________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપવામાં આવી હતી. ન્યાતમાં જરમરના થાળાનું લાંબું કર્યું હતું તથા નોકારસીનું જમણ કર્યું હતું. આ રીતે પોતાની સકમાઈને ઉપગ ધર્મની પ્રભાવના અર્થે કર્યો છે. આ પ્રકારે તેમની ધર્મતરફની પ્રીતિ પ્રશસનીય હોવાથી તેમની તરફથી બીજા સારાં કાર્યોની આશા રખાતી હતી પણ ૩૫ વર્ષની નાની ઉમરે થોડા દીવસની બીમારીમાં આ દુનિયા છોડી ચાલ્યા ગયા છે.
તેઓની જીંદગીમાં એક નોંધવા ગ્ય બનાવ એ બન્યો છે કે, નામદાર જામશ્રી વિલાયત તરફ પધારતાં કામચલાઉ પ્રીન્સ હરભમજી વજીરે કોઈ પણ પ્રકારના ગુન્હાની જાહેરાત કે તપાસ કર્યા વિના પોતાના બંગલામાં નજરકેદ રાખ્યા હતા તેમ બધી મીલકત જપ્ત કરી હતી. આ માટે શેઠ દેવકરણ મૂલજીએ પોતે પોતાના ધંધાની દરકાર છોડી, ખર્ચ કરી, ભાઈ પ્રેમચંદને નિર્દોષપણે છોડાવ્યા હતા. તેમની પતી નવલબાઈએ પણ આ સમયે ઘણી હિંમત રાખી પોતાના પતિને છોડાવવા પુષ્કળ પ્રયત્ન કર્યો હતો. અને પશ્ચાત ભાઈ પ્રેમચંદ છુટીને ઘેર આવ્યા ત્યારે છૂટે હાથે ગરિબોને દાન દીધું હતું. ત્યાંના કેદીઓને મિષ્ટાન્ન ભોજન કરાવ્યું હતું, તથા જ્ઞાતીભાઈઓને જમાડ્યા હતા. આ વખતે મહારાજા જામસાહેબ મોટા અમલદારો સાથે પધાર્યા હતા. જે વખતે ભાઈ પ્રેમચંદે રૂ. ૨૦૧) ની ભેટ ધરી હતી. તે વખતે મહારાજા જામશ્રી રણજીતસિંહએ પ્રેમચંદ કેશવજીની પલ્લી બાઈ નવલબાઇને રૂ. ૧૦૦૧) ની રકમ સાડલા કમખાના કરીને આપ્યા હતા. ખરેખર આ પ્રસંગ જેમ ભાઈ પ્રેમચંદ માટે નોંધવા યોગ્ય બન્યો છે; તેમ જામશ્રીનું પરદેશ જવું, પ્રેમચંદભાઈનું વગર ગુન્હો જાહેર થયે પકડવું, અને માનસહિત છોડી મુકવું ઉપરથી રૂ. ૧૦૦૧) ની રકમ ભેટ કરવી. આ બીના રાજ્ય માટે પણ નોંધકારક બની છે. આવા પ્રસંગે પણ ભાઈ પ્રેમચંદે ધર્મશ્રદ્ધાબળ રાખ્યું હતું અને ત્યાંથી મુંબઈ આવતાં પ્રથમ શ્રીમહિનાથજી જવાનો અભિગ્રહ રાખ્યો હતો તે પ્રમાણે ત્યાં જઈ દર્શન કરી રૂ. ૫૦૧) ની ભેટ કરી મુંબઈ આવ્યા હતા.
તેઓ પોતાની મિલક્તનો મોટો ભાગ ધર્મકાર્યમાં વાપરવાને જણાવી ગયા છે જેનો સદુપયોગ હવે પછે થયેલો જોવાશે. આટલી હકીકત હમને તેમના સ્નેહીઓ તરફથી મળી છે તે પ્રગટ કરતાં વાંચકોને ભલામણ કરવી યોગ્ય થઈ પડશે કે ગુણાનુરાગપણે દરેકમાંથી સાર ગ્રહણ કરી પોતાની સકમાઈનો સદુપયોગ જૈનધર્મની પ્રભાવના અર્થ કરવો આવશ્યક છે.
» શ્રી શાંતિ રૂ
For Private And Personal Use Only