SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર, કે તરતજ ફરીથી અપશુકન થયા. એમ દિવસે દિવસે અપશુકન થવાથી ઉત્તમ શકુન થયાનહીં, તેથી તેમને ત્યાંત્યાં દોઢ માસ નીકળી ગયું. પછી પોતાની પાસેથી ખેરાકીપણ સર્વ ખુટીગઈ. તેથી તેઓ ત્યાં રહેવાને અશક્ત બની ત્યાંથી નીકળી ચાલ્યા. પોતાના નગરપ્રત્યે જવાની ઉતાવળને લીધે તે દિવસે અપશકુનગણ્યાશિવાય તે લકે ચાલતા થયા. ત્યારબાદ બીજે દિવસે પ્રભાતકાલમાં તે સાર્થનીઉપર અકસ્માત્ ભીલ લોકેએ ધાડ પાડી. તેઓને કોલાહલ સાંભળી તે સાર્થના લેકે એકદમ ગભરાઈ ગયા. તેમજ ભીલ્લલકે એ પ્રહારની ક્રિયા શરૂ કરી. સાથેનાલોકો જેમ ફાવે તેમ મુઠીઓ વાળી નાસવા લાગ્યા. હું પણ ભયભીત થઈ ત્યાંથી નાસતાંભાગતાં એકલી પડીગઈ જેથી એક દિશાતરફ હુંનાઠી. ભયને લીધે ચારેતરફ દ્રષ્ટિકરતી હુંચાલતી હતી, તેવામાં બહુવડે ગહન એવું એક વન આવ્યું. ભયંકરવનપ્રવેશ. ક્ષણમાત્ર ત્યાં સ્થિરતા કર્યાબાદ મહે વિચાર કર્યો કે, આ નિર્જન વનમાં સ્ત્રી જાતિએ એકલું જહૂંડી નહીં. તેસાર્થના સ્થાનમાં જઈ તેલોકોને મળી જવું તે ઉત્તમ પ્રકાર છે. એમજાણુ હું ચાલવાની તૈયારી કરી પરંતુ કયે રસ્તે જવું હેની બીલકુલ હુને સમજણ પડી નહીં. હું કયાંથી આવી અને તે સાથે કઈ દિશામાં હશે? એનું પણ બીલકુલ મહને ભાન રહ્યું નહીં. મહારું શરીર ભયથી બહુજકંપતુ હતું. છતાં પણ હું એકદિશાગ્રહણ કરીનેદિગ્મઢથઈ વૃક્ષાવડે અતિગહન એવા વનના મધ્યભાગમાં ચાલવા લાગી. વળી દૂર જઈને હું પાછી વળી અને પશ્ચામુખે હું ચાલવાલાગી. તેમજ તે ભયંકરવનમાં શ્રી દત્તનાપરિવારની શોધખોળમાં હું For Private And Personal Use Only
SR No.008670
Book TitleSursundari Charitam
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarmuni
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1925
Total Pages635
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy