે, ત્યારે હાથપગ વડે પ્રભુ પુજન-અર્ચન થઈ શકતું નથી, છાત્રવડે શાસ્ત્ર અને વણ સંભળાતું નથી, અને સત્યાસત્યના વિચાર કરવા શક્તિ રહેતી નથી, માટે મનુષ્ય જન્મની સાફલ્યતા કરવા કેમ ઉઘમ ન કરે? ગત દિવસના ગુરૂ મહારાજના અમૃત સમાન સદુપદેશથી, મને અનેક તર્કવિતર્ક થવા લાગ્યા. અને માનવ જન્મ ફરી શા માટે નહિ મળો હેયા નિસંશય તે જન્મમાંજ સ્વાભ સાધન થઈ શકવાની શા માટે શ્રેષ્ઠતા બતાવી છે? એ ઉ૫ર એક દૃષ્ટાંત બીજે દિવસે સદગુરૂ મહારાજે વ્યાખ્યા For Private And Personal Use Only
SR No.008680
Book TitleVachanamrut
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy