SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨ ) તવાદી ગણાય છે. એમ સહેલાઈથી સમજી શકાશે, આત્મા આદિ ૬રેક દ્રવ્યેામાં રહેલા અનંત ધર્મોને ભિન્ન ભિન્ન નયાની અપેક્ષાએ સ્વીકારે છે તેથી જૈના અનેકાન્તવાદી, સ્યાદ્વાાદી, સમ્યગૂઢણિમંત ગણાય છે. પ્રશ્ન-અન્યનયાની અપેક્ષા માન્યાવિના એકાન્ત એકનયને માની કયાં કયાં દર્શને પ્રગટયાં છે અને તે પરસ્પર કલેશ કરે છે અને જૈને અનેકનયાની અપેક્ષાએ વસ્તુના ધર્મો માની કયાં કર્યાં દરીનેાના ઝઘડાનું સમાધાન કરી શાન્તિનું સામ્રાજ્ય પ્રવર્તાવે છે? ઉત્તર—વેદાન્ત, ચાર્વાક, સાંખ્ય, બૌદ્ધ, વગેરે દર્શના સંગ્રહ, વ્યવહાર, રૂજીસૂત્ર વગેરે નાપૈકી અનુક્રમે એકેક નય માની અન્ય નયેાની અપેક્ષાના ત્યાગ કરી ઉત્પન્ન થયેલ છે તેથી તે એકેક નચના પક્ષ અંગીકાર કરી અન્યનયની અપેક્ષાના વાદનું ખંડન કરી પરસ્પર કલેશ કરે છે, જૈના તે નૈગમ, સંગ્રહ, વ્યવહાર, રૂજીસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંત એ સાત નયેાની અપેક્ષાએ પરસ્પર એક બીજા નયની અપેક્ષાના ધર્મનું ખંડન ન થાય તેવી રીતે સાતનયકથિત પદાર્થોના સ્વરૂપને માને છે; તેથી જૈનાને એકાન્તનયવાદના આગ્રહ રહેતા નથી; તેથી તે ભિન્ન ભિન્ન નાથી ઉત્પન્ન થએલાં દર્શનેાની માન્યતાને અપેક્ષાએ અનેકાન્તવાદમાં સ્વીકારી શકે છે. કારણ કે તે અનેક નયેાની દૃષ્ટિથી વસ્તુના ધર્મ દેખી માને છે. તેથી વિશાલદષ્ટિપણાના લીધે સ્યાદ્વાદદર્શનમાં સર્વે દર્શનાની માન્યતા આવી જાય છે તેથી જૈનધર્મની ઉત્તમતા સિદ્ધ થાય છે. પ્રશ્ન—નય એટલે શું અને નયે કેટલા છે? ઉત્તર્—દ્રબ્યામાં અનંતા ધર્મ રહ્યા છે તેને ભિન્ન ભિન્ન અપેક્ષાથી વસ્તુના ભિન્ન ભિન્ન સ્વરૂપને સમજાવનાર જ્ઞાનમાર્ગને નય કહે છે. અને તે ના સાત છે. નૈગમ, સંગ્રહ, વ્યવહાર, રૂજીસૂત્ર, શબ્દનય, સમભિરૂઢનય અને એવંભૂતનય, આ સાત નયાનું સમ્મતિતર્ક, નચચક્ર, તત્ત્વાર્થસૂત્ર, અનુયોગદ્વારસૂત્ર, ભગવતીસૂત્ર, વિશેષાવશ્યક, વગેરેમાં ઘણું વિસ્તારથી સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. સાત ના શ્રુતજ્ઞાનરૂપ હેાવાથી તેના શ્રુતજ્ઞાનમાં સમાવેશ થાય છે. વ્યાર્થિક અને પર્યાયર્થિક નયમાં સાત નયાના સમાવેશ થાય છે. નૈગમ, સંગ્રહ, વ્યવહાર, અને કોઈ આચાર્યના મત પ્રમાણે રૂજીસૂત્રનય દ્રબ્યાર્થક ગણાય છે, શબ્દનય, સમભિરૂđ, અને એવંત એ ત્રણ પર્યાયાધૈિકનય ગણાય છે. રૂજીસૂત્રનય પણ પાઁયાથિકનય ગણાય છે. સાત નયાથી ષડદ્રબ્યા, નવતત્ત્વા, વગેરેનું સ્વરૂપ કહેવામાં આવે છે, ચાર પ્રકારના નિક્ષેપાના પશુ નયમાં સમાવેશ થાય For Private And Personal Use Only
SR No.008675
Book TitleTattvagyan Dipika
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Philosophy
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy